Junagadh, તા. 2
જુનાગઢ ખાતે ક્રિષ્ના બોર્ડિંગ સ્કુલ મેનેજડ બાય પ્રયાગ વિદ્યા સંકુલ દ્વારા સ્કુલની વિદ્યાર્થીનીઓ માટે રોટલી બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. આ તકે આ તમામ રોટલી ગૌમાતાને ખવડાવામાં આવેલ હતી. આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરી પ્રમાણપત્ર આપી સન્માનીત કરેલ હતા.
જેમાં પ્રથમ નંબરે રાઠોડ જેન્સી એસ., બીજા નંબરે સોઢા રૂતુ એન., ત્રીજા નંબરે વઘાસીયા મિશ્રી આર., ત્રીજા નંબરે જાદવ જેન્સી એચ. વિજેતા બનેલ હતા જેઓને અભિનંદન પાઠવવામાં આવેલ હતા. આ તકે પ્રમુખ જે.વી.બુટાણી, રવી બામરોલીયા, ડોબરીયાભાઇ આ તકે એન્કરીંગ ચંદ્રેશભાઇ દ્વારા કરવામાં આવેલ હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના તમામ ટીચરો દ્વારા કરવામાં આવેલ હતું.