Mumbai,
Mumbaiના યંગ બેટર આયુષ મ્હાત્રેએ શનિવારે ચેન્નઈ સુપર કિંગ્સ માટે રોયલ ચેલેન્જર્સ બેન્ગલૂરૂ સામે શાનદાર ઇનિંગ્સ રમી હતી. પોતાની ચોથી ઈંઙક મેચમાં તેણે 195.83ના સ્ટ્રાઈક-રેટથી બોટેગ કરતાં નવ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 48 બોલમાં 94 રન ફટકારીને 214 રનના ટાર્ગેટ-ચેઝને સરળ બનાવ્યો હતો.
6 રનથી સેન્ચુરી ચૂકનાર આ પ્લેયરે ચેન્નઈના ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તોડયો હતો. 17 વર્ષ 291 દિવસની ઉંમરે ઈંઙકમાં ફિફ્ટી ફટકારનાર આયુષ ચેન્નઈનો યંગેસ્ટ પ્લેયર બન્યો છે.
આ પહેલાં 2008માં સુરેશ રૈનાએ 21 વર્ષ 148 દિવસની ઉંમરે મુંબઈ ઇન્ડિયન્સ સામે ફિફ્ટી ફટકારીને આ રેકોર્ડ બનાવ્યો હતો. મુંબઈ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમતા આયુષે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે ઈંઙક ડેબ્યુ કરીને ચેન્નઈનો યંગેસ્ટ પ્લેયર બનવાની સિદ્ધિ પણ મેળવી હતી.