Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    5 જુલાઈનું રાશિફળ

    July 4, 2025

    5 જુલાઈનું પંચાંગ

    July 4, 2025

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 4, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 5 જુલાઈનું રાશિફળ
    • 5 જુલાઈનું પંચાંગ
    • Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • ૧૦૩મો આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ ૫ જુલાઈ ૨૦૨૫
    • હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ-ભાગ-4
    • Geniben જિલ્લો તો સંભાળી શક્તા નથી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ થવા નીકળ્યા છે
    • Pakistanની સુરક્ષા દળોએ ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા ઓછામાં ઓછા ૩૦ આતંકવાદીઓને માર્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»બે વર્ષ પ્રેમી સાથે રહી હોય તો શરીર સબંધ મહિલાની સંમતિથી થયાનું ગણાય: High Court
    અમદાવાદ

    બે વર્ષ પ્રેમી સાથે રહી હોય તો શરીર સબંધ મહિલાની સંમતિથી થયાનું ગણાય: High Court

    Vikram RavalBy Vikram RavalMarch 13, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.13

    ‘મહિલા પોતાના પતિને છૂટાછેડા આપ્યા બાદ અન્ય પુરૂષ સાથે બે વર્ષ સુધી પત્નીની જેમ રહે અને અને તેની સાથે ગોવા ફરવા માટે પણ જાય ત્યારે આવા કિસ્સામાં પુરૂષ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મહિલાની સ્પષ્ટ સંમતિ ગણાય.

    આ સંમતિ કોઈ હકીકતની ગેરસમજના કારણે આપી દેવામાં આવી હોવાનું પણ ઠરાવી શકાય નહીં.’ મહિલાઓ દ્વારા થતી રેપની ફરિયાદોના મામલાઓથી સંબંધિત એક કેસમાં હાઇકોર્ટના જસ્ટિસ એમ.આર. મેંગડેએ રાજ્ય સરકારની રિવિઝન અરજી રદ કરતા અત્યંત મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.

    જેમાં નીચલી કોર્ટે કેસના તમામ તથ્યો, આક્ષેપો અને ખુદ ફરિયાદી મહિલાની FIRને ધ્યાને લઇ આરોપી પુરુષને નિર્દોષ મુક્ત કર્યો હતો. તેથી રાજ્ય સરકારે આ નિર્ણય સામે રિવિઝન અરજી કરી હતી. જેને હાઇકોર્ટે ફગાવી કાઢી છે.

    વડોદરાના તાલુકા પોલીસ સ્ટેશનમાં IPC ની ધારા 376(2)(n) હેઠળ એક મહિલા દ્વારા FIR નોંધાવવામાં આવી હતી. આ મામલે કેસ ચાલવા પર આવી ગયો હતો. ટ્રાયલ પેન્ડિંગ હતી, ત્યારે આરોપી પુરૂષ દ્વારા Cr.P.Cની ધારા 227 હેઠળ તેને આરોપમાંથી મુક્ત કરવા માટેની અરજી કરાઈ હતી.

    વડોદરાના સેશન્સ જજે આ અરજી ગ્રાહ્ય રાખી હતી અને તે આદેશની નારાજ થઈ રાજ્ય સરકાર દ્વારા રિવિઝન અરજી કરાઈ હતી. જેમાં સરકારે એવી દલીલ કરી હતી કે, ‘આરોપી વિરૂધ્ધ રેપનો ગંભીર ગુનો છે. તેણે લગ્નનો ખોટો વાયદો આપીને પીડિતા સાથે અવારનવાર શરીર સંબંધ બાંધ્યો છે. આ તમામ મુદ્દાને નજરઅંદાજ કરીને સેશન્સ કોર્ટે આરોપીની ડિસ્ચાર્જ અરજી ગ્રાહ્ય રાખી છે. તેથી એ આદેશને રદ કરવો જોઈએ.’

    બંને પક્ષોની રજૂઆત બાદ હાઈકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે, ‘આ કેસની FIRને ધ્યાને લેતાં જ જણાય છે કે ફરિયાદી મહિલા ખુદ કથિત આરોપી સાથે રિલેશનશીપમાં હતી. મહિલા પરિણીત હોવા છતાંય પુરુષ સાથે સંબંધ બાંધીને આગળ વધી હતી અને પોતાના પતિને છૂટાછેડા પણ આપી દીધા હતા.

    જેથી કરીને આરોપી પુરૂષ સાથે સંબંધ આગળ વધારી શકે. ત્યારબાદ તેની સાથે તે ગોવા ફરવા માટે પણ ગઇ હતી. ફરિયાદી મહિલાનો જ કેસ છે કે જ્યારે તે ગોવા ગયા હતા ત્યારે પુરૂષે કહ્યું હતું કે વડોદરા પાછા આવીને લગ્ન ન કરે ત્યાં સુધી શારીરિક સંબંધ નહીં બાંધે.

    મહિલાની FIRમાં જ આ બાબત સ્પષ્ટ છે કે, પુરુષે કોઈ સેક્સ્યુઅલ એડવાન્ટેજ લીધો નહોતો. જો પુરુષે લગ્નનું ખોટું વચન આપીને શારીરિક સંબંધ બાંધવા હોત તો ગોવામાં તેના માટે તક પણ હતી. પરંતુ એવી કોઇ ફરિયાદ મહિલાની નથી. મહિલા આરોપીના ઘરે ગઈ હતી અને તેના માતા-પિતાને પણ મળી હતી. તે ઉપરાંત બે વર્ષ સુધી તે આરોપીની સાથે રહી હતી.

    હાઈકોર્ટે એમ પણ નોંધ્યું છે કે, ’આ કેસની FIRને જોતાં એ પણ સામે આવે છે કે ફરિયાદીએ માત્ર એ માટે જ FIR નોંધાવી હતી કે પુરૂષના કોઇ અન્ય મહિલા સાથે સંબંધ બંધાઈ ગયા હતા. સમગ્ર તથ્યો, FIRને ધ્યાને લઇ નીચલી અદાલતે જે આદેશ કર્યો છે એમાં હાઇકોર્ટને કોઈ ભૂલ જણાતી નથી અને તેથી સરકારની રિવિઝન અરજી રદ કરવામાં આવે છે.’

    Ahmedabad Ahmedabad News High Court
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Geniben જિલ્લો તો સંભાળી શક્તા નથી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ થવા નીકળ્યા છે

    July 4, 2025
    અમદાવાદ

    Ahmedabad માં પ્રાચીન ખજાનાની ચોરી,સરખેજના રોજાના ગુંબજ પરથી કળશ ગાયબ થયું

    July 4, 2025
    અમદાવાદ

    7 જુલાઈથી અમદાવાદમાં શરૂ થશે Gujaratનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર

    July 4, 2025
    અમદાવાદ

    Idar માં 6, મોડાસામાં 5.5 સહિત ગુજરાતમાં ધોધમાર મેઘસવારી

    July 4, 2025
    અમદાવાદ

    વીજ કરંટના કારણે યુવાનના મૃત્યુ બદલ વીજ કંપનીએ યુવકની માતાને વળતર આપવું પડે: HC

    July 3, 2025
    અન્ય રાજ્યો

    દિવ્યાંગતા પેન્શન એ અધિકાર,આવકના પુરાવાની જરૂર નથી: High Court

    July 3, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    5 જુલાઈનું રાશિફળ

    July 4, 2025

    5 જુલાઈનું પંચાંગ

    July 4, 2025

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 4, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 4, 2025

    ૧૦૩મો આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ ૫ જુલાઈ ૨૦૨૫

    July 4, 2025

    હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ-ભાગ-4

    July 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    5 જુલાઈનું રાશિફળ

    July 4, 2025

    5 જુલાઈનું પંચાંગ

    July 4, 2025

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 4, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.