Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    શેનેલ ફેશન શોના ગેસ્ટ તરીકે Ananya Pandey નો લૂક વખણાયો

    July 9, 2026

    ‘કિંગ’ Shah Rukh Khan ની સૌથી મોંઘી ફિલ્મ બનશે

    July 9, 2026

    ટાટા પરિવારની ૩ પેઢીઓના દિગ્ગજો પર સિરીઝની વિવિધ સીઝન બનશે

    July 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • શેનેલ ફેશન શોના ગેસ્ટ તરીકે Ananya Pandey નો લૂક વખણાયો
    • ‘કિંગ’ Shah Rukh Khan ની સૌથી મોંઘી ફિલ્મ બનશે
    • ટાટા પરિવારની ૩ પેઢીઓના દિગ્ગજો પર સિરીઝની વિવિધ સીઝન બનશે
    • શુક્રવારે શિવપંથી યોગીની એકાદશી જ્યારે શનિવારે વૈષ્ણવપંથ ની એકાદશી
    • ભારતને હવે ફક્ત ભેળસેળમુક્ત અભિયાનની જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સલામત ખાદ્ય મિશનની પણ જરૂર છે
    • શાળાઓમાં પાઠ્યપુસ્તકો, ગણવેશ અને શૈક્ષણિક સામગ્રીની ફરજિયાત ખરીદી પર રાષ્ટ્રીય ચર્ચાની જરૂર છે
    • તંત્રી લેખ…સરકારી શાળાઓની ગુણવત્તાનો પ્રશ્ન
    • સ્ત્રી ભ્રૂણ હત્યા માત્ર ડોકટરો જ નહીં, સમગ્ર સિન્ડિકેટને નિશાન બનાવવામાં આવી છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Russia એ યુક્રેનના ૩૦ થી વધુ શહેરો પર મોટો હુમલો કર્યો
    આંતરરાષ્ટ્રીય

    Russia એ યુક્રેનના ૩૦ થી વધુ શહેરો પર મોટો હુમલો કર્યો

    Vikram RavalBy Vikram RavalMay 25, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું, “આ હુમલો નાગરિકોને નિશાન બનાવવા માટે એક ઇરાદાપૂર્વકની રણનીતિ છે

    Ukraine, તા.૨૫

    શુક્રવાર અને શનિવારે રાત્રે રશિયાએ યુક્રેનના ૩૦ થી વધુ શહેરોપર હુમલો કર્યો છે. આ હુમલામાં ૧૨ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા અને ઘણા ઘાયલ થયા. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ એક કડક નિવેદન જારી કરીને આ હુમલાની નિંદા કરી અને આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી. ઝેલેન્સકીએ પોસ્ટ કરી કહ્યું, “અમારી આપાતકાલીન ટીમો જમીન પર કામ કરી રહી છે, જ્યાં જરૂર હોય ત્યાં લોકોને રાહત પૂરી પાડે છે. હું તેમના સમર્પણ બદલ તેમનો આભાર માનું છું,” .

    ઝેલેન્સકીએ આગળ લખ્યું કે રશિયન હુમલાની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રશિયાએ એક જ રાતમાં લગભગ ૩૦૦ હમલાવર ડ્રોનથી હુમલો કર્યો. આમાંના મોટાભાગના ઈરાની બનાવટના ડ્રોન હતા, જેને યુક્રેનિયન ક્ષેત્રમાં મોકલવામાં આવ્યા હતા. આ સાથે રશિયાએ લગભગ ૭૦ બેલિસ્ટિક અને ક્રુઝ મિસાઇલોથી વિવિધ શહેરો પર હુમલો કર્યો.

    યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના જણાવ્યા મુજબ, રશિયન હુમલાના મુખ્ય લક્ષ્યો રાજધાની કીવ સહિત ઝાયટોમીર, ખેમેલનિત્સકી, ટેરનોપિલ, ચેર્નિહિવ, સુમી, ઓડેસા, પોલ્ટાવા, નીપર, માયકોલાઈવ, ખાર્કીવ અને ચર્કાસી પ્રદેશો હતા. મોટાભાગના હુમલાઓ સીધા નાગરિક વિસ્તારો સામે થયા હતા. કિવમાં યુનિવર્સિટીના છાત્રાવાસને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા, જેના કારણે વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાયો હતો. ઘણા ઔદ્યોગિક એકમો અને રહેણાંક ઇમારતોને પણ ભારે નુકસાન થયું હતું.

    રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું, “આ હુમલો નાગરિકોને નિશાન બનાવવા માટે એક ઇરાદાપૂર્વકની રણનીતિ છે.

    બાળકો સહિત ઘણા નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા. આ આતંકવાદ છે. મારી ઊંડી સંવેદના છે.” ઝેલેન્સકીએ આ હુમલાને રશિયા સામે નવા અને કડક પ્રતિબંધો માટે પૂરતો આધાર ગણાવ્યો. અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોના મૌન પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું, “દુનિયા ભલે સપ્તાહાંતની ઉજવણી કરી રહી હોય, પરંતુ યુક્રેનમાં યુદ્ધ ચાલુ છે. અમેરિકા અને અન્ય દેશોનું મૌન પુતિનને વધુ આક્રમક બનાવી રહ્યું છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યાં સુધી રશિયન નેતૃત્વ પર વાસ્તવિક અને મજબૂત દબાણ નહીં આવે ત્યાં સુધી આ ક્રૂરતા બંધ નહીં થાય.

    ઝેલેન્સકીએ કહ્યું, “સંયુક્ત રાજ્ય અમેરિકા અને યુરોપ સહિત શાંતિ ઇચ્છતા તમામ દેશોએ હવે પોતાનો સંકલ્પ મજબૂત બનાવવો જોઈએ. રશિયાની આર્થિક નબળાઈઓ બધા જાણે છે – તેમને નિશાન બનાવીને જ યુદ્ધ અટકાવી શકાય છે.” અંતમાં  ઝેલેન્સકીએ વિશ્વને ચેતવણી આપી કે હવે રશિયા પર એવું દબાણ લાવવાનો સમય આવી ગયો છે કે પુતિન મિસાઇલો છોડવાને બદલે યુદ્ધનો અંત લાવવા વિશે વિચારવા મજબૂર થાય. યુક્રેનમાં પરિસ્થિતિ સતત બગડી રહી છે અને આ હુમલો એ વાતનો સંકેત છે કે યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થવાની શક્યતા હાલમાં દેખાતી નથી.

    major attack more than 30 cities Russia launches Ukraine
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Iran નું મારી હત્યા કરવાનું કાવતરું, હિટલીસ્ટમાં હું ટોપ પર : Donal Trump

    July 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    પુરી રાત Iran પર અમેરિકાના 90 હુમલા : ચાબહાર પોર્ટ પ્રથમ વખત નિશાન

    July 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    Melbourneમાં Narendra Modiનું કારોબારીઓને સંબોધન,સ્ટુડન્ટ મોબિલીટીને ટેલેન્ટ પાર્ટનરશીપમાં બદલવાનુ આહ્વાન

    July 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iran પર અમેરિકાના હવાઈ હુમલા બાદ તણાવ વધ્યો, કુવૈત અને બહેરીન તરફ મિસાઈલો છોડાઈ

    July 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    NATO summit માં ગ્રીનલેન્ડ પર તણાવ,ટ્રમ્પે ફરી એકવાર રશિયા અને ચીનનો ભય ઉભો કરીને યુરોપને ધમકી આપી

    July 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    Benjamin Netanyahu એ ટ્રમ્પ દ્વારા તુર્કીને અમેરિકન એફ-૩૫ સ્ટીલ્થ ફાઇટર જેટ વેચવાના પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો

    July 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    શેનેલ ફેશન શોના ગેસ્ટ તરીકે Ananya Pandey નો લૂક વખણાયો

    July 9, 2026

    ‘કિંગ’ Shah Rukh Khan ની સૌથી મોંઘી ફિલ્મ બનશે

    July 9, 2026

    ટાટા પરિવારની ૩ પેઢીઓના દિગ્ગજો પર સિરીઝની વિવિધ સીઝન બનશે

    July 9, 2026

    શુક્રવારે શિવપંથી યોગીની એકાદશી જ્યારે શનિવારે વૈષ્ણવપંથ ની એકાદશી

    July 9, 2026

    ભારતને હવે ફક્ત ભેળસેળમુક્ત અભિયાનની જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સલામત ખાદ્ય મિશનની પણ જરૂર છે

    July 9, 2026

    શાળાઓમાં પાઠ્યપુસ્તકો, ગણવેશ અને શૈક્ષણિક સામગ્રીની ફરજિયાત ખરીદી પર રાષ્ટ્રીય ચર્ચાની જરૂર છે

    July 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    શેનેલ ફેશન શોના ગેસ્ટ તરીકે Ananya Pandey નો લૂક વખણાયો

    July 9, 2026

    ‘કિંગ’ Shah Rukh Khan ની સૌથી મોંઘી ફિલ્મ બનશે

    July 9, 2026

    ટાટા પરિવારની ૩ પેઢીઓના દિગ્ગજો પર સિરીઝની વિવિધ સીઝન બનશે

    July 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.