Veraval,તા.09
ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા દારૂ જુગાર નુ દુષણ ડામવા સૂચના મુજબ સુત્રાપાડા પીઆઈ કે.આઈ.જાડેજા ના રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.હે.કો.જગદીશભાઇ ગોહીલ,બનેસિંહભાઈ મોરી, પો.કો.હરેશભાઈ વાજા, શૈલેષભાઈ સોલંકી, સિધ્ધરાજભાઈ સોલંકીએ સહિત પો.સ્ટાફ સુત્રાપાડા પો.સ્ટે.વિસ્તારમા પટ્રોલીંગ દરમ્યાન સયુકત બાતમી ના આધારે સુત્રાપાડા પો.સ્ટે વિસ્તારમાં આવેલ ગાગેથા ફાટક પાસે મારૂતી સુઝુકી કાર નીકળતા સાઈડમાં લઈ તલાસી લેતા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો તથા બીયર ટીન નંગ-૩૦૭ કિ.રૂ.૬૯,૭૭૭/ દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ કાર-૦૧ કિ.રૂ.૩,૦૦,૦૦૦/-મોબાઈલ ફોન નં.૧ કિ.રૂ.૫,૦૦૦/ કુલ કિ.રૂા.૩,૭૪,૭૭૭/ મુદામાલ સાથે વિપુલ ઉર્ફે પાજી રાજશીભાઈ કામળીયા,અજય વજુભાઈ જેઠવા રહે.સુત્રાપાડા વાળા આરોપીઓ વિરુધ્ધ સુત્રાપાડા પો.સ્ટે.ખાતે પ્રોહી. કલમ મુજબનો ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે..

