(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૯
Wankaner શહેરની સિપાઈ શેરી અને નવા રાજાવડલા ગામે એમ બે સ્થળે રેડ કરી પોલીસે જુગાર રમતા ૧૦ ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે વાંકાનેર સીટી પોલીસ ટીમે પ્રથમ રેડ સિપાઈ શેરીમાં કરી હતી ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા મુકેશ ભોગીલાલ શાહ, જયેશ હરગોવિંદભાઈ મજેઠીયા, વિપુલ ચંદ્રકાંતભાઈ કોટેચા, ઈસ્માઈલ ઈબ્રાહીમ સુમરા અને આસિફ ઇકબાલ માડકીયા એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧૮,૦૫૦ જપ્ત કરી છે
બીજી રેડ નવા રાજાવડલા ગામે પાણીની કેનાલ પાસે કરી હતી જાહેરમાં જુગાર રમતા રહીમ અબ્દુલ માથકીયા, અલ્તાફ આમદભાઈ બ્લોચ, મહેબુબ આમદભાઈ શેરશીયા, નજરહુશેન વલીમામદભાઈ શેરશીયા અને રમેશ અમુભાઈ સારલા એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૩૪,૭૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

