Surendranagar તા.17
સુરેન્દ્રનગર જીલ્લામાં મેઘરાજાએ શનિવારથી એન્ટ્રી કરી છે. રવિવારે ભારે બફારો રહ્યો હતો. અને સાંજ પછી મેઘરાજાએ બેટીંગ શરૂ કરતા ધ્રાંગધ્રામાં દોઢ ઈંચ, દસાડામાં 1 ઈંચ, લખતરમાં દોઢ ઈંચ, વઢવાણમાં પોણા બે ઈંચ, મુળી સાડા ત્રણ ઈંચ, ચોટીલામાં છ ઈંચથી વધારે વરસાદ ખાબકયો હતો.
સાયલામાં ચાર ઈંચ, ચુડામાં ચાર ઈંચ, લીંબડીમાં દોઢ ઈંચ, અને થાનમાં 4 ઈંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર રસ્તા પાણી-પાણી થઈ ગયા છે. ચોમાસાના પ્રારંભે જ વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે.