Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    22 એપ્રિલનું પંચાંગ

    April 21, 2026

    22 એપ્રિલનું રાશિફળ

    April 21, 2026

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 22 એપ્રિલનું પંચાંગ
    • 22 એપ્રિલનું રાશિફળ
    • કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.
    • આજ મારાં નયણાં સફળ થયાં, એ રચનામાં નરસિંહ ભક્તિની કંઈ કક્ષા દર્શાવે છે??
    • 21 એપ્રિલ, ‘વર્લ્ડ ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન ડે
    • લોકસભા વિધાનસભા બેઠકોમાં અનામત વિરુદ્ધ રાજકીય સંગઠનોમાં અનામત – મહિલા અનામતનો પ્રશ્ન
    • તંત્રી લેખ…માર્ગ અકસ્માતોની શ્રેણી
    • દાર્જિલિંગમાં યોજાયેલી જનસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah રાજ્યની રાજકીય સ્થિતિ પર આકરું નિવેદન આપ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»તંત્રી લેખ…જાતિ આધારિત જનગણનાને રાજનીતિથી દૂર રાખવી જરૂરી
    લેખ

    તંત્રી લેખ…જાતિ આધારિત જનગણનાને રાજનીતિથી દૂર રાખવી જરૂરી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 12, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રાજકીય પક્ષો જાતિની રાજનીતિ કરવાનું કદી ચૂકતા નથી. જાતિગત જનગણના વંચિતો, પીડિતોનાં ઉત્થાન માટે હોય તો, સોનામાં સુગંધ ભળે. નવી વસ્તી ગણતરી આગામી સપ્ટેમ્બરમાં શરૃ થાય એમ બને, સિવાય કે બીજી કોઈ એવી ઘટના બને ને પ્રજાનું ધ્યાન બીજી દિશાએ વાળવું પડે તો વાત જુદી છે. કોરોનાને કારણે વસ્તી ગણતરી ૨૦૧૧માં થઈ ન શકી ૩૦ એપ્રિલ, ૨૦૨૫ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં જાતિગત વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લેવાયો. આ વખતે મૂળ વસ્તી ગણતરીમાં જાતિની ગણતરી પણ હશે.

    જો વસ્તી ગણતરી થાય છે, તો આ વખતે મહત્ત્વ એ વાતે વધે એમ છે કે તે સ્ત્રી-પુરુષની સંખ્યાના આંકડા કે એસસી, એસટી જાતિ આધારિત ગણતરી પૂરતી સીમિત નહીં હોય, પણ આખા દેશની દરેક જાતિ, દરેક જ્ઞાાતિની ગણતરી પણ તેમાં હશે. જાતિનું ખાનું હવે અનિવાર્યપણે ભરવાનું થશે. કોંગ્રેસના વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઘણા વખતથી જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરી રહ્યા હતા ને હવે કેન્દ્ર સરકારે તેના પર મંજૂરીની મહોર મારી છે. આ ગણતરી બે’ક વર્ષમાં પૂરી કરવાનો સરકારનો ઇરાદો છે. એના આંકડા ૨૦૨૭ની શરૃઆત સુધીમાં આવે એવી ધારણા છે. આવો પ્રયત્ન અંગ્રેજી શાસકોએ ૧૯૩૧માં કર્યો હતો, તે પછી સ્વતંત્ર ભારતમાં આ પહેલો પ્રયત્ન છે. ૨૦૧૧માં મનમોહનસિંહની સરકારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો પ્રયત્ન થયો હતો. ૨૫ કરોડ શહેરી અને ગ્રામીણ લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો, પણ કોઈક કારણસર તેના આંકડાઓ જાહેર ન થયા. કર્ણાટક, બિહાર જેવાં રાજ્યોમાં જાતિ આધારિત વસ્તી ગણતરીના આંકડાઓ જાહેર થયા હતા.

    સ્વતંત્રતા પછી નહેરુથી લઈને નરસિંહરાવની સરકારો આવી, પણ કોઈને જાતિ આધારિત જનગણનાનો વિચાર આવ્યો ન હતો. ત્યારે આગામી ઓકટોબર-નવેમ્બરમાં આવી રહેલી બિહારનીચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર સંભવતઃ આ ગણતરી કરાવશે તેવી રાજકીય ચર્ચા છે. જાતિ આધારિત ગણતરીનો લાભ કોઈ પણ પક્ષ જતો કરે એમ નથી, એટલે અન્ય જાતિઓની જેમ દરેકની જાતિ આધારિત ગણતરી થશે, તે એટલે કે ઘણી પછાત જાતિઓ છે તેની પણ ગણતરી થશે. આની આગળની વાત એવી થઈ શકે કે યોજનાઓનાં અમલીકરણ સંદર્ભે અનામતનો મુદ્દો સપાટી પર આવે. તે સાથે જ મહિલાઓ અંગે પણ વિચારવાનું આવે.

    હવે બધી જ જાતિઓની ગણતરીના આંકડાઓ બહાર પડે તો અનામતની માંગ વધે એમ બંને. કોર્ટે આરક્ષણની મર્યાદા ૫૦ ટકા સુધી સીમિત રાખી છે, તો એની ઉપરવટ જવા જેવું ખરું? આ પ્રશ્ન સામે બહુ સ્પષ્ટ છે કે ને બધાંને માટે એ વ્યવસ્થા થાય જ એની ખાતરી નથી. ભાજપ સરકાર એક તબક્કે જાતિગત વસ્તી ગણતરી માટે તૈયાર ન હતી. જોકે, બિહારમાં ભાજપે જાતિગત વસ્તી ગણતરીને ટેકો આપ્યો હતો. હવે તે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવીને, વિપક્ષનું પોતે પણ સાંભળે છે એમ બતાવીને હાથ ઉપર રાખી શકે. બાકી, આ જ એનડીએએ કોંગ્રસ અને અન્ય વિપક્ષો પર જાતિગત વસ્તી ગણતરી દ્વારા દેશને વિભાજિત કરવાનો આરોપ મૂક્યો હતો. જાતિગત ગણતરીનો ભાજપને વાંધો હોય તો પણ, ચૂંટણીમાં ટિકિટ ફાળવવાથી માંડીને ખાતાંની વહેંચણીઓમાં જાતિ ન જોવાઈ હોય એવું અપવાદરૃપે ભાજપમાં તો શું, કોઈ પક્ષમાં બન્યું નથી. ૨૦૧૧ની જનગણના મુજબ દેશમાં ૪૬ લાખ જેટલી જાતિ, ઉપજાતિઓ છે. આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓને મુખ્ય પ્રવાહમાં લાવવા અને લાંબા સમયથી તેમના અધિકારોથી વંચિત લોકોના ગૌરવને પુનઃસ્થાપિત કરવાના દૃષ્ટિકોણથી અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

    Editorial article
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    લેખ

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026
    લેખ

    આજ મારાં નયણાં સફળ થયાં, એ રચનામાં નરસિંહ ભક્તિની કંઈ કક્ષા દર્શાવે છે??

    April 21, 2026
    લેખ

    21 એપ્રિલ, ‘વર્લ્ડ ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન ડે

    April 21, 2026
    લેખ

    લોકસભા વિધાનસભા બેઠકોમાં અનામત વિરુદ્ધ રાજકીય સંગઠનોમાં અનામત – મહિલા અનામતનો પ્રશ્ન

    April 21, 2026
    લેખ

    તંત્રી લેખ…માર્ગ અકસ્માતોની શ્રેણી

    April 21, 2026
    લેખ

    ભગવાનની આત્મિયતાને જાગૃત કરે ત્યારે ભગવાનની શક્તિ તેનામાં ભક્તિરૂપે પ્રગટ થઇ જાય છે

    April 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    22 એપ્રિલનું પંચાંગ

    April 21, 2026

    22 એપ્રિલનું રાશિફળ

    April 21, 2026

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026

    આજ મારાં નયણાં સફળ થયાં, એ રચનામાં નરસિંહ ભક્તિની કંઈ કક્ષા દર્શાવે છે??

    April 21, 2026

    21 એપ્રિલ, ‘વર્લ્ડ ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન ડે

    April 21, 2026

    લોકસભા વિધાનસભા બેઠકોમાં અનામત વિરુદ્ધ રાજકીય સંગઠનોમાં અનામત – મહિલા અનામતનો પ્રશ્ન

    April 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    22 એપ્રિલનું પંચાંગ

    April 21, 2026

    22 એપ્રિલનું રાશિફળ

    April 21, 2026

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.