Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh: ગિરનાર ઉપર ધોધમાર ત્રણ ઈંચ વરસાદ

    July 4, 2025

    Rajkot, Jamnagar, Junagadh, જિલ્લામાં મહેર વરસી: નદી,નાળા, ખેતરોમાં પૂર

    July 4, 2025

    Idar માં 6, મોડાસામાં 5.5 સહિત ગુજરાતમાં ધોધમાર મેઘસવારી

    July 4, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh: ગિરનાર ઉપર ધોધમાર ત્રણ ઈંચ વરસાદ
    • Rajkot, Jamnagar, Junagadh, જિલ્લામાં મહેર વરસી: નદી,નાળા, ખેતરોમાં પૂર
    • Idar માં 6, મોડાસામાં 5.5 સહિત ગુજરાતમાં ધોધમાર મેઘસવારી
    • Donald Trumpની મોટી જીત : વન બીગ બ્યુટીફુલ બીલને અમેરિકી સંસદની મંજૂરી
    • America માં ભારતીય મુસાફર મીડ-એર ઝઘડી પડયા : જબરી ધમાલ
    • Afghanistan ની તાલિબાન સરકારને માન્યતા આપનાર વિશ્વનો પ્રથમ દેશ બનતું રશિયા
    • General Munir બાદ પાક. હવાઇ દળના વડા અમેરિકા પહોંચ્યા
    • ભારતીયોમાં 10 વર્ષ પહેલાની સરખામણીમાં વધુ Protein And Fat ખાઇ રહ્યા છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Futures ૨૩૨૦૨ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty Futures ૨૩૨૦૨ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalFebruary 3, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૨.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૭૫૦૫ સામે ૭૭૦૬૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૬૭૫૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૦૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૧૯ પોઈન્ટના ઘટાડા સાથે ૭૭૧૮૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૫૫૫ સામે ૨૩૩૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૩૦૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૫૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૨ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૪૪૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વધારવાના નિર્ણય બાદ આજે સપ્તાહના પ્રથમ દિવસે વિશ્વભરના બજારો પર દબાણ વધ્યું છે. ત્યારે તેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી. જો અમેરિકા તેની આયાત ડ્યુટીમાં મોટા ફેરફારો કરશે તો તેની સીધી અસર ભારતીય કંપનીઓ અને નિકાસકારોને પડશે તેવી આશંકાને કારણે વિદેશી રોકાણકારોએ તેમની વેચવાલી વધુ તીવ્ર બનાવતા આજે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીજી બાજુ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલા ટેરિફ વૉરને કારણે ડૉલર ઈન્ડેક્સ મજબૂત થતા ડૉલરની સામે રૂપિયો ઓલ ટાઈમ લૉની સપાટીએ પહોંચતા આઈટી – ટેકનોલોજી શેરોમાં વેચવાલીએ ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, સોમવારે બજાર ખુલ્યું ત્યારે ડોલર સામે રૂપિયો ૬૦ પૈસાથી વધુ ઘટીને ૮૭ના સ્તરને પાર કરી ૮૭.૨૯ પ્રતિ ડોલરના સર્વકાલીન નીચલા સ્તરે પહોચી ગયો હતો, જયારે ઈન્ટરનેશનલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૭૧% વધીને ૭૬.૨૧ ડોલર પ્રતિ બેરલના ભાવ પર ટ્રેડ થઇ રહ્યું હતું.

    બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૭૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર કન્ઝ્યુમર ડયુરેબલ, ફોકસ્ડ આઇટી, ટેક, આઇટી અને હેલ્થકેર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૮૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૮૭૭ અને વધનારની સંખ્યા ૧૧૩૯ રહી હતી, ૧૬૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં બજાજ ફાઈનાન્સ ૫.૨૮%, મહિન્દ્રા & મહિન્દ્રા ૨.૯૬%, બજાજ ફિનસર્વ ૨.૩૦%, ભારતી એરટેલ ૧.૭૬%, મારુતિ સુઝુકી ૧.૫૦%, ઝોમેટો લિ. ૦.૮૯%, ટાઈટન કંપની ૦.૭૮%, ઇન્ફોસિસ લી. ૦.૬૫%, ટેક મહિન્દ્ર ૦.૩૪% અને અદાણી પોર્ટ ૦.૩૩% વધ્યા હતા, જયારે લાર્સેન લી. ૪.૬૪%, ટાટા મોટર્સ ૨.૬૪%, હિન્દુસ્તાન યૂનિલિવર ૨.૬૨%, એશિયન પેઈન્ટ ૨.૩૩%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૨.૦૯%, એનટીપીસી લી. ૨.૦૫%, આઈટીસી લી. ૧.૭૯%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૫૪%, કોટક બેન્ક ૦.૯૫ અને એકસિસ બેન્ક ૦.૯૧% ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકન પ્રમુખે મેક્સિકો અને કેનેડા પર ૨૫% અને ચીન પર ૧૦% ટેરિફ લગાવીને તેમણે એક નવું યુદ્ધ શરૂ કરી દીધુ છે. આ ટ્રેડ વોરની વ્યાપક અસર ભારતના અર્થતંત્ર અને તેની કરન્સી પર પણ જોવા મળી રહી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે ટ્રમ્પના ટેરિફનો ડર ભારતની કરન્સીમાં કેમ જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે ચીન પર ટેરિફ લગાવવામાં આવ્યા બાદ સમગ્ર એશિયન કરન્સીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાંથી રૂપિયો પણ બાકાત નથી રહ્યો.

    આંકડા પર નજર કરીએ તો ઓક્ટોબરની શરૂઆતથી અત્યાર સુધીમાં ડોલર સામે રૂપિયામાં ૪%નો ઘટાડો જોવા મળી ચૂક્યો છે. અને આગામી બે મહિનામાં રૂપિયામાં વધુ ઘટાડો જોવા મળી શકે છે અને આંકડો ૯૦ના સ્તરને પાર કરી શકે છે. બીજી તરફ ટ્રમ્પ પહેલાથી જ બ્રિક્સ દેશોને ચેતવણી આપી ચૂક્યા છે કે, જો બ્રિક્સ દેશો નવી કરન્સી પર વિચાર કરશે, તો તેમણે પણ મોટા ટેરિફ હુમલા માટે તૈયાર રહેવું પડશે. હવે જ્યારે મેક્સિકો, કેનેડા અને ચીન પર ટેરિફ લગાવવામાં આવી ચૂક્યો છે ત્યારે તેમની આ ધમકી માત્ર ધમકી પૂરતી જ મર્યાદિત નથી રહી. બજારમાં એવું સેન્ટીમેન્ટ બની ચૂક્યું છે કે, ભારત પર પણ ટેરિફ લગાવવામાં આવી શકે છે. તેથી આગામી દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

    તા.૦૪.૦૨.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૦૩.૦૨.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૪૪૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૨૦૨ પોઈન્ટના પ્રથમ અને ૨૩૦૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૫૩૩ પોઈન્ટ થી ૨૩૬૦૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૩૨૦૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૦૩.૦૨.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૪૯૫૦૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૪૯૧૮૦ પોઈન્ટ પ્રથમ અને ૪૯૦૦૯ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૪૯૫૭૫ પોઈન્ટ થી ૪૯૬૩૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૪૯૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!       

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • લુપિન લિ. ( ૨૦૪૦ ) :- ફાર્મા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૦૦૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૮૦ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૦૬૨ થી રૂ.૨૦૭૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૦૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • એચસીએલ ટેક્નોલોજી ( ૧૭૦૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૬૮૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૬૫૫ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૭૩૩ થી રૂ.૧૭૪૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ભારતી એરટેલ ( ૧૬૫૬ ) :- રૂ.૧૬૨૬ નો પ્રથમ તેમજ રૂ.૧૬૦૬ બીજા સપોર્ટથી ટેલિકોમ – સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૬૭૩ થી રૂ.૧૬૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • ટાટા કોમ્યુનિકેશન્સ ( ૧૫૬૫ ) :- ટેલિકોમ – સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૮૮ થી રૂ.૧૬૦૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૫૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ઈન્ડસઈન્ડ બેન્ક ( ૧૦૧૭ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૯૭૩ સ્ટોપલોસ આસપાસ પ્રાઈવેટ બેન્ક સેક્ટરનોઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૦૩૪ થી રૂ.૧૦૪૦ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • મુથુત ફાઈનાન્સ ( ૨૧૮૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ નોન બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૨૦૮ આસપાસ વેચવાલી થકી રૂ.૨૧૬૦ થી રૂ.૨૧૪૪ ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૨૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • ઓબેરોય રિયલ્ટી ( ૧૮૦૦ ) :- રૂ.૧૮૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૫૦ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૭૮૭ થી રૂ.૧૭૭૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૫૫ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • સન ફાર્મા ( ૧૭૩૭ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૭૮૦ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૭૦૭ થી રૂ.૧૬૮૬ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • વોલ્ટાસ લિ. ( ૧૩૯૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ હાઉસહોલ્ડ એપ્લાયેન્સીસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૧૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૮૦ થી રૂ.૧૩૬૩ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ઓરબિન્દો ફાર્મા ( ૧૧૩૧ ) :- રૂ.૧૧૫૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૬૦ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૧૦૮ થી રૂ.૧૦૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૭૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    IPO ના પાણીમાં ઉતરવા હવે ભારતીય સ્ટાર્ટઅપ કંપનીઓ તૈયાર

    July 4, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૬૭૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 3, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 3, 2025
    રાષ્ટ્રીય

    ભારતમાં iPhone ઉત્પાદન સાથે જોડાયેલા ચાઇનીઝ એન્જીનીયરોને પરત બોલાવી લેતુ ચીન

    July 3, 2025
    રાષ્ટ્રીય

    રાજયવાઇઝ જે રીતે મોંઘવારી છે તેના આધારે Consumer Price Index જાહેર કરવામાં આવશે

    July 3, 2025
    રાષ્ટ્રીય

    નાના-લઘુઉદ્યોગોને બેંક લોન પ્રિ-પેમેન્ટ ચાર્જમાંથી મુક્તિ આપતી RBI

    July 3, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Junagadh: ગિરનાર ઉપર ધોધમાર ત્રણ ઈંચ વરસાદ

    July 4, 2025

    Rajkot, Jamnagar, Junagadh, જિલ્લામાં મહેર વરસી: નદી,નાળા, ખેતરોમાં પૂર

    July 4, 2025

    Idar માં 6, મોડાસામાં 5.5 સહિત ગુજરાતમાં ધોધમાર મેઘસવારી

    July 4, 2025

    Donald Trumpની મોટી જીત : વન બીગ બ્યુટીફુલ બીલને અમેરિકી સંસદની મંજૂરી

    July 4, 2025

    America માં ભારતીય મુસાફર મીડ-એર ઝઘડી પડયા : જબરી ધમાલ

    July 4, 2025

    Afghanistan ની તાલિબાન સરકારને માન્યતા આપનાર વિશ્વનો પ્રથમ દેશ બનતું રશિયા

    July 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh: ગિરનાર ઉપર ધોધમાર ત્રણ ઈંચ વરસાદ

    July 4, 2025

    Rajkot, Jamnagar, Junagadh, જિલ્લામાં મહેર વરસી: નદી,નાળા, ખેતરોમાં પૂર

    July 4, 2025

    Idar માં 6, મોડાસામાં 5.5 સહિત ગુજરાતમાં ધોધમાર મેઘસવારી

    July 4, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.