(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧૪
જેતપર મોરબી રોડ પર પીપળી ગામ નજીક બાઈક ચાલક રોડ સાઈડમાં આવેલ ખાડામાં પડ્યો હતો બાઈક સહીત નીચે પડી જતા યુવાનને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
મૂળ ધોરાજીના કલાણા ગામ હાલ મોરબીની ઉમા રેસીડેન્સીમાં રહેતા રૂમ્પાબેન ડેનીશભાઈ ડેડકીયા (ઉ.વ.૨૮) વાળાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પતિ ડેનીશ રામજીભાઈ ડેડકીયા ગત તા. ૦૯ ના રોજ પોતાનું બાઈક જીજે ૩૬ એકે ૫૧૪૫ લઈને ઘરે જતા હતા ત્યારે મોટરસાયકલ પરથી કાબુ ગુમાવી દેતા જેતપર મોરબી રોડ પર પીપળી ગામ પાસે માનસધામ સોસાયટી પાસે રોડ સાઈડમાં આવેલ ખાડામાં મોટરસાયકલ સહીત નીચે પડી ગયા હતા જે અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા પહોંચતા ફરિયાદીના પતિ ડેનીશનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

