Jetpur,તા.24
સિંધી સમાજના વેલકમ કાર્યક્રમમાં હાજરી આપી પરત ફરતા સિંધી મિત્રોને રસ્તામાં કૂતરું આડું ઉતરતા અકસ્માત નડ્યો
જૂનાગઢના વડાલ ચોકડી પારો શ્વાન આડું ઉતરવાના કારણે ડબલ સવારી બાઈક સ્લીપ મારી જતાં જેતપુરના યુવકનું મીત નીપજ્યું હતું. જ્યારે મિત્રને ઇજા પહોંચતા સારવાર અર્થ હોસ્પિટલમાં ખસેડયો હતો. જુનાગઢમાં સિંધી સમાજના વેલ્કમ કાર્યક્રમમાંથી પરત ફરતા આશાસ્પદ યુવકના મોતથી સિંધી પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે
પ્રાપ્ત વિગત મુજબ જેતપુરના ચાંદની ચોકમાં રહેતાં નરેશભાઈ ત્રિકમદાસ માવા (ઉં.વ.૩૯) ગઈ તા.રર ના સાંજના સમયે સિંધી સમાજ દ્વારા જૂનાગઢમાં આયોજિત કાર્યક્રમમાં મિત્ર સાથે ગયાં ગયાં હતાં. મોડી રાતે કાર્યક્રમ પૂરો થતાં તેઓ મિત્ર સાથે બાઈકમાં ઘરે પરત ફરતા હતાં ત્યારે વડાલ પાસે પહોંચતા શ્વાન આડે ઉતાર્યું હતું. જેને બચાવવા જતાં બાઈક સ્લીપ મારી ગયું હતું અને બંને મિત્રો રોડ પર પટકાયા હતાં. જેમાં બંનેને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ગંભીર રીતે ઘવાયેલા નરેશભાઈને વધુ સારવારમાં રાજકોટ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત ન નિવડતાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પીએમમાં ખસેડયો હતો. વધુમાં મૃતક કાપડની દુકાનમાં નોકરી કરતાં અને ચાર ભાઈ બહેનમાં નાના હતાં. બનાવથી પરીવારમાં શોક છવાયો હતો.