Morbi,તા.12
વિસીપરા વિસ્તારમાં આવેલ માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારી તેમજ ઘૂટું ગામની સીમમાં જુગાર રમતા બે ઈસમો એમ બે સ્થળેથી કુલ પાંચને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બાતમીને આધારે વિસીપરામાં પંચની માતાના મંદિર પાસે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા દિનેશભાઈ પરબતભાઈ વાઘેલા, લાલજીભાઈ મગનભાઈ ડોડીયા અને રમેશભાઈ દેવજીભાઈ ઘાંટીલીયા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૧૫૪૦ જપ્ત કરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે ઘૂટું ગામની સીમમાં સોના સિરામિક પાછળ રેડ કરી હતી જ્યાં બાવળની કાંટમાં જાહેરમાં જુગાર રમતા હિતેશ પ્રભુભાઈ વાઘેલા અને રણછોડભાઈ કેશુભાઈ ઓગણીયા એમ બેને ઝડપી લઈને રોકડ રૂ ૮૫૦ જપ્ત કરી છે