Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    22 એપ્રિલનું પંચાંગ

    April 21, 2026

    22 એપ્રિલનું રાશિફળ

    April 21, 2026

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 22 એપ્રિલનું પંચાંગ
    • 22 એપ્રિલનું રાશિફળ
    • કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.
    • આજ મારાં નયણાં સફળ થયાં, એ રચનામાં નરસિંહ ભક્તિની કંઈ કક્ષા દર્શાવે છે??
    • 21 એપ્રિલ, ‘વર્લ્ડ ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન ડે
    • લોકસભા વિધાનસભા બેઠકોમાં અનામત વિરુદ્ધ રાજકીય સંગઠનોમાં અનામત – મહિલા અનામતનો પ્રશ્ન
    • તંત્રી લેખ…માર્ગ અકસ્માતોની શ્રેણી
    • દાર્જિલિંગમાં યોજાયેલી જનસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah રાજ્યની રાજકીય સ્થિતિ પર આકરું નિવેદન આપ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»તંત્રી લેખ…યુદ્‌ઘ વિમાનના પૂરવઠામાં ઠાગાઠૈયા
    લેખ

    તંત્રી લેખ…યુદ્‌ઘ વિમાનના પૂરવઠામાં ઠાગાઠૈયા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 20, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બીજા વિશ્વયદ્‌ઘમાં બ્રિટનની નૈયા પાર લગાવનારા વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે સ્વતંત્રતા અને સંપ્રભુતા પ્રત્યે જાગૃત પોતાના દેશને એક અણમોલ સંદેશ આપ્યો હતો, ‘જે ઇતિહાસમાંથી કશું નથી શીખતા, તેમની નિયતિ હોય છે ઇતિહાસને દોહરાવવો.’ ભારત પણ પોતાના સૈન્ય ઇતિહાસના બે પાઠ ક્યારેય ભૂલાવી ન શકે. પહેલો ૧૯૬૨ના ચીનના હુમલામાં મળેલી કારમી હાર અને બીજો ૧૯૭૧ના ભારત -પાકિસ્તાન યુદ્‌ઘમાં અભૂતપૂર્વ વિજયનો. આ બંને અવસરો પર દેશના શીર્ષ નેતૃત્વને સશસ્ત્ર સેનાઓ દ્વારા કેટલાક અપ્રિય સંદેશ મળ્યા હતા. ચીની હુમલામાં અઢી વર્ષ પહેલાં ૧૯૬૦માં લેફ્ટેનન્ટ જનરલ થોરાટે મેકમેહોન લાઇન પર સંભવિત ચીની આક્રમણની ચેતવણી આપીને કહ્યું હતું કે ભારતમાં આવા આક્રમણનો સામનો કરવાની ક્ષમતા નથી. વર્ષ ૧૯૬૧માં સેનાએ એવી ચેતવણી ફરીથી આપી, પરંતુ તત્કાલીન રક્ષા મંત્રી કૃષ્ણ મેનન અને પંચશીલ સિદ્‌ઘાંતોના રાગમાં ગુલતાન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ તેને નકારી દીધી. સત્તાધીશોની આ ઘાતક બેફિકરાઈનું પરિણામ સર્વવિદિત છે.

    ૧૯૭૧માં ભારતીય સેનાએ પાકિસ્તાનના અઠ્ઠાણું હજાર સૈનિકોનું આત્મસમર્પણ કરાવીને નવો ઇતિહાસ રચી દીધો. તત્કાલીન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી પાકિસ્તાન વિરુદ્‌ઘ ફેબ્રુઆરી-માર્ચ, ૧૯૭૧માં જ યુદ્‌ઘ કરવા માગતાં હતાં, પરંતુ તત્કાલીન ખુશ્કીદળના જનરલ સામ માણેકશોએ અનોખી ઇમાનદારી અને સાહસ સાથે વડાપ્રધાનને જણાવ્યું કે તેઓ આ યુદ્‌ઘ માટે તૈયાર નથી અને યુદ્‌ઘ લડશે તો જીત સુનિશ્ચિત કર્યા બાદ. વડાપ્રધાને માણેકશોની એ વાત માની લીધી. ડિસેમ્બર, ૧૯૭૧માં એ સલાહથી મળેલા સુખદ પરિણામને પણ દોહરાવવાની જરૂર નથી. આ બંને શિખામણોના સંદર્ભમાં વર્તમાન વાયુસેનાધ્યક્ષ એર ચીફ માર્શલ અમૃતપ્રીત સિંહે સ્પષ્ટ શબ્દોમાં સરકારનું ધ્યાન વાયુસેનાની કમજોર કડીઓ તરફ ખેંચ્યું છે. આ કમજોર કડીઓ છે યુદ્‌ઘ વિમાનોની ચિંતાજનક અછત અને તેના માટે જવાબદાર સરકારી ક્ષેત્રની કંપની હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ)ની કાચબાછાપ ગતિ. આ ભારત સરકારનું એક જાહેર સાહસ છે, જેની સ્થાપના ૧૯૪૦માં થઈ અને ૧૯૬૪માં કંપનીને આ નામ આપવામાં આવ્યું.

    અસલમાં તાજેતરમાં જ બેંગલુરુમાં થયેલ એરો-ઇન્ડિયા પ્રદર્શનમાં એક વિમાનનું ટેસ્ટિંગ કરતાં વાયુસેના અધ્યક્ષ એચએએલના અધિકારીઓને એમ કહેતાં સાંભળવા મળ્યા કે તેમને સરકારી માલિકીની આ કંપની પર ભરોસો નથી. સમય પર વિમાનોની ડિલીવરી નહીં આપી શકવાના પોતાના ખરાબ ટ્રેક રેકોર્ડને કારણે તેમણે હિંદુસ્તાન એરોનોટિક્સની મજાક ઉડાવી અને તેને મિશન મોડ પર નહિ હોવાનો આરોપ લગાવ્યો. વાયુસેનાધ્યક્ષ વસ્તુતઃ તેજસ એમકે-૧એ ફાઇટર જેટની સમયસર ડિલીવીર સુનિશ્ચિત કરી શકવામાં એચએએલની નિષ્ફળતાથી નારાજ હતા. વાયુસેનાધ્યક્ષની કડક ટિપ્પણી બાદ એચએએલ પ્રબંધને તરત પ્રતિક્રિયા આપતાં કહ્યું કે જે ટેકનિકલ સમસ્યાઓ હતી તે દૂર કરી લેવામાં આવી છે અને હવે જલ્દી તેજસ વિમાનની ડિલીવરી શરૂ થઈ જશે.

    ઉલ્લેખનીય છે કે એચએએલે ૨૦૨૫માં ભારતીય વાયુસેનાને ૧૬ એલસીએ એમકે-૧એ જેટ વિમાન આપવાનો વાયદો કર્યો છે, જેમાં ૨૦૨૯ સુધી કુલ ૮૩ જેટ હશે. વાયુસેનાધ્યક્ષની કડક ટિપ્પણી બાદ એચએએલની કોઇપણ સફાઈનો કશો મતલબ નથી. અનેક વિશેષજ્ઞોએ વાયુસેનાધ્યક્ષના ક્ષોભને વાજબી ગણાવતાં કહ્યું કે કેટલીય વાર વિમાનોની અકુશળતાની કિંમત પાયલટોએ ચૂકવવી પડે છે. એચએએલની કાર્યકુશળતા પર ગંભીર સવાલ ઉઠાવતાં વાયુસેનાધ્યક્ષે જણાવ્યું કે પાકિસ્તાન અને ચીનના બેવડા મોરચે યદ્‌ઘ એ ભારતીય વાયુસેના માટે સંકટપૂર્ણ રહેશે, જેની પાસે જરૂરી ૪૨ સ્ક્વોડ્રનને બદલે માત્ર ૩૧ ફાઇટર જેટ સ્ક્વોડ્રન છે. ઉડતા તાબૂતના નામે કુખ્યાત જૂનાં મિગ-૨૧ અને મિગ-૨૩ વિમાનોનું સ્થાન લેવા માટે જે આધુનિક સુપરસોનિક હળવા યુદ્‌ઘ વિમાન (લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ)ની પરિકલ્પના ૧૯૮૦માં કરવામાં આવી હતી, એચએએલે તેનું પહેલું વ્યાવહારિક સ્વરૂપ ૨૦૧૧માં રજૂ કર્યું હતું! પરંત તેનું અંતિમ ઓપરેશનલ ક્લિયરન્સ તે ૨૦૧૬ પહેલાં ન આપી શકી. પછી એચએએલે ૨૦૨૦ સુધી ૪૦ તેજસ વિમાન વાયુસેનાને સોંપવા અને તેજસનું ઉત્કૃષ્ટ સંસ્કરણ તેજસ માર્ક-૧એ રૂપે આપવાનો વાયદો કર્યો.

    Editorial article
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    લેખ

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026
    લેખ

    આજ મારાં નયણાં સફળ થયાં, એ રચનામાં નરસિંહ ભક્તિની કંઈ કક્ષા દર્શાવે છે??

    April 21, 2026
    લેખ

    21 એપ્રિલ, ‘વર્લ્ડ ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન ડે

    April 21, 2026
    લેખ

    લોકસભા વિધાનસભા બેઠકોમાં અનામત વિરુદ્ધ રાજકીય સંગઠનોમાં અનામત – મહિલા અનામતનો પ્રશ્ન

    April 21, 2026
    લેખ

    તંત્રી લેખ…માર્ગ અકસ્માતોની શ્રેણી

    April 21, 2026
    લેખ

    ભગવાનની આત્મિયતાને જાગૃત કરે ત્યારે ભગવાનની શક્તિ તેનામાં ભક્તિરૂપે પ્રગટ થઇ જાય છે

    April 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    22 એપ્રિલનું પંચાંગ

    April 21, 2026

    22 એપ્રિલનું રાશિફળ

    April 21, 2026

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026

    આજ મારાં નયણાં સફળ થયાં, એ રચનામાં નરસિંહ ભક્તિની કંઈ કક્ષા દર્શાવે છે??

    April 21, 2026

    21 એપ્રિલ, ‘વર્લ્ડ ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન ડે

    April 21, 2026

    લોકસભા વિધાનસભા બેઠકોમાં અનામત વિરુદ્ધ રાજકીય સંગઠનોમાં અનામત – મહિલા અનામતનો પ્રશ્ન

    April 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    22 એપ્રિલનું પંચાંગ

    April 21, 2026

    22 એપ્રિલનું રાશિફળ

    April 21, 2026

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.