Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Kieron Pollard ૧,૦૦૦ છગ્ગા ફટકાર્યા, હવે ક્રિસ ગેલનો વર્લ્ડ રેકોર્ડ જોખમમાં છે

    July 16, 2026

    Nicholas Pooran ને ફિન એલનનો MLC માં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તોડી નાખ્યો, માત્ર ૩૧ બોલમાં સદી ફટકારી

    July 16, 2026

    Ben Stokes આંતરરાષ્ટ્રીય નિવૃત્તિ પછી પહેલી વાર સ્પર્ધાત્મક ક્રિકેટમાં પાછા ફરશે, ઘરેલુ વન-ડે કપમાં ડરહામ માટે રમશે

    July 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Kieron Pollard ૧,૦૦૦ છગ્ગા ફટકાર્યા, હવે ક્રિસ ગેલનો વર્લ્ડ રેકોર્ડ જોખમમાં છે
    • Nicholas Pooran ને ફિન એલનનો MLC માં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તોડી નાખ્યો, માત્ર ૩૧ બોલમાં સદી ફટકારી
    • Ben Stokes આંતરરાષ્ટ્રીય નિવૃત્તિ પછી પહેલી વાર સ્પર્ધાત્મક ક્રિકેટમાં પાછા ફરશે, ઘરેલુ વન-ડે કપમાં ડરહામ માટે રમશે
    • Anupam Kher સતીશ કૌશિકની પુત્રીને લગ્નમાં ભેટ આપવાની ઇચ્છા વ્યક્ત કરે છે
    • Chiranjeevi ના ભત્રીજા Varun Tej Konidela ની નવી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે
    • સેન્સર બોર્ડ પર પ્રતિબંધ મૂકો,” Ram Gopal Varma ઉદ્યોગને અપીલ કરે છે
    • Shilpa Shinde Shivangi Joshi નો પીછો કરતી રહી છે, અને દાવો કરે છે કે “હું જે પણ શોમાં ગઈ હતી ત્યાં મારું અફેર હતું
    • Pawan Kalyan ને ખભાની સર્જરી પછી હોસ્પિટલમાંથી રજા, પત્ની અન્નાએ સ્વાસ્થ્ય અપડેટ શેર કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»અમ્યુકોના એસ્ટેટ ખાતાના અધિકારીઓ બાંધકામ તોડવાની બાબતમાં વહાલાં દવલાંની નીતિ અપનાવી
    અમદાવાદ

    અમ્યુકોના એસ્ટેટ ખાતાના અધિકારીઓ બાંધકામ તોડવાની બાબતમાં વહાલાં દવલાંની નીતિ અપનાવી

    Vikram RavalBy Vikram RavalFebruary 10, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.10

     અમ્યુકોના એસ્ટેટ ખાતાના અધિકારીઓ બાંધકામ તોડવાની બાબતમાં પણ વહાલાં દવલાંની નીતિ અપનનાવી રહ્યા છે. હેરિટેજની કેટેગરીમાં આવતા બાંધકામો અને તેની પરિસરમાં એટલેકે પાલડી વિસ્તારમાં પણ ગેરકાયદે બાંધકામો કરી દેવામાં આવ્યા હોવાની ફરિયાદને ઘ્યાનમાં લઈને પણ તમામ ગેરકાયદે બાંધકામોની વિગતો અમ્યુકો દ્વારા એકત્રિત કરવામાં આવી રહી છે. અમદાવાદ પશ્ચિમમાં વેજલપુર, ગોતા અને નહેરુ નગર વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર બાંધકામો તોડતા જ નથી. તેની સામે અમરાઈવાડી, સરખેજ વિસ્તારના તમામ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવી રહ્યા છે. 

    અમીર અને ગરીબનો તફાવત

    ગેરકાયદે બાંધકામોને ઘ્વસ્ત કરવામાં પણ અમીર અને ગરીબનો તફાવત જોવામાં આવી રહ્યો હોવાની એક ફરિયાદ ઊઠી છે. ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે પોલીસ પ્રોટેક્શન ન મળતુ હોવાનું બહાનું એસ્ટેટ વિભાગ સતત કાઢી રહ્યું છે. પરંતુ પોલીસ પ્રોટેક્શન ન મળે તો અમ્યુકોના જ સીએનસીડી-કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ પાસે પોલીસ પ્રોટેક્શનની કામગીરી કરી શકે છે. તેમની પાસે આ સેવા લેવાનો વિચાર શુદ્ધાં કરતાં નથી. એસ્ટેટ અધિકારીઓ પોલીસ પ્રોટેક્શન માટે એકવાર અરજી કરી દીધા પછી બીજીવાર અરજી પણ કરવાનું ટાળતા રહીને ગેરકાયદેસર બાંધકામ કરનારાઓને આડકતરી રીતે પ્રોટેક્શન આપી રહ્યા છે.

    પરિણામે ગેરકાયદેસર બાંધકામ કરનારાઓને છૂટ્ટો દોર મળી રહ્યો છે. જોકે નામચીન ગણાતા જુહાપુરાના કુખ્યાત નઝીર વોરાના ગેરકાયદેસર બાંધકામ ગત ઓક્ટોબરમાં જ તોડી પાડીને અમ્યુકોના એસ્ટેટ વિભાગે પ્રશસ્ય કામગીરી કરી જ છે. છતાં કેટલાક વિસ્તારોમાં ભેદભાવ દાખવવામાં આવી રહ્યો છે. અમરાઈવાડીના ખાસ્સા ગેરકાયદે બાંધકામો તોડવામાં આવ્યા છે.

    વોર્ડ ઇન્સ્પેક્ટરની રહેમનજર હેઠળ જ આ ગેરકાયદે બાંધકામો ઊભા થઈ જતાં હોવાથી અમ્યુકોની ટાઉન પ્લાનિંગ કમિટીએ આ કવાયત ચાલુ કરી છે. આ રહ્યા તેના ઉદાહરણ. અમદાવાદના દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં વેજલપુર વિસ્તારમાં જીવરાજ પાર્ક નજીક એ-3 તુલસીવન સોસાયટીમાં ત્રણ દુકાનો સહિત ત્રણ માળનું ગેરકાયદે બાંધકામ ઊભું કરી દેવામાં આવ્યું છે. વેજલપુરમાં ગેરકાયેદે બાંધકામ કરનારને નોટિસ પણ આપવામાં આવી છે. પરંતુ ત્યારબાદ સમગ્ર કાર્યવાહીનો વીટો વાળી દેવામાં આવ્યો છે. 

    વેજલપુરના ગેરકાયદે બાંધકામ સામે વિજિલન્સ અધિકારીને ફરિયાદ આપવામાં આવી તો જે તે વોર્ડના ઇન્સ્પેક્ટર્સ કે એસ્ટેટ વિભાગના જવાબદાર અધિકારી સામે પગલાં લેવાને બદલે વિજિલન્સ અિકારીએ તે ફરિયાદ સંભવતઃ એસ્ટેટ વિભાગના અધિકારીને જે તે ગેરકાયદે કામને છાવરનાર અધિકારીને જ પાઠવી દીધી છે. 

    આમ વિજિલન્સ ખાતાએ જેની સામે ફરિયાદ છે તેને જ ફરિયાદની નકલ મોકલી દેતા કોઈ જ પગલાં લેવાયા નથી. ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર અધિકારીને જ તેની સામેની ફરિયાદ મોકલી લઈને વિજિલન્સ ખાતાએ તપાસનો વીટો વાળી દીધો છે. વેજલપુરમાં જ ઝંકાર સોસાયટી સામે વેજલપુર ચોકીની ગલીમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવેલું છે. તેરમી સપ્ટેમ્બર 2024ના તેમને પુરાવા રજૂ કરવાની નોટિસ આપ્યા પછી આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી.

    વેજલપુરની ઝંકાર સોસાયટીમાં ત્રણ દુકાનો અને ત્રણ બંગલાનું બાંધકામ થયું છે. તેમાંથી એક બંગલાવાળાને નોટિસ આપી છે. બે બંગલાના માલિકોને નોટિસ પણ નથી આપી. આ કેસની તપાસ વિજિલન્સ કમિશનર કરે તેવી માગણી કરવામાં આવી હતી. પરંતુ તે ફરિયાદની તપાસ પણ સંભવતઃ ગુનેગાર જણાતા તપાસ અધિકારીને જ સોંપી દેવામાં આવી હતી. 

    ગોતાના વોર્ડ નંબર 1માં માં સિટી સર્વે નંબર 107ના વિસ્તારમાં આશીર્વાદ કોમ્પ્લેક્સની બાજુમાં, સોલા બ્રિજ પાસે થયેલા બે કોમ્પ્લેક્સના ગેરકાયદે બાંધકામ થઈ રહ્યું છે. તેની સામે ફરિયાદ થઈ હોવા છતાં કોઈ જ પગલાં લેવાયા નથી. ઘાટલોડિયા અને ચાંદલોડિયામાં ટી.પી. 28માં ફાઈનલ પ્લોટ નંબર 5ના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ થઈ રહ્યા છે. 

    વેજલપુરમાં ગેરકાયદે બાંધકામ વધવા દેવા માટે નગર વિકાસ ખાતાના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર રાજેશ જીવાણી, સબ ઇન્સ્પેક્ટર નિકુંજ પરમાર અને આસિસ્ટન્ટ ડીડીઓ કાંતિલાલ દાફડા વિરુદ્ધ 26મી ઓક્ટોબર 2024માં ફરિયાદ પણ કરવામાં આવેલી છે. આ ત્રણ અધિકારીઓ સામે ગેરકાયદે બાંધકામ કરનારાઓને છાવરી રહ્યા હોવાની ફરિયાદ પણ થયેલી છે. આ અધિકારીઓ અમ્યુકાનો પરિપત્ર નંબર 15માં આપવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનો ભંગ કરી રહ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: રથયાત્રાના દિવસે સરકાર-સંગઠન સાથે ગૃહમંત્રી અમિત શાહ મહત્વની બેઠક કરશે

    July 15, 2026
    અમદાવાદ

    ગુજરાતના CM Bhupendra Patelએ આજે ૬૪ વર્ષ પૂરા કરીને ૬૫મા વર્ષમાં પ્રવેશ કર્યો

    July 15, 2026
    અમદાવાદ

    Ahmedabad: ખાંડની વાડકી પરત કરવાને બહાને ઘરમાં ધૂસી પડોશી મહિલાએ કાંડ કરતાં ૧૦ વર્ષની સજા

    July 15, 2026
    અમદાવાદ

    Ahmedabad: ઘરઘાટીએ કાપડના વેપારીના ઘરમાંથી ૪૯.૬૨ લાખની મતા ચોરી કરી

    July 15, 2026
    અમદાવાદ

    Girમાં ગેરકાયદે રીસોર્ટ – હોટલો પર બુલડોઝર ફરશે: નવી મંજુરી નહી

    July 15, 2026
    અમદાવાદ

    રથયાત્રા માટે Ahmedabad સજ્જ, ૩૦ હજારથી વધુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત; એઆઇ, ડ્રોન અને ૧૦૦૦ બોડી કેમેરાથી નજર રહેશે

    July 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Kieron Pollard ૧,૦૦૦ છગ્ગા ફટકાર્યા, હવે ક્રિસ ગેલનો વર્લ્ડ રેકોર્ડ જોખમમાં છે

    July 16, 2026

    Nicholas Pooran ને ફિન એલનનો MLC માં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તોડી નાખ્યો, માત્ર ૩૧ બોલમાં સદી ફટકારી

    July 16, 2026

    Ben Stokes આંતરરાષ્ટ્રીય નિવૃત્તિ પછી પહેલી વાર સ્પર્ધાત્મક ક્રિકેટમાં પાછા ફરશે, ઘરેલુ વન-ડે કપમાં ડરહામ માટે રમશે

    July 16, 2026

    Anupam Kher સતીશ કૌશિકની પુત્રીને લગ્નમાં ભેટ આપવાની ઇચ્છા વ્યક્ત કરે છે

    July 16, 2026

    Chiranjeevi ના ભત્રીજા Varun Tej Konidela ની નવી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે

    July 16, 2026

    સેન્સર બોર્ડ પર પ્રતિબંધ મૂકો,” Ram Gopal Varma ઉદ્યોગને અપીલ કરે છે

    July 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Kieron Pollard ૧,૦૦૦ છગ્ગા ફટકાર્યા, હવે ક્રિસ ગેલનો વર્લ્ડ રેકોર્ડ જોખમમાં છે

    July 16, 2026

    Nicholas Pooran ને ફિન એલનનો MLC માં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તોડી નાખ્યો, માત્ર ૩૧ બોલમાં સદી ફટકારી

    July 16, 2026

    Ben Stokes આંતરરાષ્ટ્રીય નિવૃત્તિ પછી પહેલી વાર સ્પર્ધાત્મક ક્રિકેટમાં પાછા ફરશે, ઘરેલુ વન-ડે કપમાં ડરહામ માટે રમશે

    July 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.