New Delhi,તા.1
જાપાનના વડાપ્રધાન સાને તાકાઈચી આજથી ત્રણ દિવસ માટે પહેલીવાર ભારતની અધિકૃત યાત્રા પર આવી રહ્યા છે આ દરમિયાન તેઓ 16માં ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે અને વડાપ્રધાન મોદીની સાથે દ્વિપક્ષીય સંવાદ કરશે, યાત્રાનો મુખ્ય ઉદ્દેશ બન્ને દેશો વચ્ચે રણનીતિક, આર્થીક અને ટેકનીકલ સહયોગને નવી ગતિ આપવાનો છે.
જાપાનના વડાપ્રધાન તાકાઈચી આજે સાંજે 7 વાગ્યે દિલ્હીના વાયુ સેના સ્ટેશન પાલમ પહોંચશે, જયાં તેમનું અધિકૃત સ્વાગત કરવામાં આવશે. આવતીકાલે 2 જુલાઈએ સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં તેમનો ઔપચારિક સ્વાગત સમારોહ યોજાશે.
ત્યારબાદ સવારે 11-30 વાગ્યે વડાપ્રધાન મોદી સાથે તેમની દ્વિપક્ષીય બેઠક યોજાશે. બન્ને નેતાઓ રક્ષા, આર્થિક, સુરક્ષા, વ્યાપાર, રોકાણ, સેમી કંડકટર, ઉર્જા, એઆઈ, દૂર સંચાર, ક્ષેત્રીય અને વૈશ્વિક મુદા પર ચર્ચા કરશે. જાપાનના પીએમ બપોરે 3 વાગ્યે ભારત-જાપાન બિઝનેસ ફોરમમાં ભાગ લેશે.

