New Delhi, તા.10
એન્ટીબાયોટીક સહિતની દવાઓ પર સરકાર દ્વારા લગાવાતા નિયંત્રણો વચ્ચે હવે એક નવી જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત 12 ટકાથી વધુ આલ્કોહોલ ધરાવતી દવાઓને શિડ્યુલ એચ-1 શ્રેણીમાં મુકવામાં આવી છે.
તબીબોના પ્રસ્ક્રીપ્શન વિના આપી નહીં શકાય એટલું જ નહીં તેનું વેચાણ કરતાં દુકાનદારો-કેમીસ્ટોએ તેનો રેકર્ડ રાખવાનું પણ ફરજીયાત બનાવવામાં આવ્યું છે. આ નિર્ણયથી કફસિરપ અને ટોનિકના વેચાણ પર વ્યાપક અસર થવાની સંભાવના છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કફસિરપમાં આલ્કોહોલની માત્રા વધુ હોય છે અત્યાર સુધી ગમે તે વ્યક્તિ સરળતાથી ખરીદી શકતી હતી પરંતુ નવા નિયમ હેઠળ પ્રિસ્ક્રીપ્શન જરૂરી બનશે.
ભારતીય કાયદા પ્રમાણે શિડ્યુલ એચ-1 શ્રેણીમાં આવતી દવાઓના ખરીદ વેચાણમાં પ્રિસ્ક્રીપ્શન જરૂર હોય છે. સરકારી એજન્સીઓ મોનિટરીંગ કરે છે. ફાર્મા કંપનીઓ દુકાનદારોએ પણ તેનો રેકર્ડ રાખવાનો હોય છે. નવા બદલાવ હેઠળ 12 ટકાથી વધુનું આલ્કોહોલ પ્રમાણ ધરાવતી તમામ દવાઓ નિયમ હેઠળ આવી જશે.

