Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દશેરા કેમ ઉજવવામાં આવે છે? બાળકો માટે ભગવાન શ્રીરામ અને રાવણની પ્રેરણાદાયક વાર્તા

    October 16, 2026

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દશેરા કેમ ઉજવવામાં આવે છે? બાળકો માટે ભગવાન શ્રીરામ અને રાવણની પ્રેરણાદાયક વાર્તા
    • Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
    • Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
    • ઓક્ટોબર ૧૬ – World Food Day
    • Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ, રૂ. ૧૦ હજારનો દંડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»ઋતુ એક જ પણ એની પાછળનો નજરિયો અલગ અલગ એવું કેમ ?
    લેખ

    ઋતુ એક જ પણ એની પાછળનો નજરિયો અલગ અલગ એવું કેમ ?

    Vikram RavalBy Vikram RavalJuly 15, 2026Updated:July 16, 2026No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    ફાલ્ગુની વસાવડા
    બધીજ ચેનલો વરસાદનાં દ્રશ્યો દેખાડે છે, અને સૌરાષ્ટ્રનાં ગિર સોમનાથનાં જિલ્લામાં ખૂબ વરસાદ થયો. આ લખાય છે ત્યારે અહીં ભાવનગરમાં પણ મેઘરાજાએ મહેર કરી! હવામાન વિભાગની આગાહી સાચી પડી! પણ સવાલ એ છે કે, જે રીતે અત્યારે આ ઋતુઓ લોક જીવનને પ્રતાડિત કરી રહી છે એનું શું? વરસાદમાં ભીંજાવું મને બહુ જ ગમે, પરંતુ હું છેલ્લાં પાંચ વર્ષથી વરસાદમાં નીકળી નથી! કારણકે ઋતુઓ પોતાની સૌમ્યતા અને સમ્યકતા ચૂકી રહી છે, અને એટલે એવો ભાવ નથી થતો! ઉપરથી કેટલાય લોકોના ઝૂંપડા તણાઈ ગયા હશે! કેટલાંય સાથે વિચાર્યું પણ ન્હોય એવી અનહોની થઈ હશે! ખેડૂતોની જીંદગીભરની મૂડી દાવ પર લાગી હશે! એવી કરુણા આડે બીજું કંઈ સુઝે પણ નહીં તો આજે આપણે એક જ શહેરની અલગ અલગ પરિસ્થિતિ અને એનો નજરીયો જોઈશું.
    આનંદ અને ઉત્સવી એક કોલેજ ટૂરમાં ભેગાં થયાં, બંને વચ્ચે દોસ્તી થઈ! એક દિવસ વાતો વાતોમાં રાત થઈ ગઈ અને વરસાદ તૂટી પડ્યો! આનંદ હવે કેમ જશે એની મૂંઝવણમાં હતો! ઉત્સવીએ કહ્યું અજાણી જગ્યામાં આટલી રાત્રે અને વરસાદમાં જવું હિતાવહ નથી! આનંદ પણ એ જ ઈચ્છતો હતો! ધીરેધીરે રાત ગાઢ થઈ અને ઋતુ ને કારણે બે યુવા દિલ બેકાબુ બન્યા અને જે ન થવું જોઈએ એ થયું! બંને બહું જ સંસ્કારી હતાં અને કુળની મર્યાદા જાણતા હતાં! છતાં, આમ વરસાદ એક કલંક નું કારણ બન્યો..
    બેલા અને બાબુનાં નવાં નવાં લગ્ન થયાં અને પોતાનો પતિ એક મિલમાં કામ કરતો હતો, એટલે એ ગામડેથી અહીં શહેરની ચાલીમાં રહેવાં આવી! સાવ નીચાણવાળા વિસ્તારમાં ચાલી હતી એટલે વરસાદનું પાણી તેમજ ગટરનું પાણી પણ આવતું અને બહાર કાદવ કીચડ… બેલા ધીરેધીરે સેટ થવા કોશિશ કરતી હતી આજે વરસાદ હતો અને બાબુને આ વખતે ઘરના પકોડા ખાવાનું મન થયું અને એણે અન્ય પતિઓની જેમ બેલાને પકોડા બનાવવા કહ્યું! ધાબુ નબળું થઈ ગયું હોય ઓરડીમાં ચારે બાજુથી પાણી ટપકતું હતું એટલે બેલા એ સાફ કરીને થાકી ગઈ હતી, પણ છતાં પતિની ઈચ્છાને માન આપીને પકોડાની તૈયારી કરી! ખુલ્લા વાળને બાંધી સાડી છેડો‌ ખોસીને એ રસોડામાં પ્રવેશી! બાબુ પર રોમેન્સ નું ભૂત સવાર થયું હતું અને એણે ચણાનો લોટ લેવાં સહેજ‌ ઉંચી થયેલી બેલાની સાડી ખેંચી અને…  લજ્જિત થતી થતી બેલા બાબુ નો હાથ પાછો ઠેલતી રહી અને એ એકાદ પિક્ચરનું ગીત ગણગણતો એને પલંગ પાસે લઈ ગયો, ત્યાં જ ધાબા માંથી એક મોટું ગાબડું પડ્યું, અને ઓરડી સ્વીમીંગ પુલ બની ગઈ, અને વરસાદ રહ્યાં પછી રાતના બાર સુધી ઓરડી સાફ કરવી પડી! અને આમ બાબુ બેલા માટે આ વરસાદ વેરી બન્યો..
    કેશવ પોતાના ફ્લેટની બાલ્કની માં ઉભો‌ હતો અને એકધારા વરસતા વરસાદને જોઈને ગમગીન થઈ ગયો! ગમગીની દૂર કરવા સિગરેટ પર સિગરેટ જલાવી રહ્યો હતો અને પણ સિગરેટનો નશો એનાં જલતા દિલને ઠારી શક્યો નહીં! એને યાદ આવી ગઈ એ વરસાદી રાત જ્યારે એ પોતાની માસીને ગામ ગયો હતો! અને કસ્તુરી નું સૌંદર્ય ગામડાં નું કુદરતી વાતાવરણ! નિખાલસ માણસો અને એક ભૂલ થઈ ગઈ કે જેને તે આજ સુધી ભૂલી શકતો નથી! અને એમાં પણ આ ગાંડો વરસાદ. શાલુ ની મોટી બહેનનો દિકરો કેશવ વેકેશનમાં આવ્યો, એ ફોટોગ્રાફર હતો, અને  અહીં કસ્તુરી સાથે તેની મુલાકાત થઈ!  કસ્તુરી પોતાની ઈચ્છાથી માસીને ઘરે કામ કરવા આવતી, અને એ બહાને શાલુ માસી સાથે વધુ રહીને વેકેશનમાં પણ ભણવાનું થતું! આવી જ એક તોફાની વેળાએ કેશવ ફોટોગ્રાફી કરવામાં ભૂલો પડ્યો! અંધારું ધીરેધીરે ગાઢ થતું જતું હતું, એક બાજુથી ટેકરીઓમાંથી નીકળતાં ઝરણાઓ એ ધોધ રુપે પડતા સુંદર કુદરતી દ્રશ્યો કેમેરામાં કેદ થયા! જંગલી જાનવરો પણ સલામતી માટે ગુફાઓમાં બેસી ગયા વગેરે ફોટોગ્રાફ પણ લીધાં! શાલુ ને ચિંતા થઈ! કસ્તુરી ઘરે જાઉં એમ કરીને કેશવ ને શોધવા ટેકરી પર આવી, અને શોધી પણ લીધો! વરસાદમાં ભીંજાયેલી કસ્તુરી એને ક્યાં માર્ગે જવું એ દોરતી હતી, અને વારંવાર એકદમ નજીક આવી જતાં એના માદક અંગો જોઈ કેશવ ભાન ભૂલ્યો અને કસ્તુરી ઈન્કાર કરતી રહી અને…. ઘરે આવ્યા પછી બહુ પસ્તાવો થયો અને નક્કી કર્યું કે સવારે એનાં ઘરે જઈને માંફી માંગી લગ્નની વાત કરશે! પણ પોતે એનાં ઘરે‌ જાય એ પહેલાં જ કસ્તુરી ધાબેથી પડી ગઈ! કે કૂદી ગઈ ! એ રહસ્ય એની સાથે ગયું! પણ પોતે જાણતો હતો કે પોતાની ભૂલને કારણે એક સોળ વર્ષની યુવતી એ.. બસ ત્યારથી આ વરસાદ એનો દુશ્મન હોય એમ..
    વરસાદ શરૂ થયો સુશીલાને એમ કે હમણાં રહી જશે! પણ આ તો રોકાવાનું નામ જ લેતો ન્હોતો!; એને ચિંતા ફળિયામાં રાખેલા છાણાં અને લાકડાં પલળી જશે એની હતી! ઉપરથી સુનીલ પણ ઘરમાં ન્હોતો! ગયાં વર્ષે આવાં વરસાદમાં જ ગામના ચેકડેમમાં બે છોકરાઓ ડુબી ગયા હતાં! સુનીલ ને પણ આવાં સાહસો કરવાની ટેવ હતી! હે ભગવાન સુનીલ‌નુ રક્ષણ કરજે! સુનીલ મારાં જીવનનો આધાર છે! એને કંઈક થઈ જશે તો મુજ વિધવા નું કોણ ધ્યાન રાખશે ? છાણાં લાકડાં પલળી જશે તો કાલે ચૂલો કેમ સળગશે? એણે હિમ્મત કરીને ફળિયામાંથી લાકડા અને છાણાં સારવાનુ શરૂ કર્યું! એક કલાકને અંતે એ કામ પુરુ થયું! વળી નવરી થતાં સુનીલ ની ચિંતા થઈ ત્યાં તો ડેલી ખખડી અને ભીનો થયેલો સુનીલ આવ્યો! એને સાજો સમો જોઈ એને ધરપત થઈ! મા આજે તો ચેકડેમ છલકાઈ ગયો, અને….ત્યાં જ સુશીલા એ એક તમાચો એનાં ગાલ પર મારી કહ્યું ખબરદાર એ બાજું ગયો છે તો! તને કંઈ થઈ જશે તો ? મા મારાં મિત્રોએ મને બહુ આગ્રહ કર્યો પણ મેં એને આ કારણે જ ના પાડી. મા આજે ચા સાથે ભજીયા બનાવી દે ને! છાણાં લાકડાં પલળ્યા ન્હોતાં એટલે, અને સમયસરની તાકીદ ને કારણે મા દિકરાએ વરસાદનો આનંદ લેતાં લેતાં ભજીયા ખાધાં..
    મિત્રો આમ એક જ ઋતુ, એક જ શહેર અને છતાં બધાને અલગ અલગ અનુભવ થયો! કહેવાનું તાત્પર્ય એ છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે ઋતુઓ એ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, અને એમાં આપણી આંતરિક પ્રકૃતિની ઋતુ પણ અસંતુલિત હોયને આપણે એનો આનંદ માણી શકતા નથી! મોટેભાગે આવું થાય ત્યારે, ઘરમાં પાણી ભરાઈ જશે, છત ટપકશે, ધાબામાં ગાબડું પડશે, કે પછી બળતણ પલળી જશે, એવાં ભાવ મુખ્ય રહે છે. એક ડર આપણી આસપાસ ઘેરાયેલો રહે છે! એમાં પણ ઉંમર વધતાં ઉન્માદ  ઓસરી જતો હોય અને શરીરની અવસ્થા પણ વિપરીત હોય છે! પણ યુવાનોને ખાસ ચેતવણી કે જીવનભર નું કોઈ કલંક કે શૂળ ઊભું થાય નહીં એનું ધ્યાન રાખવું, કારણ કે આવાં ભાવ સોડા બોટલનાં ઉભરા જેવા હોય!આપણી મર્યાદાનું જતન કરીને પાછળથી પસ્તાવું પડે નહીં એવું જીવવું!
        લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
    Falguni Vasavada
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleભગવત્ ગીતાનો સાતમો અધ્યાય કે જે જ્ઞાન, વિજ્ઞાન અને યોગ પ્રેરક છે! એનો બોધ શું છે?
    Next Article TV Actress Shweta Kwatraએ દુબઈમાં એક પોડકાસ્ટમાં કાસ્ટિંગ કાઉચનો ભયાનક અનુભવ વર્ણવ્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    ઓક્ટોબર ૧૬ – World Food Day

    October 15, 2026
    લેખ

    પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana

    October 15, 2026
    લેખ

    આજે છઠ્ઠા નોરતે આદ્યશક્તિના માતા Katyayani સ્વરૂપની પૂજા

    October 15, 2026
    લેખ

    Navratriના ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની ઉપાસના

    October 12, 2026
    લેખ

    કેન્દ્ર સરકારની પહેલોથી માનસિક આરોગ્ય સેવાઓ બની રહી છે વધુ Sulabh: Tele-MANASની ૨૪૭ નિઃશુલ્ક સેવા નાગરિકો માટે આશાનું કિરણ

    October 12, 2026
    લેખ

    શારદીય Navratriના પ્રથમ નોરતે માતા શૈલપૂત્રીની ઉપાસના

    October 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,240
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,970
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,630
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-10-2026 12:53
    Categories
    Latest News

    દશેરા કેમ ઉજવવામાં આવે છે? બાળકો માટે ભગવાન શ્રીરામ અને રાવણની પ્રેરણાદાયક વાર્તા

    October 16, 2026

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026

    આજનું રાશિફળ

    October 15, 2026

    Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો

    October 15, 2026

    Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો

    October 15, 2026
    Search
    Main News

    Pm Modiએ લદ્દાખમાં આશરે ૩,૩૫૦ કરોડના પાંચ મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન કર્યું

    October 15, 2026

    Pm Modiએ વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશનના સહભાગીઓ સાથે મુલાકાત કરી

    October 15, 2026

    કોર્ટે મુખ્ય Election Commissioner જ્ઞાનેશ કુમાર અને બંને ચૂંટણી કમિશનરોને નોટિસ જારી કરી: કોઈ પણ કોર્ટને ડરાવી શકે નહીં

    October 15, 2026

    Imran Khanએ ૨૮ ઓક્ટોબર સુધીમાં છોડવું પડશે ભારત

    October 15, 2026

    Germanyમાં રહેણાક ઈમારતમાં આગ લાગતા ૩ ભારતીય વિદ્યાર્થીના મોત

    October 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દશેરા કેમ ઉજવવામાં આવે છે? બાળકો માટે ભગવાન શ્રીરામ અને રાવણની પ્રેરણાદાયક વાર્તા

    October 16, 2026

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.