Los Vegasતા.28
ક્રિપ્ટોકરન્સી બિટકોઇનની સૌથી મોટી વાર્ષિક કોન્ફરન્સ 27-29 એપ્રિલ દરમિયાન લોસ વેગાસના વિનીશિયન રિસોર્ટમાં યોજાશે. આ વખતે મહેમાનોનું સ્વાગત ‘મેલોડી’ નામનો હ્યુમનોઇડ રોબોટ કરશે.
કેનેડાની કંપની ‘રિયલબોટિક્સ’ દ્વારા વિકસાવવામાં આવેલા આ M-સિરીઝ રોબોટ મેલોડીને ખાસ કરીને સર્વિસ સેક્ટર માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આશરે 95,000 ડોલર એટલે લગભગ 90 લાખ રૂપિયાની કિંમતનો આ રોબોટ માણસોની જેમ 39 પ્રકારના શારીરિક હાવભાવ બતાવી શકે છે.
માણસો જેવા હાવભાવ
તેનો ચહેરો અને શરીર જરૂરિયાત મુજબ બદલી શકાય છે. સામાન્ય ઇલેક્ટ્રિક સોકેટથી ચાલતી મેલોડી સ્મિત આપી શકે છે, આશ્ચર્યચકિત થઈ શકે છે અને ગુસ્સો પણ વ્યક્ત કરી શકે છે.

