New Delhi,તા.01
કેન્દ્ર સરકારે જુલાઈ-સપ્ટેમ્બર કવાટર માટેના પોષ્ટ ઓફિસ સહિતની નાની બચત યોજનાના વ્યાજદર યથાવત રાખ્યા છે. સરકાર દર ત્રણ મહિને આ દરોની સમીક્ષા કરે છે. જેમાં બજારમાં ખાસ કરીને બેન્કીંગ ક્ષેત્રમાં થાપણોના દર મુજબ તેમાં વધઘટ કરવામાં આવે છે જે હાલ રિઝર્વ બેન્કે પણ વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યા નથી.
તેથી સુકન્યા સમૃદ્ધિ યોજના પોષ્ટ ઓફિસની વિવિધ બચત યોજના પીપીએફ-કિસાન વિકાસપત્રો- સીનીયર સીટીઝન સેવિંગ્સ પ્લાન વિ.ના દરો જળવાઈ રહેશે. જેના કારણે આ પ્રકારની બચતના વ્યાજ પર આધારિત કુટુંબોને પણ રાહત થશે.

