170 બોટલ દારૂ અને બાઈક મળી રૂપિયા 48200 નો મુદ્દામાલ સાથે બે પકડાયા,બે ફરાર
Jetpur,તા.08
જેતપુર શહેરના ફકીર વડા વિસ્તારમાં આવેલા કબ્રસ્તાનની ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂના કટીંગ વેળાએ સ્થાનિક પોલીસે દરોડો પાડી રૂપિયા 11400 ની કિંમતની 114 બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સોની ધરપકડ કરી દારૂ અને બાઇક મળી રૂપિયા 28 200 કરી નાસી છૂટેલા બે શખ્સની શોધખોળ હાથ ધરી છે. વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં દારૂ અને જુગારની બધી ડામી દેવા જિલ્લા પોલીસવાળા હિમકરસિંહ એ આપેલી સૂચનાને પગલે જેતપુર પોલીસ મથકના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે જેતપુર શહેરના ફકીર વાળા કબ્રસ્તાનની નતી કરે તો યુનુસ ઉર્ફે કટાસીયા યાસીન ફકીર નામનો પોતાના ઘર નજીક જાહેરમાં વિદેશી દારૂનો કટીંગ કરતો હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોળો પાળી રૂપિયા 11400 ની કિંમતની 114 બોટલ વિદેશી દારૂ સાથે ભેસાણ પંથકના ઉદય આપાભાઈ બસીયા અને દિગ્વિજય અખેરાજભાઈ બસીયા ની ધરપકડ કરી બાઈક અને દારૂ મળી 48 200 નું મુદ્દામાલ કબજે કરી દરોડા દરમ્યાન અનિરુદ્ધ ભરતભાઈ બસિયા ને કાર લઇ નાસી છૂટતા તેની શોધખોળ હાથ ધરી છે. વધુ તપાસ એ.એસ.આઇ.આર એ વકાતર ચલાવી રહ્યા છે