Morbi, તા.12
મોરબી જિલ્લામાં અનુસુચિત જનજાતિ અને અનુસુચિત જાતિના લાભાર્થીઓ માટે મરઘાં પાલન તાલીમ અંતર્ગત લાભ મેળવવા માટે સ્ટાઈપેંડ પેટે રૂપિયા 2000 ની સહાય આપવાની યોજના અમલમાં છે. તે માટે ઇચ્છુક અરજદારે આઈ ખેડૂત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/iKhedutPublicScheme/Public/frmPublicGhataksWithGroupAndMainScheme.aspx આ લિંક પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
આ ઘટક અંતર્ગત પુન: લાભ મેળવવાની ઓછામાં ઓછી સમય મર્યાદા 03 વર્ષ જેટલી રાખવામાં આવી છે. આગામી તા.31 ડિસેમ્બર સુધી આ વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી તાત્કાલિક ધોરણે કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરતી વખતે બારકોડેડ રેશનકાર્ડ, બેન્કના બચત ખાતાની પાસબુક અથવા રદ કરાયેલો ચેક, મરઘાં પાલન તાલીમનું પ્રમાણપત્ર, સરકાર માન્ય ફોટાવાળું ઓળખપત્ર, સક્ષમ અધિકારીશ્રી દ્વારા પ્રમાણિત કરાયેલ જાતિના દાખલાની નકલ સાથે જોડવાની રહેશે. તેમજ જો દિવ્યાંગ કેટેગરીના લાભાર્થી હોય તો સક્ષમ અધિકારીશ્રી દ્વારા પ્રમાણિત કરાયેલ દિવ્યાંગ હોવા અંગેના પ્રમાણપત્રની નકલ સાથે જોડવાની રહેશે.