Washington તા.10
ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધનો ફરી પ્રારંભ થતા જ અમેરિકાએ જાહેર કર્યુ છે કે હોર્મુઝ પર ઈરાનનો અંકુશ નથી અને જે ગલ્ફ ઓફ ઓમાન પાસે નવો રૂટ તૈયાર કરાયો છે ત્યાંથી આંતરરાષ્ટ્રીય વ્યાપારી જહાજો સરળતાથી પસાર થઈ જાય તે અમેરિકા નિશ્ચિત કરશે.
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે જાહેર કર્યુ કે હોર્મુઝ પર પુરેપુરો કબ્જો ઈરાનને આપી શકાય નહી. 800 જેટલા વ્યાપારી જહાજો અને 380 મિલિયન બેરલ ક્રુડતેલ અત્યારસુધીમાં નવા માર્ગ પરથી પસાર થઈ ગયા છે અને તે પ્રક્રિયા ચાલુ રહેશે.

