Mehsana,તા.13
મહેસાણા જિલ્લાની એક સાથે 20 હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)માં ગેરરીતિઓનો પર્દાફાશ થયો છે. ખ્યાતિ હોસ્પિટલના બહુચર્ચિત કૌભાંડ પછી સ્થાનિક તંત્રે ધરેલી તપાસમાં આ કૌભાંડ બહાર આવ્યું છે. આ તમામ હોસ્પિટલોએ સરકારી યોજનાનો દુરુપયોગ કર્યાનો આરોપ છે, જેથી તેને બ્લેકલિસ્ટથી લઈને દંડ સુધીની કાર્યવાહી કરવામાં આવશે એવા પ્રાથમિક અહેવાલ છે. મહેસાણાના ડીડીઓ ડૉ. હસરત જાસ્મીને આ અંગે વાત કરી છે.