બાબરા પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમનારા ઓને લોક અપ ની હવા ખવડાવી
Babra,તા.09
બાબરા પંથકમાં જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે લાલ આંખ કરતાં શકુનીઓમાંફફડાટ ફેલાયો છે બાબરાના અમરાપરમફતિયા પરા મા જાહેરમાં જુગાર રમતા ૮ શખ્સોને પોલીસે 10 હજાર થી વધુની મતા સાથે ઝડપી લોકપની હવા ખવડાવીહતી,આ અંગે પ્રાપ્ત વિગત મુજબ બાબરા પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન અમરાપર મફતિયાપરામા સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા અમરાપરના મનુ કાળુ ડાભી , ભાવેશ રતિલાલ તન્ના , રાજુભાઈ મનુભાઈ ડાભી , દિપક કિશોર ધર્માણી , પારસ નરેશ રાઠોડ , યુવરાજ રાજુ વાઘેલા , ધવલ ગોરા રાતડીયા , અને ગોવિંદ ધનજી ઝિંઝુવાડીયા , ને જુગાર રમતા 10 430 ની રોકડ અને મુદ્દામાલ સહિત 110430 ની બધા સાથે જુગારધારા કલમ 12 મુજબ ઝડપી લઇ લોકઅપ હવાલે કર્યા હતા આ અંગે તમામ વિરુદ્ધ બાબરા પોલીસમાં કોન્સ્ટેબલ ભુપતભાઈ રામભાઈ સરસીયા એ ફરિયાદ નોંધાવી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી હતીહતી