ફ્લેટનો સોદો રદ થતા રકમ પરત કરવા આપેલો ચેક પરત ફર્યો તો: શેઠ કન્સ્ટ્રકશને વળતર ચૂકવવા હુકમ
Rajkot,તા.09
મુંબઈના બિલ્ડરે ફ્લેટનો સોદો રદ થતા ચુકવણી માટે આપેલો રૂ.૨૨.૫૦ લાખનો ચેક પરત ફર્યો હતો. જે ચેક રિટર્ન કેસમાં કોર્ટે મુંબઈના બિલ્ડરને એક વર્ષની સાદી કેદની સજા અને ચેક મુજબની રકમ વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ ફરીયાદી જયંતી કલ્યાણજીને તેના મિત્ર મારફત મુંબઈમાં શેઠ કન્સ્ટ્રકશનના ધંધાર્થી શ્રીકાંત મારુ પ્રભુ સાથે ઓળખાણ થઈ હતી. ફરિયાદીને મુંબઈમાં ફ્લેટ લેવાનો હોવાથી તેના મિત્ર સાથે મુંબઈ ગયા હતા. અને ફલેટનો સોદો રૂ.૨૨.૫૦ લાખમાં કર્યો હતો. પરંતુ આરોપીને કોઈ કારણોસર ફ્લેટની સ્કીમ સફળ ન થતા આરોપીએ ફરિયાદીને ચૂકવેલી રકમ પરત કરવા માટે ચેક આપ્યો હતો. જે ચેક રીટર્ન થતા કાયદાકીય નોટીસ પાઠવ્યા છતાં રકમની ચુકવણી નહિ થતા રાજકોટની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જે કેસ ચાલી જતા અને રેકોર્ડ ઉપર આપેલા લેખિત પુરાવા, રજૂ કરેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ અને ફરિયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને ચેક મુજબની રકમ વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો છે. ફરિયાદી વતી વકીલ યોગેશ ઉદાણી, દેવાંગી ઉદાણી, સોનલ ઉદાણી, મેહુલ સુરાણી, મદદનીશ પાર્થરાજ ચૌહાણ, પાર્થ જીલારીયા, શમશાદબેન આરબ અને સોનલ ચૌહાણ રોકાયા હતા.

