Rajkot તા.૩૦
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને રેલવે સુરક્ષા અને આધુનિક ટેકનોલોજી આધારિત ઓપરેશનના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ હાંસલ કરતા ૩૦ જૂન, ૨૦૨૬ના રોજ વિરમગામરાજકોટઓખા મુખ્ય રેલવે સેક્શન પર ૪૩૪ કિલોમીટરની લંબાઈમાં સ્ટાન્ડર્ડ કવચ (સ્ટાન્ડર્ડ કવચ) સિસ્ટમનું સફળતાપૂર્વક કમિશનિંગ પૂર્ણ કર્યું છે.
Rajkot ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝન વાણિજ્ય પ્રબંધક (જિ. ઉઈખ) શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ મહત્વપૂર્ણ ઉપલબ્ધિ સાથે રાજકોટ ડિવિઝનનો સમગ્ર વિરમગામરાજકોટઓખા મુખ્ય રેલવે સેક્શન હવે બ્લોક સેક્શનોમાં સ્ટાન્ડર્ડ કવચ સુરક્ષા પ્રણાલીથી સુરક્ષિત થઈ ગયો છે. આ ઉપલબ્ધિ રેલવે સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવા, ઓપરેશનલ ક્ષમતા વધારવા અને અત્યાધુનિક ટેકનોલોજી આધારિત વિશ્વસનીય રેલ સેવાઓ ઉપલબ્ધ કરાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. સાથે જ તે સુરક્ષિત, સંરક્ષિત અને અકસ્માત રહિત રેલવે નેટવર્કના નિર્માણ તરફ ભારતીય રેલવેની પ્રતિબદ્ધતાને પણ દર્શાવે છે.
સ્ટાન્ડર્ડ કવચ એ ભારતીય રેલવે દ્વારા વિકસાવવામાં આવેલી એક અત્યાધુનિક સ્વદેશી ટ્રેન ટક્કર નિવારણ પ્રણાલી (ઝફિશક્ષ ઈજ્ઞહહશતશજ્ઞક્ષ અદજ્ઞશમફક્ષભય જુતયિંળ) છે, જે સંભવિત અકસ્માતોને રોકવામાં અને ટ્રેનોના સુરક્ષિત સંચાલનને સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ સિસ્ટમ આધુનિક સિગ્નલિંગ ટેકનોલોજી અને ઓટોમેટિક સુરક્ષા તંત્ર દ્વારા રેલવે ઓપરેશનને વધુ સુરક્ષિત, વિશ્વસનીય અને કાર્યક્ષમ બનાવે છે.
ડેપ્યુટી ચીફ સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર શ્રી યોગેશ ગુપ્તાએ જણાવ્યું કે રાજકોટ ડિવિઝન દ્વારા સ્ટાન્ડર્ડ કવચ પ્રણાલી અંતર્ગત વિરમગામરાજકોટઓખા રેલવે સેક્શન પર કુલ ૨,૯૫૦ ટ્રેકસાઇડ છઋઈંઉ ટેગ લગાવવામાં આવ્યા છે, જે કવચ ૪.૦ ના ધોરણો અને વિશિષ્ટતાઓ ને સુસંગત છે.
સ્ટાન્ડર્ડ કવચ પ્રણાલી બ્લોક સેક્શનોમાં નીચે મુજબની મહત્વપૂર્ણ સુરક્ષા સુવિધાઓ પૂરી પાડે છેઃ
૧) સામસામે ટ્રેનની ટક્કર અટકાવવી.
૨) પાછળથી થતી ટ્રેનની ટક્કર અટકાવવી.
૩) અનિયંત્રિત રીતે ટ્રેન અથવા રેલ વાહનના પાછળ ખસી જવા સામે સુરક્ષા.
૪) ઉભેલી ટ્રેનની સુરક્ષા માટે સ્ટેન્ડસ્ટિલ પ્રોટેક્શન.
૫) કોઈપણ અસામાન્ય પરિસ્થિતિમાં ટ્રેન અચાનક રોકાઈ જવા પર ઓનબોર્ડ કવચ પ્રણાલી દ્વારા આપમેળે જઘજ એલર્ટનું પ્રસારણ.

