New Delhi તા.1
ભારતમાં વર્ષ 2025 દરમિયાન 31033 નવા કરોડપતિ બન્યા છે. વર્ષ 2024ની તુલનામાં દેશમાં 3.4 ટકાની વૃધ્ધિ નોંધાઈ છે એટલે કે સરેરાશ દરરોજ 85 લોકો આ યાદીમાં સામેલ છે.
આ જાણકારી મંગળવારે સ્વિસ બેન્ક યુબીએસના વાર્ષિક વૈશ્વિક સંપત્તિ રિપોર્ટમાં બહાર આવી છે. રિપોર્ટ અનુસાર ગત વર્ષ દુનિયાભરમાં કુલ અંગત સંપત્તિમાં 10.8 ટકાનો વધારો નોંધાયો છે, તે 2024માં 4.6 ટકા અને 2023માં 4.2 ટકા હતો.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મર્જથી બજારે આ વધારામાં મહત્વની ભૂમિકા ભજવી છે. દુનિયાભરમાં લગભગ 10 લાખ નવા કરોડપતિ એટલે કે સરેરાશ દરરોજ 2600 લોકો આ યાદીમાં સામેલ થયા છે.
નવા કરોડપતિઓમાં લગભગ અડધી ભાગીદારી અમેરિકાની રહી, જયાં 4.40 લાખથી વધુ નવા કરોડપતિ બન્યા, જયારે યુરોપમાં અમેરિકી ડોલરના હિસાબે સંપત્તિમાં સૌથી ઝડપી વધારો નોંધાયો છે.
ભારતમાં કુલ 9.44 લાખ કરોડપતિ
રિપોર્ટ મુજબ ભારતમાં હાલમાં કુલ 9.44 લાખ કરોડપતિ છે. જયારે, અમેરિકામાં સૌથી વધુ 2.36 કરોડ લોકોની સંપત્તિ કરોડો રૂપિયામાં છે, જયારે ત્યાર પછી ચીનમાં 53 લાખ અને જાપાનમાં 29 લાખ લોકો કરોડપતિ છે.
અમીર-ગરીબ વચ્ચેની ખાઈ વધી
બેન્કે કહ્યું છે કે સરેરાશ સંપત્તિ વધવા છતા 2020થી અસમાનતા વધી છે. બેન્કે જણાવ્યું હતું કે મોટાભાગના દેશોમાં મધ્યમ સંપત્તિમાં ઘટાડો થયો છે, જે સૌથી અમીર લોકો અને આમ જનતા વચ્ચે વધતી ખાઈને બતાવે છે.

