Morbi તા 15
મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ વીરપર ગામ નજીકથી બે મુસાફરને બેસાડીને રિક્ષા ચાલક મોરબીના નવા બસ સ્ટેશને આવી રહ્યો હતો ત્યારે સીએનજી રીક્ષાને કાર ચાલકે પાછળથી ટક્કર મારી હતી જેથી રીક્ષા રોડ સાઈડમાં લગાવેલ લોખંડ પતરાના ડિવાઈડર સાથે અથડાતા રીક્ષા ચાલકને માથામાં તથા પગે ગંભીર ઇજા થયેલ હતો તેમજ રિક્ષામાં બેઠેલા બે મુસાફરોને પણ ઇજા થઈ હોય એક મુસાફરનો પગ કાપવો પડ્યો હતો.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના બરવાળા ગામે રહેતા અને સીએનજી રીક્ષા ચલાવતા રણજીતભાઈ ગણેશભાઈ ડાભી (37)એ અજાણી સફેદ કલરની કારના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓ વીરપર ગામેથી પોતાની રિક્ષામાં બે મુસાફરને બેસાડીને નવા બસ સ્ટેશને આવી રહ્યા હતા .
ત્યારે વીરપર ગામ પાસે તેઓની સીએનજી રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 2170 ને પાછળથી અજાણી ફોર વ્હીલ સફેદ કારના ચાલકે ટક્કર મારી હતી જેથી રીક્ષા રોડ સાઈડમાં લગાવેલ લોખંડ પતરાના ડિવાઈડરમાં ધડાકાભેર અથડાઈ હતી. ફરિયાદીને ફેક્ચર જેવી ઇજા થઈ હતી તેમજ રિક્ષામાં બેઠેલા બે મુસાફરોને પણ ગંભીર ઈજાઓ થઈ હતી .
જે પૈકીના દેવગઢ બારિયાના રહેવાસી દિલિપ (29) નામના યુવાનને પગમાં ગંભીર ઇજા થયેલ હોવાથી જમણો પગ કાપવો પડ્યો હતો જ્યારે બીજા મુસાફરને માથા, પગ તથા શરીરે ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે હાલમાં સારવાર લીધા બાદ રીક્ષા ચાલક યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા કારના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
સ્કૂટર સ્લીપ
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતો સાજીદ કાદરભાઈ લધાણી નામનો યુવાન એક્ટિવા લઈને વીસીપરામાંથી નગર દરવાજા બાજુ આવી રહ્યો હતો ત્યારે કેશવાનંદ બાપુના મંદિર પાસે એક્ટિવા આડે કૂતરું આવ્યું હતું જેથી એકટીવા સ્લીપ થઈ જતા સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા.