Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bangladesh માં સંત ચિન્મય કૃષ્ણદાસને મોટી રાહત, વધુ બે કેસમાં જામીન મળ્યા

    September 7, 2026

    શું તેઓ ’New Mexico’નું નામ બદલીને ’ન્યૂ અમેરિકા રાખશે,ટ્રમ્પનો નવો વિચાર

    September 7, 2026

    Iran પછી, હવે ક્યુબા મુશ્કેલીમાં છે! અમેરિકાએ નવા પ્રતિબંધો લાદ્યા છે

    September 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bangladesh માં સંત ચિન્મય કૃષ્ણદાસને મોટી રાહત, વધુ બે કેસમાં જામીન મળ્યા
    • શું તેઓ ’New Mexico’નું નામ બદલીને ’ન્યૂ અમેરિકા રાખશે,ટ્રમ્પનો નવો વિચાર
    • Iran પછી, હવે ક્યુબા મુશ્કેલીમાં છે! અમેરિકાએ નવા પ્રતિબંધો લાદ્યા છે
    • Afghanistan માં Earthquake આવ્યો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૧ માપવામાં આવી
    • Nigeria એ ઝિમ્બાબ્વેને રોમાંચક મેચમાં ૪ રનથી હરાવીને ૨૦૨૭ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું
    • Satwik-Chirag ઇતિહાસ રચ્યો, ચીની જોડીને હરાવીને પહેલીવાર ચાઇના માસ્ટર્સનો ખિતાબ જીત્યો
    • દુલીપ ટ્રોફી ફાઇનલમાં હાઇ-વોલ્ટેજ ડ્રામા શરૂ થયો, Vaibhav Suryavanshi અને Tilak Verma વચ્ચે ટક્કર
    • Rinku Singh ની કેપ્ટનશીપ હેઠળ, મેરઠની ટીમ ચેમ્પિયન બની, ફાઈનલમાં લખનૌને ૯૪ રનથી હરાવ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»૨૨ જુલાઈ: ‘રાષ્ટ્રીય ધ્વજ અંગીકાર દિન’ – તિરંગાની ગરિમા, શૌર્ય અને રાષ્ટ્રચેતનાનો ઉત્સવ
    લેખ

    ૨૨ જુલાઈ: ‘રાષ્ટ્રીય ધ્વજ અંગીકાર દિન’ – તિરંગાની ગરિમા, શૌર્ય અને રાષ્ટ્રચેતનાનો ઉત્સવ

    Vikram RavalBy Vikram RavalJuly 21, 2026Updated:July 22, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ૨૨ જુલાઈ ૧૯૪૭ના રોજ ભારતીય બંધારણ સભા દ્વારા ‘તિરંગા’ને રાષ્ટ્રીય ધ્વજ તરીકે મળ્યો હતો સત્તાવાર દરજ્જો

    ત્રિરંગાના ત્રણ રંગો અને ૨૪ આરા ધરાવતું અશોક ચક્ર આપે છે શૌર્ય, શાંતિ, સમૃદ્ધિ અને અવિરત પ્રગતિનો સંદેશ

    હર ઘર તિરંગા’ના ભાવ સાથે રાજ્યના તમામ નાગરિકો ‘ભારતીય ધ્વજ સંહિતા’નું અક્ષરશઃ પાલન કરી તિરંગાની ગરિમા જાળવે તે અનિવાર્ય

    વિશેષ અહેવાલ:- ભાવિકા લીંબાસીયા
    માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર

    ૨૨મી જુલાઈ ૧૯૪૭નો દિવસ ભારતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક ચિંતનમાં સુવર્ણ અક્ષરે કંડારાયેલો છે. આ એ પાવન દિવસ હતો જ્યારે આઝાદીના માત્ર ત્રણ સપ્તાહ પહેલાં, ભારતીય બંધારણ સભાએ એકસૂરે અને પૂર્ણ ગૌરવ સાથે ‘તિરંગા’ને સ્વતંત્ર ભારતનો અધિકૃત રાષ્ટ્રીય ધ્વજ તરીકે અંગીકાર કર્યો હતો. આથી જ, દર વર્ષે ૨૨મી જુલાઈને સમગ્ર દેશમાં ‘રાષ્ટ્રીય ધ્વજ અંગીકાર દિન’ National Flag Adoption Day તરીકે અત્યંત શ્રદ્ધા, ઉત્સાહ અને રાષ્ટ્રપ્રેમ સાથે ઉજવવામાં આવે છે. સ્વતંત્રતાના અમૃત કાળમાં આ દિવસ ભૂતકાળની વિરાસતનું સ્મરણ કરાવવાની સાથે દેશ માટે પ્રાણોની આહુતિ આપનારા અમર શહીદો, ક્રાંતિકારીઓ અને બંધારણ સભાના તત્વચિંતકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો શ્રેષ્ઠ અવસર છે.

    આપણા રાષ્ટ્રધ્વજના સર્જન પાછળ એક દીર્ઘ અને પ્રેરણાદાયી ઐતિહાસિક યાત્રા રહેલી છે. આ વિરાટ સંકલ્પના પાછળ આંધ્રપ્રદેશના મહાન સ્વતંત્રતા સેનાની અને ડિઝાઇનર પિંગલી વેંકૈયાનું અપ્રતિમ યોગદાન છે. તેમણે વિશ્વના વિવિધ દેશોના ધ્વજોનો ગહન અભ્યાસ કરીને ભારતની ભૂગોળ, વિવિધતા અને આધ્યાત્મિક ચેતનાને અનુરૂપ ધ્વજની ડિઝાઇન તૈયાર કરી હતી. પ્રારંભિક તબક્કામાં ૧૯૨૧માં પૂજ્ય ગાંધીજીની પ્રેરણાથી ધ્વજમાં ‘ચરખા’ને સ્થાન આપવામાં આવ્યું હતું, જે આત્મનિર્ભરતા અને સ્વદેશી ચેતનાનું પ્રતીક હતું. ત્યારબાદ ૨૨ જુલાઈ ૧૯૪૭ના રોજ બંધારણ સભાએ ચરખાના સ્થાને સારનાથના સિંહસ્તંભ પરથી લેવાયેલા ૨૪ આરા ધરાવતા ‘અશોક ચક્ર’નો સમાવેશ કરીને તિરંગાને આધુનિક અને સર્વસમાવેશી રૂપ આપ્યું.

    તિરંગાની ત્રણેય પટ્ટીઓ અને મધ્યમાં બિરાજમાન અશોક ચક્ર ભારતીય સંસ્કૃતિના ઉચ્ચતમ આદર્શોને વાચા આપે છે. સૌથી ઉપરનો કેસરી રંગ શૌર્ય, સાહસ, ત્યાગ અને રાષ્ટ્ર કાજે સર્વસ્વ ન્યોછાવર કરવાની અદમ્ય ભાવનાનું સૂચક છે. મધ્યમાં રહેલો શ્વેત રંગ સત્ય, અહિંસા, શાંતિ અને પવિત્રતાનો સનાતન સંદેશ આપે છે, જે વિશ્વને ભારતની શાંતિપ્રિયતાનો પરિચય કરાવે છે. સૌથી નીચેનો લીલો રંગ દેશની સુજલામ્-સુફલામ્ સમૃદ્ધિ, કૃષિ સંસ્કૃતિ, પ્રકૃતિ સાથેના જોડાણ અને વિશ્વાસનું પ્રતીક છે. મધ્યમાં આવેલું ઘેરા વાદળી રંગનું અશોક ચક્ર એ દેશની અવિરત ગતિશીલતા અને ન્યાયપૂર્ણ વિકાસનું સક્ષમ પ્રતીક છે. તેના ૨૪ આરા આપણને ૨૪ કલાક નિરંતર કર્તવ્યપથ પર આગળ વધવાની અને ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે.

    ગુજરાત સરકાર રાષ્ટ્રીય પ્રતીકો અને ધ્વજની ગરિમાને જાળવી રાખવા માટે સતત કટિબદ્ધ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશ સહિત ગુજરાતમાં યોજાયેલા ‘હર ઘર તિરંગા’ અને ‘મેરી માટી મેરા દેશ’ જેવા જન-અભિયાનોએ રાષ્ટ્રભક્તિની એક નવી અલખ જગાવી છે. ગુજરાતના ખૂણે-ખૂણે, સરકારી ભવનોથી લઈને પ્રત્યેક નાગરિકના ઘર પર લહેરાતો તિરંગો એ વાતનું પ્રતીક છે કે ગુજરાતનો નાગરિક રાષ્ટ્રીય અખંડિતતા માટે તન, મન અને ધનથી સમર્પિત છે. તમામ નાગરિકો ‘ભારતીય ધ્વજ સંહિતા’નું પવિત્રતાથી પાલન કરે, ધ્વજનો ક્યારેય અનાદર ન થાય તેની કાળજી રાખે અને ધ્વજ પ્રત્યેના સન્માનને પોતાના દૈનિક જીવનનો સહજ ભાગ બનાવે તે ઇચ્છનીય છે.

    રાષ્ટ્રીય ધ્વજ અંગીકાર દિનના આ પાવન અવસરે આપણે સૌ એકજૂટ થઈને સંકલ્પ કરીએ કે આપણા શ્રમ, આચરણ, વિચાર અને કર્તવ્યપાલન દ્વારા ભારત દેશને વિશ્વમંચ પર એક સક્ષમ, સમૃદ્ધ અને સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરીશું. શિક્ષણ, વિજ્ઞાન, રમતગમત અને ક્ષેત્રીય વિકાસથી લઈને દેશની સરહદોની સુરક્ષા સુધીના દરેક ક્ષેત્રમાં તિરંગાની શાન ઊંચી રહે તે માટે નિષ્ઠાપૂર્વક કાર્યરત રહીએ. આપણો આ તિરંગો ગગનની અનંત ઊંચાઈઓમાં શાનથી લહેરાતો રહે અને તેની શીતળ છત્રછાયા હેઠળ આપણો દેશ અને રાજ્ય નૂતન પ્રગતિના સોપાનો સર કરતા રહે એ જ આપણી ખરી રાષ્ટ્રસેવા છે.

    Bhavika Limbasiya
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot શહેર-ગ્રામ્યમાં ‘કલા મહાકુંભ : ૨૦૨૬-૨૭’ માટે નોંધણી શરૂ
    Next Article ઢાંક ગામે વિનામૂલ્યે નેત્રયજ્ઞ યોજાયો, 110 દર્દીઓની આંખની તપાસ કરાઈ
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    તંત્રી લેખ…દિલ્હીના સત્ય નિકેતનમાં એક જર્જરિત ઇમારતના ધ્વંસથી એક એવી સિસ્ટમનો પર્દાફાશ થયો

    September 7, 2026
    ધાર્મિક

    બુધવારે રાંધણછઠ્ઠનુ મહત્વ તથા ચૂલો ઠારવાનુ મુહૂર્ત, હળછઠ્ઠ, બલરામ જયંતી

    September 1, 2026
    લેખ

    તંત્રી લેખ…ભારત-ચીન સંબંધો માટે એક નવી દિશા

    September 1, 2026
    ધાર્મિક

    મંગળવારે Nag Panchamનું મહત્વ

    August 31, 2026
    લેખ

    Surendranagarના પટોળાની પરંપરાને વૈશ્વિક ઓળખ અપાવનાર પંકજ મકવાણાને માનદ ડી.લિટ.ની પદવી એનાયત

    August 31, 2026
    ધાર્મિક

    શિવચિંતન

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,130
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,290
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹231,450
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-09-2026 20:13
    Categories
    Latest News

    Bangladesh માં સંત ચિન્મય કૃષ્ણદાસને મોટી રાહત, વધુ બે કેસમાં જામીન મળ્યા

    September 7, 2026

    શું તેઓ ’New Mexico’નું નામ બદલીને ’ન્યૂ અમેરિકા રાખશે,ટ્રમ્પનો નવો વિચાર

    September 7, 2026

    Iran પછી, હવે ક્યુબા મુશ્કેલીમાં છે! અમેરિકાએ નવા પ્રતિબંધો લાદ્યા છે

    September 7, 2026

    Afghanistan માં Earthquake આવ્યો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૧ માપવામાં આવી

    September 7, 2026

    Nigeria એ ઝિમ્બાબ્વેને રોમાંચક મેચમાં ૪ રનથી હરાવીને ૨૦૨૭ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું

    September 7, 2026

    Satwik-Chirag ઇતિહાસ રચ્યો, ચીની જોડીને હરાવીને પહેલીવાર ચાઇના માસ્ટર્સનો ખિતાબ જીત્યો

    September 7, 2026
    Search
    Main News

    Bangladesh માં સંત ચિન્મય કૃષ્ણદાસને મોટી રાહત, વધુ બે કેસમાં જામીન મળ્યા

    September 7, 2026

    શું તેઓ ’New Mexico’નું નામ બદલીને ’ન્યૂ અમેરિકા રાખશે,ટ્રમ્પનો નવો વિચાર

    September 7, 2026

    Iran પછી, હવે ક્યુબા મુશ્કેલીમાં છે! અમેરિકાએ નવા પ્રતિબંધો લાદ્યા છે

    September 7, 2026

    Afghanistan માં Earthquake આવ્યો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૧ માપવામાં આવી

    September 7, 2026

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ, Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bangladesh માં સંત ચિન્મય કૃષ્ણદાસને મોટી રાહત, વધુ બે કેસમાં જામીન મળ્યા

    September 7, 2026

    શું તેઓ ’New Mexico’નું નામ બદલીને ’ન્યૂ અમેરિકા રાખશે,ટ્રમ્પનો નવો વિચાર

    September 7, 2026

    Iran પછી, હવે ક્યુબા મુશ્કેલીમાં છે! અમેરિકાએ નવા પ્રતિબંધો લાદ્યા છે

    September 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.