સોમનાથમાં એક સમયે શેરીએ-શેરીએ નરવા સાદ દેતી મહિલાઓ મધ લેવાં વ..હો..મધનું વેચાણ કરતી
ઔષધિય ગુણો, પર્યાવરણ જતન, પૌષ્ટિક ગુણોનો ભંડાર મધ-નામ અને સ્વાદ જેવા જ ગુણો
સમગ્ર વિશ્વ ૨૦ મે.ના રોજ વિશ્વ મધમાખી દિવસ તરીકે ઉજવી રહ્યું છે ત્યારે મધ મીઠા નામ એવા જ ગુણો ધરાવતા મધ સોમનાથ-પ્રભાસ-પાટણમાં છવાયેલ રહેલુ છે. એક સમયે પ્રભાસની શેરીઓમાં કોઈ-કોઈ વાર શ્રમિક મહિલાઓ માથે સુંડલો લઈ તેમા મધના પુડા સાથે નરવા સાદે મધ-લેવાં..ગ..હો..અ..બોલી મધ વેંચવા આવતી કેટલાક વર્ગ ઝાડમાંના મધપુડા દૂર કરવાનુ કામ પણ કરતા જેમાં કપડાના ડૂચાની મશાલ બનાવી મધમાખીના પુડાને ભગાડતા પણ હતા અને મધમાખી કરડવાની વેદનાથી દવાખાને જવાના કિસ્સા પણ બનતા. વિશ્વ મધમાખી દિવસ ૨૦ મે ૨૦૧૭ મધમાખી ઉછેર કરનારા એશો.ને વિશ્વ મધમાખી દિવસ ઉજવવા માંગણી કરાઈ અને ૨૦૧૮ માં પ્રથમ મધમાખી દિવસ ઉજવાયો. મધમાખી ઉછેર ટેકનીકમાં એન્ટોન જાન્સાએ જે પઘ્ધતિ વિકસાવી તેનો જન્મ પણ ૨૦ મે ૧૭૩૪ હતો જેથી સર્વત્ર સ્વીકૃતી મળી.
સોમનાથના મીઠાપુર ગામના ભગવાનભાઈ, ચિંતુભાઈ મધમાખી ઉછેર માટે સતત કાર્યશીલ છે જે આગામી દિવસોમાં તેઓના પ્રતિવર્ષ ક્રમ મુજબ વાડીમાં ૨૦૦ જેટલા મધુપાલન બોકસો લગાવશે. મધમાખી ઉછેર કેન્દ્ર માટે સરકારની સબસીડી પણ મળે છે તેમ ચિંતુભાઈ કહે છે અને આને માટે હાથ મોજા, મો ઢાંકવાના પડદા અને બોકસોની જાળવણી-સાફસુફી અને મધ કેમ એકઠું કરવું તેની તાલીમ પણ અપાય છે. પ્રભાસના અન્ય ખેડૂતો આગલા વર્ષોમાં મધમાખી ઉછેર કેન્દ્ર ચલાવતા પણ સાથો-સાથ તેઓનો મુખ્ય વ્યવસાય ખેતી હોય તેમાં ઘ્યાન ન આપી શકતા કે સમય ઓછો થતા સાથો-સાથ દરેક બોકસોની સફાઈ મધ કાઢવુ, સુરક્ષા રાખવી સહિત અનેક આનુસંગીકને કારણે હવે મધમાખી ઉછેર કેન્દ્ર ચલાવતા નથી.
મધપુડામાં રાણી મધમાખીનુ બહુ જ મહત્વ હોય છે અન્ય માખીઓ રાણી માખીએ ઈંડામાંથી જન્મતી હજારોની સંખ્યામાં માખીઓ અંદરો-અંદર કામ વહેંચી લે છે. મધ બિમારી પ્રસંગે-આરોગ્ય પૌષ્ટિકતા માટે એક વૃક્ષ ઉપરથી બીજા વૃક્ષ ઉપર જઈ કે ફૂલોના છોડો ઉપર જઈ પરાગ નયનનું મહત્વનુ કાર્ય કરે છે. દેવપૂજામાં પણ ધમ વપરાય છે હાલના યુગમાં મધ ઉછેરની પેટીઓ ખેતરમાં ગોઠવી સ્વાલંબન અને વધુ આર્થિક ઉપાર્જનનુ નવી ટેકનીક સુવિધા સાથે કિશાન ઉપયોગી સાધન બન્યું છે.

