Jamnagar તા ૨૬
, જામનગરમાં મચ્છર નગર વિસ્તારના હાઉસિંગ બોર્ડ ના એક એપાર્ટમેન્ટ ની દિવાલ નો જર્જરીત હિસ્સો ગઈકાલે રાત્રિના સમયે એકાએક ધસી પડતાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો, સદભાગ્યે આ સમયે ત્યાંથી કોઈ વ્યક્તિ પસાર થતી ન હોવાના કારણે કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ નીચે પાર્ક કરેલા ટુ-વ્હીલર-રીક્ષા સહિતના કેટલાક વાહનો, કે જેમાં નુકસાની થઈ હતી, અને ધડાકા સાથે કાટમાળ ધસી પડવાથી અનેક લોકો એકત્ર થઈ ગયા હતા.