Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે
    • લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી
    • Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો
    • Rajkot: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત ચાર લોકો ડૂબ્યા
    • ગ્લોબલ નબળાઇનો પ્રભાવ : ભારતીય બજારમાં વ્યાપક વેચવાલી…!!!
    • 03 મેનું પંચાંગ
    • 03 મેનું રાશિફળ
    • ગુજરાતના ધારાસભ્યો હવે ‘Vande Bharat’ and ‘Tejas’ માં એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરી શકશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, May 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»કટુતા પણ કૃપા બની શકે
    ધાર્મિક

    કટુતા પણ કૃપા બની શકે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 6, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કઠોપનિષદમાં પિતાપુત્રની એક વાત આવે છે. ઉદ્દાલકના પુત્રનું નામ નચિકેતા હતું. એક વખત ઉદ્દાલકે વિશ્વજિત નામનો યજ્ઞા કરાવ્યો. યજ્ઞા પતાવી બ્રાહ્મણોને દક્ષિણા આપવા ગાયો લાવવામાં આવી. નચિકેતા ત્યાં ઊભો હતો. તેણે ગાયો જોઈ. કેટલીક ગાયો સાવ દુબળી, બેડોળ, નિર્બળ અને વૃધ્ધ હતી. નચિકેતા બાળક હતો પણ જાણતો હતો કે દાનમાં હંમેશાં શ્રેષ્ઠ અને પ્રિય વસ્તુ અપાય છે. તેને આવું ઊતરતી કક્ષાનું દાન આપવાનું ના ગમ્યું. ”પિતાજી, તમે કહેતા હતા કે દાન આપવાની સામગ્રી ઉત્તમ હોવી જોઈએ, પ્રિયમાં પ્રિય વસ્તુનું દાન કરવું જોઈએ તો તમે આવી દુબળી ગાયો દાનમાં આપવા કેમ તૈયાર થયા છો ? ધર્મની દ્રષ્ટિએ આ સારૂં ના ગણાય!” પુત્ર નચિકેતાની ડાહ્યી વાતો પિતાને ગમતી નહોતી. તે સંસારી હતા. ટૂંકી દ્રષ્ટિવાળા હતા. ”પિતાજી, જો દાનમાં પ્રિય વસ્તુ આપવાની હોય તો હું તમને સૌથી પ્રિય છું. તમે મને કોને દાન આપવાના છો ?” આવા પ્રસંગે પુત્રની શાણી વાતો પિતાને પસંદ ના પડી. તે સહન ના કરી શક્યા. ”પિતાજી બોલોને! (તત કસ્મૈ માં દાસ્યસીતિ) મને દાનમાં કોને આપશો ?” ઉદ્દાલકનો ગુસ્સો વધતો ગયો. તે વધારે અશાંત થઈ ગયા. છંછેડાઈ ગયા. આવેશમાં આવી કહી દીધું. ”જા મર! (મૃત્યવે ત્વાં દદામીતિ) હું તને મોતને દાનમાં આપું છું!”

    નચિકેતા પિતાના વચન સાંભળતો રહ્યો. પણ તે શાંત હતો. તેને પિતાના વચનમાંથી ઈશ્વરી સંકેત દેખાયો. તે પિતાની આજ્ઞા લઈ ખરેખર યમલોક પહોંચી ગયો. સંજોગવશાત યમદેવતા સદનમાં નહોતા. નચિકેતા ત્રણ દિવસ સુધી ભૂખ્યો-તરસ્યો બહાર બેસી રહ્યો. ત્રણ દિવસ બાદ યમદેવતા આવ્યા. તેને અંદર બોલાવ્યો. ”નચિકેતા, તુ અમારો અતિથિ હતો. તારે ત્રણ દિવસ ભૂખે-તરસે રહેવું પડયું. તેનો મને ખેદ છે. હવે તું ત્રણ વરદાન માંગી લે જેથી મને શાંતિ વળે.” વરદાન માંગવાની વાત થતાં જ નચિકેતાને પહેલો વિચાર પિતાનો આવ્યો. તેમના કટુવર્તનથી જ યમદેવતાને મળવાની તક મળી હતી. આત્મજ્ઞાન અને મૃત્યુરહસ્ય જાણવાનો અવસર મળ્યો હતો. તેણે પહેલા વરદાનમાં માંગ્યું. ”હે મૃત્યુદેવ, મારા પિતા (શાંત સંકલ્પઃ) શાંત ચિત્ત વાળા (સુમનાઃ) પ્રસન્ન મનવાળા (વીતમન્યુઃ) ક્રોધ વગરના થાય. અને હું અહીંથી પાછો ઘેર જાઉં ત્યારે સહેજ પણ નાખુશ થયા વગર વાત્સલ્ય ભાવથી પ્રેમપૂર્વક મને મળે.”

    ટૂંકી દ્રષ્ટિવાળા સંસારી માણસોના મનમાં ઘર કરી ગયેલી કડવાશ., અધીરાઈ, અસંતોષ કે અધૂરી વાસનાઓની તાણ ક્યારેક કટુતા તરીકે બહાર આવી જાય છે. When the heart is afire, Some sparks will fly out of the mouth. જ્યારે દિલમાં આગ ભડકી ઊઠી હોય ત્યારે તેના કેટલાક તણખાઓ ઊડીને બહાર આવી જાય છે. પણ એ ચિનગારી અણસમજુને દઝાડે છે. વગર વિચારે બોલી નાખવું એટલે નિશાન તાક્યા વગર ગોળી ચલાવવા જેવું છે. ઘણીવાર કટુવર્તનથી ઘાયલ થયેલું મન ધડથી છુટી પડેલી ગરોળીની પૂંછડીની માફક તરફડે છે. બદલો લેવાની ભાવના જાગે છે. ઘણા અહંકારી માણસ એમ સમજે છે કે પોતાની મોટાઈ કાયમ રાખવા માટે વાણીમાં જેટલી કડવાશ રખાય એટલી વધારે લોકોમાં ધાક રહે ! પણ આ રીતે સંબંધોમાં ખટાશ વધે છે. કડવાશ, ધાક, જોહુકમી, કટુતા કે અળગાપણું અંગત સંબંધોમાં એક પ્રકારનો અણગમો વધારી દે છે. વિવેક કે સંસ્કારને ગુલાબના છોડની માફક ઉછેરવો પડે છે, કટુતા ઘાસની માફક ગમે ત્યાં ઊગી નીકળે છે, પણ સમજદાર માણસે બીજાના વર્તનની ફૂટપટ્ટીથી નહિ ઈશ્વરી કૃપાની ફૂટપટ્ટીથી પોતાની આંતરિક લાગણી માપવી જોઈએ આત્મલક્ષી માણસો ઈન્દ્રિયોની કામનાઓના ઢગલામાંથી પણ આત્મઉધ્ધારક સંસ્કારને શોધી કાઢે છે. આત્મનિયંત્રણના અભાવે ઘણા માણસો જીવનમાં આવેલી મુશ્કેલી જોડે આથડતા રહે છે જ્યારે સંયમી માણસ ધૈર્યથી, સ્વસ્થતાથી ગમે તેવી કડવી પરિસ્થિતિ સહન કરી પોતાની જાત બચાવી તેમાંથી પોતાને ઉપકારક શોધી જીવન જીવવાનો રસ્તો શોધી કાઢે છે. તે દરેક ક્ષણે બદલાની સ્થિતિમાં ઈશ્વર કૃપા જુએ છે.

    પેરિસમાં એક અભણ લુહારનું કુટુંબ રહેતું હતું. એક દિવસ ભઠ્ઠી પાસે બેસી લુહાર ઘોડાગાડીનું સમારકામ કરતો હતો. સળગતી ભઠ્ઠીમાં લોખંડનો સળિયો તપી રહ્યો હતો. થોડી થોડી વારે તે સળિયો બહાર કાઢી જરૂરી આકાર આપવા તેને ટીપી રહ્યો હતો. લુહારનો છોકરો રમતો રમતો ભઠ્ઠી પાસે ક્યારે આવીને ઊભો રહ્યો તેની તેને ખબર ના પડી. અચાનક સળિયો દીકરાને અડી ગયો. તેની આંખો ગરમ સળિયાથી દાઝી ગઈ. સારવાર શરૂ થઈ. ડોક્ટરો બદલ્યા. ઘણી દેખરેખ રખાઈ. પણ દીકરો આંખે આંધળો થઈ ગયો. પસ્તાવાનો પાર નહોતો. જીવન કડવુંવખ થઈ ગયું હતું. શોક છવાઈ ગયો હતો. પણ દીકરો ઉત્સાહી હતો. તે આંખના બદલે આંગળીઓથી વસ્તુઓ ઓળખવા લાગ્યો. તેની આંગળીઓ આંખો બની ગઈ. લૂઈ બ્રેઈલ નામના એ છોકરાએ પંદર વરસની ઉંમરે એક અજબ સ્પર્શલિપિની શોધ કરી. તેણે પ્રયોગો કર્યા. એક નિબંધ તૈયાર કર્યો. અને આમ જિંદગીમાં ભળેલી કડવાશને મિઠાસમાં ફેરવી દીધી. તેણે અંધજનો માટે બ્રેઈલ લિપિની શોધ કરી. આજે કરોડો અંધજનો એ લિપિથી અક્ષરજ્ઞાન મેળવે છે. કટુતાને પણ ઈશ્વરની કૃપા સમજી જીવનને આનંદનો ઓચ્છવ બનાવી દીધું.

    ચાહે વર્તન હો, વાણી હો, કે કુદરતી રીતે આવેલી કટુતા હો. સંસ્કારી માણસ તેને ભીતર રહેલી શક્તિને ઓળખવાની તક સમજે છે. કડવું વચન સાવરણી જેવું હોય છે. તે બોલનારને મેલો કરે છે. પણ વ્યક્તિને સાફ કરે છે.

    Even bitterness can be a blessing
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ધાર્મિક

    ભગવાનને સર્વથા શરણ થવાવાળાને ભક્તિ આપમેળે પ્રાપ્ત થાય છે.

    May 1, 2026
    ધાર્મિક

    પરમાત્માથી વિમુખ થતાં નાશવાન પદાર્થોમાં ‘રાગ’ થઇ જાય છે

    May 1, 2026
    ધાર્મિક

    Narasimha એ ભગવાન વિષ્ણુનું અત્યંત ક્રોધાયમાન સ્વરૂપ છે, એટલે એને ચંદનનો લેપ કરવો પડે‌ છે!

    April 29, 2026
    ધાર્મિક

    શ્રીરામ દ્વારા માતા સીતાનો ત્યાગ અવિશ્વાસ નહીં, પરંતુ રામરાજ્યની જરૂરિયાત હતી

    April 29, 2026
    લેખ

    આખાં વિશ્વને રાહ ચીંધી શકે, એવાં અમુલ્ય ગ્રંથોનો વારસો હિન્દુસ્તાન ધરાવે છે

    April 25, 2026
    ધાર્મિક

    ધર્મનાં ચાર ચરણ છેઃ સત્ય, પવિત્રતા(શૌચ), દયા અને દાન

    April 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026

    Rajkot: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત ચાર લોકો ડૂબ્યા

    May 2, 2026

    ગ્લોબલ નબળાઇનો પ્રભાવ : ભારતીય બજારમાં વ્યાપક વેચવાલી…!!!

    May 2, 2026

    03 મેનું પંચાંગ

    May 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.