Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    22 એપ્રિલનું પંચાંગ

    April 21, 2026

    22 એપ્રિલનું રાશિફળ

    April 21, 2026

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 22 એપ્રિલનું પંચાંગ
    • 22 એપ્રિલનું રાશિફળ
    • કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.
    • આજ મારાં નયણાં સફળ થયાં, એ રચનામાં નરસિંહ ભક્તિની કંઈ કક્ષા દર્શાવે છે??
    • 21 એપ્રિલ, ‘વર્લ્ડ ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન ડે
    • લોકસભા વિધાનસભા બેઠકોમાં અનામત વિરુદ્ધ રાજકીય સંગઠનોમાં અનામત – મહિલા અનામતનો પ્રશ્ન
    • તંત્રી લેખ…માર્ગ અકસ્માતોની શ્રેણી
    • દાર્જિલિંગમાં યોજાયેલી જનસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah રાજ્યની રાજકીય સ્થિતિ પર આકરું નિવેદન આપ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»ઘર આંગણે કઠોળનું ઉત્પાદન વધારવા ખેડૂતો સાથે Contract Farming Agreements
    લેખ

    ઘર આંગણે કઠોળનું ઉત્પાદન વધારવા ખેડૂતો સાથે Contract Farming Agreements

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 3, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    દેશમાં અનાજની બાબતમાં આપણે સ્વાવલંબી બન્યા છીએ પરંતુ દાળ કઠોળ તથા ખાદ્યતેલોની બાબતમાં આપણે હજી પણ દરીયાપારથી થતી આયાત પર આધાર રાખવો પડે છે. એવી સ્થિતિમાં ઘર આંગણે આ ચીજોનું ઉત્પાદન વધારવા સરકાર દ્વારા વિવિધ પગલાં છાશવારે જાહેર કરાતા થયા છે. 

    તાજેતરમાં સરકારે ઓઇલ મિશનની જાહેરાત કર્યા પછી હવે કઠોળ માટે કોન્ટ્રેક્ટ ફાર્મિંગ તરફ સરકાર વળી રહ્યાના નિર્દેશો મળ્યા છે. કઠોળ ઉગાડતા તામિલનાડુ, બિહાર, ઝારખંડ, ગુજરાત વિ. રાજ્યોમાં ખેડૂતો સાથે સરકાર આવા કોન્ટ્રેક્ટ ફાર્મિંગના કરાર કરવા માંડી છે. પ્રથમ તબક્કે તુવેર તથા મસુર માટે આવા કરાર થયા છે તથા પ્રથમ તબક્કે આશરે ૧૫૦૦ હેક્ટર્સ જેટલી જમીન આવા કરાર હેઠળ આવરી લેવામાં આવી છે.

    દિલ્હીથી મળેલા નિર્દશો મુજબ સરકારી સૂત્રોના જણાવ્યા  મુજબ દેશમાં કઠોળનું ઉત્પાદન વધારવા સરકારે એવા રાજ્યો પર નજર દોડાવી છે જ્યાં ખેડૂત વર્ગ કઠોળના  વાવેતર માટે ઓછી પસંદગી ધરાવે છે તથા આવા  રાજ્યોમાં ખેડૂતોને કઠોળ તરફ આકર્ષીત કરવા હવે સરકાર આગળ આવતી થઇ છે.

     આવા કોન્ટ્રેક્ટ ફાર્મિંગના કરાર નેશનલ કો- ઓપરેટીવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (એનસીસીએફ) તથા ખેડૂતો વચ્ચે શરૂ થયા છે તથા આ કરાર હેઠળ આવા રાજ્યોમાં ખેડૂતો પોતાની જમીન પર મસુર તથા તુવેરનું વાવેતર કરશે તથા આવું કઠોળ  ત્યારબાદ એનસીસીએફ ખરીદી લેશે અને સરકાર પાસે આવા કઠોળનો બફર સ્ટોક ઉભો કરાશે એવું જાણવા મળ્યું છે.

     આવા કઠોળની ખરીદી ટેકાના ભાવોએ અથવા તો બજાર ભાવોએ જે ભાવ ઉંચા હશે એ ભાવોમાં સરકાર દ્વારા કરવામાં આવશે એવું સૂત્રો જણાવી રહ્યા હતા. 

    આગળ ઉપર આવા કોન્ટ્રેક્ટ ફાર્મિંગનો વ્યાપ વધારવાની યોજના સરકાર ધરાવે છે. દેશમાં  વરસાદની અનિયમિત ચાલના કારણે કઠોળના ઉત્પાદનમાં પીછેહઠ થતા બજારભાવ ઉંચા જતા જોવા મળ્યા છે. આના પગલે આયાત વધારવા તથા સપ્લાય વધારવા સરકારે આયાત અંકુશો તાજેતરમાં હળવા પણ કરવા પડયા હતા. કઠોળના ભાવ ૨૦૨૩માં ૧૩થી ૧૪  ટકા વધ્યા હતા તથા આ વર્ષે પણ બજારભાવ ઉંચા જતા દેખાયા હતા.

     દેશના કૃષી મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ ૨૦૨૧-૨૨માં ઘર આંગણે કઠોળનું ઉત્પાદન ૨૭૩ લાખ ટન થયું હતું તે  ત્યારબાદ ૨૦૨૨-૨૩માં ઘટી ૨૬૦ લાખ ટન તથા ૨૦૨૩-૨૪માં વધુ ઘટી ૨૪૫ લાખ ટન થયું છે. ઘર આંગણે ઉત્પાદન ઘટતા કઠોળના આયાત વધી છે. આવી આયાત વધી ૨૦૨૩-૨૪માં આશરે ૪૭ લાખ ટેન જેટલી થઇ છે. દેશમાં કઠોળનો વાર્ષિક વપરાશ આશરે ૨૭૦ લાખ ટનનો મનાય છે. 

    કોરોનાકાળ પછી લોકોમાં આરોગ્ય વિશે સભાનતા વધતા ઘર આંગણે કઠોળની માગ વધતી જોવા મળી છે. ભારતમાં કઠોળની આયાત વિશેષ રૂપે તુવેરની આયાત મોઝામ્બીક, તાન્ઝાનીયા, મલાવી, મયાનમાર વિ. ખાતેથી થાય છે જ્યારે મસૂરની આયાત મુખ્યત્વે ઓસ્ટ્રેલિયા, કેનાડા, તથા રશિયા અને તુર્કીથી કરવામાં આવે છે. રશિયામાં હવે અડદ તથા તુવેરનું ઉત્પાદન વધતા આવા કઠોળ ભારતને વેંચવા રસિયાએ આતુરતા બતાવી છે. 

    આ પ્રશ્ને રશિયાનું પ્રતિનિધિ મંડળ તાજેતરમાં ભારત આવ્યુ હતું. આ વર્ષે નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીના ગાળામાં તુવેરની આયાત આશરે ૧૦ લાખ ટન તથા અડદની આયાત આશરે ૬ લાખ ૪૦ હજાર ટન થઇ ગઇ છે જે પાછલા ૨૦૨૩ના આખા વર્ષમાં થયેલી આવી આયાતા કરતાં વધુ થઇ હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.

     ઓસ્ટ્રેલીયાથી ચણાની આયાત તાજેતરમાં વધી છે. રવિ મોસમ માટેના વાવેતરમાં પ્રથમ તબક્કે ચણા, મસૂર, અડદ, મગ  વિ.ના વાવેતરમાં પ્રતિકૂળ હવામાનના કારણે વિલંબ થયા પછી હવેે વાવેતરમાં ગતી આવ્યાના નિર્દેશો મળ્યા હતા. 

    Contract Farming Agreements
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    લેખ

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026
    લેખ

    આજ મારાં નયણાં સફળ થયાં, એ રચનામાં નરસિંહ ભક્તિની કંઈ કક્ષા દર્શાવે છે??

    April 21, 2026
    લેખ

    21 એપ્રિલ, ‘વર્લ્ડ ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન ડે

    April 21, 2026
    લેખ

    લોકસભા વિધાનસભા બેઠકોમાં અનામત વિરુદ્ધ રાજકીય સંગઠનોમાં અનામત – મહિલા અનામતનો પ્રશ્ન

    April 21, 2026
    લેખ

    તંત્રી લેખ…માર્ગ અકસ્માતોની શ્રેણી

    April 21, 2026
    વ્યાપાર

    વેલ્યુ બાયિંગ અને શોર્ટ કવરિંગ થી માર્કેટમાં સેન્ટિમેન્ટ તેજી તરફી…!!

    April 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    22 એપ્રિલનું પંચાંગ

    April 21, 2026

    22 એપ્રિલનું રાશિફળ

    April 21, 2026

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026

    આજ મારાં નયણાં સફળ થયાં, એ રચનામાં નરસિંહ ભક્તિની કંઈ કક્ષા દર્શાવે છે??

    April 21, 2026

    21 એપ્રિલ, ‘વર્લ્ડ ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન ડે

    April 21, 2026

    લોકસભા વિધાનસભા બેઠકોમાં અનામત વિરુદ્ધ રાજકીય સંગઠનોમાં અનામત – મહિલા અનામતનો પ્રશ્ન

    April 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    22 એપ્રિલનું પંચાંગ

    April 21, 2026

    22 એપ્રિલનું રાશિફળ

    April 21, 2026

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.