Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot સિવિલમાં બેદરકારીનો આક્ષેપ, ઓપરેશન માટે આવેલા દર્દીને તાર ફસાયો

    November 26, 2026

    Junagadhમાં રૂ. ૮૦ હજારની ઉઘરાણીમા યુવકનું અપહરણ કરી ભાદર નદીમાં ફેકી હત્યા

    November 26, 2026

    Rajkot: ટ્રક-સ્કૂટર અકસ્માતમાં દંપતીનું મોત, માસુમ પુત્રી ઈજાગ્રસ્ત

    November 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot સિવિલમાં બેદરકારીનો આક્ષેપ, ઓપરેશન માટે આવેલા દર્દીને તાર ફસાયો
    • Junagadhમાં રૂ. ૮૦ હજારની ઉઘરાણીમા યુવકનું અપહરણ કરી ભાદર નદીમાં ફેકી હત્યા
    • Rajkot: ટ્રક-સ્કૂટર અકસ્માતમાં દંપતીનું મોત, માસુમ પુત્રી ઈજાગ્રસ્ત
    • Jasdan નજીક બોલેરોએ બાઈકને ઠોકરે લેતા મહુવાના ડુંડાસ ગામના દંપતીનું મોત
    • રાજ્યના ૬ પસંદગીના જિલ્લાઓ પૈકી Morbi ખાતે એનપીએસ સંચય આઉટરીચ કાર્યક્રમ યોજાયો
    • Amreli: સૌની યોજનામાં સમાવેશ છતાં કેરીયા સુધી પાણી પહોંચતું નથી! ખેડૂતોનો તંત્ર સામે બળાપો
    • Rajkot: ગોંડલના વેપારી સાથે શેર બજારમા રોકાણના બહાને એક કરોડની ઠગાઈ
    • Amreli: કલેક્ટરની ખાતરી બાદ દુધાળાની ગૌચર જમીનના દબાણ મુદ્દે નાથાલાલ સુખડિયોનું અર્ધનગ્ન અવસ્થામાં આંદોલન ૧૦ દિવસ સુધી મોકૂફ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, November 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»રાજ્યના ૬ પસંદગીના જિલ્લાઓ પૈકી Morbi ખાતે એનપીએસ સંચય આઉટરીચ કાર્યક્રમ યોજાયો
    મોરબી

    રાજ્યના ૬ પસંદગીના જિલ્લાઓ પૈકી Morbi ખાતે એનપીએસ સંચય આઉટરીચ કાર્યક્રમ યોજાયો

    Vikram RavalBy Vikram RavalNovember 26, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ખેડૂતો, ગ્રામ્ય ઉદ્યોગકારો અને શ્રમિકોને પેન્શન સુરક્ષા અંગે માર્ગદર્શન અપાયું

    Morbi તા.૨૬ઃ

    પેન્શન ફંડ રેગ્યુલેટર એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તથા લીડ બેંક – સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા – મોરબી દ્વારા મોરબીની ધ ફર્ન રેસીડેન્સી ખાતે એનપીએસ સંચય આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાત રાજ્યમાં ૬ જિલ્લાઓમાં યોજાનાર આ વિશેષ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાની પસંદગી કરવામાં આવી છે, જેના ભાગરૂપે ખેડૂતો, ખેડૂત ઉત્પાદક સંગઠનો (), ગ્રામ્ય ઉદ્યોગકારો, નાના વ્યવસાયકારો, શ્રમિકો અને અસંગઠિત ક્ષેત્રના નાગરિકોને એનપીએસ – રાષ્ટ્રીય પેન્શન યોજના સાથે જોડી નિવૃત્તિ બાદ નાણાકીય સુરક્ષા પૂરી પાડવાના હેતુથી આ સેમિનાર યોજાયો હતો.

    મોરબી ખાતે યોજાયેલા  સંચય આઉટરીચ કાર્યક્રમમાં સ્ટેટ લેવલ બેંકર્સ કમિટીના ડીજીએમશ્રી વીણાબેન શાહે જણાવ્યું હતું કે વિકસિત ગુજરાત થી વિકસિત ભારત ૨૦૪૭ હેઠળ છેવાડાના વ્યક્તિ સુધી લાભ પહોંચાડવા, વીમા લાભાર્થીઓ વધારવા અને મહિલા સશક્તિકરણ માટે નાણાકીય સમાવેશની યોજનાઓ મહત્વની છે, જેમાં મોરબી રાજ્યના ૬ જિલ્લાઓમાં પોતાની અલગ ઓળખ સાથે આગળ વધી રહ્યો છે.

    કાર્યક્રમમાં મોરબીના નાબાર્ડના ડીડીએમશ્રી આદિત્ય નિકમે એસએચજી મહિલાઓ અને સહકારી મંડળીઓની ભૂમિકા તથા ગ્રામીણ-કૃષિ કલ્યાણ યોજનાઓ, બેંક ઓફ બરોડાના એજીએમશ્રી અવિનાશ કુમારે એનપીએસસંચય અને એમએસએમઇ માટે સુરક્ષા કવચ તથા નાની બચત, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એફઆઈ મેનેજરશ્રી અશોક કુમારે જનધન, પીએમ જીવન જ્યોતિ વીમા યોજના, પીએમ સુરક્ષા વીમા યોજના, ડિજિટલ  અને નિષ્ક્રિય ખાતા શરૂ કરવા તેમજ બેંક ઓફ બરોડાના એજીએમશ્રી મનીષ માકરીયાએ એનપીએસ સંચયમાં જોડાવાની પાત્રતા અને રોકાણ અંગે માર્ગદર્શન આપી લાભ લેવા અનુરોધ કર્યો હતો.

    પેન્શન ફંડ રેગ્યુલેટર એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાથી આવેલા ટ્રેઈનરશ્રી શુભમ ખંડેલવાલ અને ટ્રેઈનરશ્રી ઋત્વિક ભાવસાર દ્વારા એનપીએસ સંચય યોજના વિશે વિસ્તૃત માહિતી આપતા આ યોજના હેઠળ કેટલા લોકોએ નોંધણી કરાવી છે, તેમાંથી કેટલી આવક થાય છે, ક્યાં રોકાણ કરવામાં આવે છે વગેરે વિશે છણાવટ કરવામાં આવી હતી અને લોકોની મૂંઝવણ અને પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન મોરબી લીડ બેંક મેનેજરશ્રી નરેશ કુમારે કર્યું હતું, જ્યારે આભારવિધિ રાજકોટ લીડ બેંક મેનેજરશ્રી પવન કુમારે કરી હતી.

    આ કાર્યક્રમમાં એનપીએસ સંચય યોજનાની વિશેષતાઓ, નિયમિત બચત, પેન્શન આયોજન અને નોંધણી પ્રક્રિયા અંગે સવિસ્તર માહિતી આપવામાં આવી હતી તેમજ લાભાર્થીઓ માટે સ્થળ પર જ ’ઓન-ધ-સ્પોટ રજિસ્ટ્રેશન’ ની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ હતી. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પેન્શન યોજનાની પહોંચ વધારવા માટે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ તથા કોમન સર્વિસ સેન્ટરના વિલેજ લેવલ એન્ટ્રપ્રિન્યોર્સ માટે વિશેષ તાલીમ સત્ર યોજાયું હતું.

    આ કાર્યક્રમમાં બેંકિંગ ક્ષેત્રના વરિષ્ઠ અધિકારીશ્રીઓ અને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, તથા મહિલાઓ, સહકારી મંડળીના સભ્યો તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

    morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmreli: સૌની યોજનામાં સમાવેશ છતાં કેરીયા સુધી પાણી પહોંચતું નથી! ખેડૂતોનો તંત્ર સામે બળાપો
    Next Article Jasdan નજીક બોલેરોએ બાઈકને ઠોકરે લેતા મહુવાના ડુંડાસ ગામના દંપતીનું મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi: એલ.ઈ. કોલેજની લાઇબ્રેરીમાં જ્ઞાન અને ઇતિહાસનો અનોખો ખજાનો; ૪૨ હજાર પુસ્તકોનો દુર્લભ સંગ્રહ

    November 26, 2026
    મોરબી

    રાજ્યના ૮૬ મામલતદારની બદલી સાથે ટંકારા મામલતદારની કચ્છ બદલી, Morbi જીલ્લામાં ત્રણ નવી નિમણુક

    November 26, 2026
    મોરબી

    Morbiના હરીપર નજીક ટ્રક અને બોલેરો અથડાયા, બોલેરોમાં ભરેલી ટાઈલ્સ રોડ પર વેરવિખેર

    November 26, 2026
    મોરબી

    Morbi: ડાયાબીટીસની બીમારીથી કંટાળી ૫૫ વર્ષીય મહિલાનો આપઘાત

    November 26, 2026
    મોરબી

    Morbi: પાણીની મોટરમાંથી ૨૦૦ ફૂટ કેબલ વાયરની ચોરી

    November 26, 2026
    મોરબી

    Morbi: અજાણ્યા ટ્રકની હડફેટે રાહદારી યુવકનું મોત

    November 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹106,007
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹97,102
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹122,811
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-11-2026 20:56
    Categories
    Latest News

    Rajkot સિવિલમાં બેદરકારીનો આક્ષેપ, ઓપરેશન માટે આવેલા દર્દીને તાર ફસાયો

    November 26, 2026

    Junagadhમાં રૂ. ૮૦ હજારની ઉઘરાણીમા યુવકનું અપહરણ કરી ભાદર નદીમાં ફેકી હત્યા

    November 26, 2026

    Rajkot: ટ્રક-સ્કૂટર અકસ્માતમાં દંપતીનું મોત, માસુમ પુત્રી ઈજાગ્રસ્ત

    November 26, 2026

    Jasdan નજીક બોલેરોએ બાઈકને ઠોકરે લેતા મહુવાના ડુંડાસ ગામના દંપતીનું મોત

    November 26, 2026

    Amreli: સૌની યોજનામાં સમાવેશ છતાં કેરીયા સુધી પાણી પહોંચતું નથી! ખેડૂતોનો તંત્ર સામે બળાપો

    November 26, 2026

    Rajkot: ગોંડલના વેપારી સાથે શેર બજારમા રોકાણના બહાને એક કરોડની ઠગાઈ

    November 26, 2026
    Search
    Main News

    Mumbai Terrorist Attacksની ૧૮મી વર્ષગાંઠ પર, દેશભરમાં શહીદો અને નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

    November 26, 2026

    US માં ચીનની ટેક કંપની Huawei દોષિત : બેંક સાથે છેતરપિંડી

    November 26, 2026

    બંધારણ ભારતીય લોકશાહીનુ અમુલ્ય વિરાસત : PM Narendra Modi

    November 26, 2026

    Nvidia CEO ની બહાલી મામલે પાર્ટીના જ સાંસદોએ ટ્રમ્પ સામે મોરચો માંડયો!

    November 26, 2026

    જન્મજાત નાગરિકતાના નિયમો બદલવાના ટ્રમ્પના નવા આદેશ પર US court ની રોક

    November 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot સિવિલમાં બેદરકારીનો આક્ષેપ, ઓપરેશન માટે આવેલા દર્દીને તાર ફસાયો

    November 26, 2026

    Junagadhમાં રૂ. ૮૦ હજારની ઉઘરાણીમા યુવકનું અપહરણ કરી ભાદર નદીમાં ફેકી હત્યા

    November 26, 2026

    Rajkot: ટ્રક-સ્કૂટર અકસ્માતમાં દંપતીનું મોત, માસુમ પુત્રી ઈજાગ્રસ્ત

    November 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.