Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ઋતુ એક જ પણ છતાં એની પાછળનો નજરિયો અલગ અલગ એવું કેમ ?

    July 15, 2026

    ભગવત્ ગીતાનો સાતમો અધ્યાય કે જે જ્ઞાન, વિજ્ઞાન અને યોગ પ્રેરક છે! એનો બોધ શું છે?

    July 15, 2026

    કાયદાએ ડ્રગના વ્યસનીઓ પર તેની પકડ મજબૂત બનાવી-ભારત સરકાર

    July 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ઋતુ એક જ પણ છતાં એની પાછળનો નજરિયો અલગ અલગ એવું કેમ ?
    • ભગવત્ ગીતાનો સાતમો અધ્યાય કે જે જ્ઞાન, વિજ્ઞાન અને યોગ પ્રેરક છે! એનો બોધ શું છે?
    • કાયદાએ ડ્રગના વ્યસનીઓ પર તેની પકડ મજબૂત બનાવી-ભારત સરકાર
    • Indian stock market માં વોલેટાઇલ ટ્રેડિંગ વચ્ચે રોકાણકારો સાવચેત…!!
    • રાજ્ય સરકારે Surat પૂર પીડિતો માટે કુલ ૧૦૫૦ કરોડ રૂપિયાનું રાહત પેકેજની મંજૂરી આપી
    • Anand માં નશાની હાલતમાં પીઆઇ ઝડપાયા, બેફામ કાર હંકારી અનેક અકસ્માત સર્જ્‌યાનો આરોપ
    • Bhavnagar માં એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી,એલસીબીએ ૧૨૪૮ બોટલ ઝડપી
    • 16 જુલાઈનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»ભગવત્ ગીતાનો સાતમો અધ્યાય કે જે જ્ઞાન, વિજ્ઞાન અને યોગ પ્રેરક છે! એનો બોધ શું છે?
    ધાર્મિક

    ભગવત્ ગીતાનો સાતમો અધ્યાય કે જે જ્ઞાન, વિજ્ઞાન અને યોગ પ્રેરક છે! એનો બોધ શું છે?

    Vikram RavalBy Vikram RavalJuly 15, 2026No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    ફાલ્ગુની વસાવડા
    હે ઈશ્વર.
                આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ યોગ‌ને બહુ પ્રભાવક પરિબળ તરીકે બતાવે છે! યોગ શબ્દનો સીધોસાદો અર્થ જોડાવું એવો થાય છે, અને આપણે જોડાઈ પણ ગયા પરંતુ યોગની રીતે નહીં ભોગની રીતે!; અને ભોગ સાથે એવાં જોડાયાં કે આજુબાજુ ઉપરનીચે બધે એણે એ જ શોધ્યું! અરે અંતરીક્ષમાં ગયા તો ત્યાં પણ જીવન છે, ખોરાક છે, જે તે સંભવિત ગ્રહ પર કેટલું જોખમ છે! અને કેટલું નથી! એ બધું ભલે જરુરી છે! પણ ત્યાં આધ્યાત્મિક વાતાવરણ કેવુ છે! શું ત્યાં પરમ તત્વને વધુ અનુભવી શકાય એમ છે! એ વિશે કોઈ માહિતી નથી!; ભારતીય સંસ્કૃતિમાં તો આપણે ઈશ્વર માટે ઉપર વાળો એવું સંબોધન કરીએ છીએ! એ હિસાબે આકાશ ગંગામાં તરતાં આ ગ્રહોમાં પરમ તત્વની અનુભૂતિ સ્વાભાવિક રીતે વધુ થવાની સંભાવના છે! જુદા જુદા વ્યંજનોની અસર અને સ્વાદમાં કોઈ ફેર‌ છે કે નહીં! ઈન્દ્રિયોની અસરકારકતા પૃથ્વી જેટલી જ છે કે વધુ ઓછી! ખડક ધાતુંઓ વગેરેનું પરિક્ષણ પણ થયું! સોના ચાંદી અને હીરા જેવી કિંમતી વસ્તુઓ ત્યાં ઉપલબ્ધ છે કે નહીં? પરંતુ પરમેશ્વર સાથે સતત જોડાયેલા રહેવું, એવું માનવી માટે હવે જરુરી નથી રહ્યું, અને એટલે ધર્મની ગ્લાનિ થઈ રહી છે! આપણી આજની પેઢી પરંપરા પર ઉપહાસ કરે છે! કોણ રામ? જેણે પોતાની પત્ની સીતાને એક ધોબીનાં કહેવાથી વનવાસ આપ્યો? કોણ કૃષ્ણ? જેને રાધાને છોડીને બીજી 1608 રાણીઓ હતી! અને છતાં અમર પ્રેમની વાતે રાધાને યાદ કરાય છે! આપણાં જ ધર્મ પર આપણને સંશય થાય ત્યારે સમજવું કે આપણો‌ જન્મ નિષ્ફળ ગયો, એટલી હદે આપણે પરમ તત્વથી વિમુખ થઈ ગયાં છે. માટે જ આજે મંગળવારે મનુષ્ય જન્મને સફળ બનાવવાં ગીતાનાં સાતમા અધ્યાયનાં પ્રથમ શ્લોક પર ચિંતન કરીશું.
    શ્રીભગવાનુવાચ:
    મય્યાસક્તમનાઃ પાર્થ યોગં યુઞ્જન્મદાશ્રયઃ।
    અસંશયં સમગ્રં માં યથા જ્ઞાસ્યસિ તચ્છૃણુ॥ ૧
    હે પાર્થ ! મારામાં મનને જોડીને, મારો આશ્રય લઈને યોગનો અભ્યાસ કર. પછી તું મને સંપૂર્ણ રીતે અને કોઈપણ સંશય વિના કેવી રીતે જાણી શકીશ, તે હવે ધ્યાનથી સાંભળ.
    **મય્યાસક્તમનાઃ”મયિ + આસક્ત + મનાઃ એટલે કે મારાં માં તારું મન આસક્ત થાય, કે તારું મન સંપૂર્ણપણે પરમાત્મામાં આસક્ત રહે અથવા સ્થિર કરવું. જ્યારે મન વિષયોમાંથી હટી ભગવાન તરફ વળે છે, ત્યારે આંતરિક શાંતિ પ્રાપ્ત થાય છે. મનુષ્ય જીવન નવ રસ શૃંગાર, હાસ્ય,કરુણ,રૌદ્ર વીર, ભયાનક, બીભત્સ,અદ્ભુત અને શાંત રસની આસપાસ ભમતું હોય છે! એટલે કે મન પરિસ્થિતિ મુજબ આ બધાં ભાવોને અનુભવી અને પ્રતિક્રિયા આપ છે, અને મનને શાંતિની તલાશ રહે છે. પરંતુ આપણું મન જ્યાં સુધી દુન્યવી વ્યવહારમાં અટવાયેલું હશે ત્યાં સુધી એને સુખ એજ શાંતિ છે, એવો ભ્રમ થાય છે, અને એટલે જ એ ક્ષણિક સુખ માટે જીંદગી ખર્ચી નાખે છે! પણ શાંતિ મેળવી શકતો નથી! માટે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે તારાં મનને તું મારામાં પરોવી દે!; પૂર્ણ શરણાગતિની અહીં વાત છે! છે એકદમ સહેલું, કંઈજ કરવાનું નથી, પરંતુ આપણી અસ્થિર બુદ્ધિ, કે અભિમાનને કારણે શરણાગતિ ખાલી કહેવાની જ હોય, મન પરમ તત્વમાં પરોવી શકાતું નથી.
    **”યુઞ્જન્મદાશ્રય” યુગ્જન + મત્ + આશ્રય એટલે કે મારો આશ્રય લઈને અથવા મારો આધાર લઈને યોગમાં પ્રવૃત થવું. પરમ તત્વને પામવાનાં કોઈ સાધન નાં માધ્યમથી સતત સાધના કરવી, જેમકે ધ્યાન, ભક્તિ,નિષ્કામ કર્મ અને આત્મચિંતન દ્વારા પરમની સન્મુખ રહેવું. આ શબદની સંધિ છૂટી પડતાં ફક્ત એક શબ્દ,આશ્રય પકડીએ અને અત્યાર સુધીનું જીવન ચિંતન કરીએ તો આપણને ખ્યાલ આવશે કે ખોટાનો આશ્રય કર્યો! એટલે જીવનની ગતિ રુંધાઈ ગઈ. ક્યારેક વસુ, ક્યારેક વસ્તુ, અને ક્યારેક વ્યક્તિથી પ્રભાવિત થવું, અને એનામય થઈ જીવન જીવવું! દુનિયાનો દસ્તુર છે કે જે સાવ સરળતાથી ઉપલબ્ધ હોય, એ એને સસ્તું લાગે! અને એટલે પોતાની અંદરનાં આત્માને કે પરમ તત્વનો જ અંશ છે, એની વિશે વિચાર્યા વગર બહાર ભટકે છે.
    **”અસંશયં સમગ્રં માં”એ શબ્દનો અર્થ છે કે પરમાત્માને માત્ર કોઈ એક સ્વરૂપથી નહીં, પરંતુ તેમના સમગ્ર અસ્તિત્વ પ્રેરક તત્ત્વ સગુણ, નિર્ગુણ, સર્વવ્યાપક અને પરમ સત્ય તરીકે ઓળખવું. પરંતુ સંશય શબ્દ એવો છે કે વાસ્તવિક જીવનમાં સંશય પ્રવેશે એટલે પુરું પરંતુ કેટલીય કઠિન પરિસ્થિતિમાં આપણે સાવ હતાશ થઈ જઈએ પણ એ વખતે સમસ્યાનું નિવારણ આપણે ઈચ્છ્યું હોય એની કરતાં વધુ સારી રીતે થાય, અને આપણને પરમાત્મા હોવાની પ્રતીતિ થાય, પણ વળી દુઃખનાં દહાડા ઓસડ એમ, આ પ્રતિતીની વિસ્મૃતિ થાય, અને વળી પરમ તત્વનાં હોવા વિશે સંશય થાય, વળી સમાધાન, આમ જ દિવસો પર દિવસો વિતી જાય છે. આ શ્લોક સમગ્ર સાતમાં અધ્યાયનું પ્રવેશદ્વાર છે. અહીંથી ભગવાન સમજાવે છે કે માત્ર બૌદ્ધિક જ્ઞાન પૂરતું નથી; અનુભવરૂપ વિજ્ઞાન અને ભગવાન પ્રત્યેની અનન્ય ભક્તિ દ્વારા જ પરમ સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય છે.
    સદગુરુ કૃપા હજી સુક્ષ્મ સ્તરે ચિંતન કરાવે છે! કે આપણી સામે જ પરમાત્મા હોય એમ‌ પ્રકૃતિ સતત પ્રસાદ પીરસી રહી છે! અને આપણે પરમ તત્વને નથી માનતા એવું પણ નથી! પરંતુ ભોગમાં સમ્યક નથી રહી શકતા! અને તેથી એની નિત્ય પ્રતિતી થતી નથી! એનું કારણ પણ અન્ય કોઈ નથી, આપણે જ છીએ! કારણકે આપણું અંતઃકરણ એટલું શુદ્ધ રહી શકતું નથી. મન બુદ્ધિ, ચિત્ત, અને અહંકાર, આ ચાર પરિબળોથી આ ચતુષ્કોણ બને છે! અને ચતુષ્કોણ માટે જેમ ચાર ખૂણા જરુરી હોય એમ આપણાં અંતઃકરણ માટે પણ આ ચારેય પરિબળ‌ જરુરી છે, અને આ ચારે ખૂણાનાં વચ્ચેનાં પરિસરમાં આત્મા છે! આત્મા એટલે પરમાત્મા અને પરમાત્માનો મૂળ સ્વભાવ શાંતિ છે. પરંતુ આ ચતુષ્કોણનું અસંતુલન આપણને આત્મા એવંમ શાંતિ સુધી પહોંચી શકતાં નથી! અને માટે ભગવત્ ગીતાનો સાતમો અધ્યાય કે જે જ્ઞાન વિજ્ઞાન અને યોગ પ્રેરક છે, એનાં પ્રથમ શ્લોકમાં શ્રીકૃષ્ણ કહે છે, કે જો મનુષ્ય પોતાનું મન ઈશ્વરમાં સ્થિર રાખે, ઈશ્વરનો આશ્રય લે અને નિયમિત સાધના કરે, તો તેને ઈશ્વરનું સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે. પરમ તત્વની અનુભૂતિ કરવાં માટે માત્ર માહિતી કે વાંચન પૂરતું નથી, શ્રદ્ધા, અભ્યાસ અને એકાગ્રતા જરૂરી છે. દૈનિક જીવનમાં તેનો અર્થ એ થાય છે કે, મનને યોગ્ય ધ્યેય સાથે જોડવું. સારા માર્ગદર્શક અને સત્યનો આશ્રય લેવો. નિયમિત અભ્યાસ અને પ્રયત્નથી સાચી સમજ મેળવવી.આધ્યાત્મિક અર્થ કરીએ તો મનની એકાગ્રતા અથવા બુદ્ધિ, ચિત્ત અને અહંકાર જેવા મનને ઉત્તેજિત કરનારા પરિબળ પર અભ્યાસ દ્વારા સ્થિરતા સાધી શકીએ ત્યારે જ ભક્તિ, યોગ અને જ્ઞાન ત્રણેયનો સુંદર સમન્વય દર્શાવે છે. આપણે સૌ અંતઃકરણ ચતુષ્કોણનાં ચારેય ખૂણા સંતુલિત રાખીને શાંતિ સુધી પહોંચી શકીએ એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
        લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
    Falguni Vasavada
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    ઋતુ એક જ પણ છતાં એની પાછળનો નજરિયો અલગ અલગ એવું કેમ ?

    July 15, 2026
    લેખ

    તંત્રી લેખ… ભગવાન જગન્નાથ મૌસીબારી જવા રવાના થશે

    July 15, 2026
    લેખ

    ૧૫ જુલાઈ – વિશ્વ યુવા કૌશલ્ય દિવસ

    July 14, 2026
    લેખ

    તંત્રી લેખ… અમેરિકા-ઈરાન યુદ્ધ ભારતની ચિંતાઓમાં વધારો કરે છે

    July 14, 2026
    ધાર્મિક

    દુર્યોધનને મામા શકુનિનો સાથ મળ્યો ન્હોત, તો કદાચ આપણી સામે દુર્યોધનનું જુદું ચરિત્ર હોત!

    July 13, 2026
    લેખ

    IT ક્ષેત્રે ડેવલપ થતી AI ટેકનોલોજી માનવ જીવન માટે વરદાન છે કે શ્રાપ?

    July 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ઋતુ એક જ પણ છતાં એની પાછળનો નજરિયો અલગ અલગ એવું કેમ ?

    July 15, 2026

    કાયદાએ ડ્રગના વ્યસનીઓ પર તેની પકડ મજબૂત બનાવી-ભારત સરકાર

    July 15, 2026

    Indian stock market માં વોલેટાઇલ ટ્રેડિંગ વચ્ચે રોકાણકારો સાવચેત…!!

    July 15, 2026

    રાજ્ય સરકારે Surat પૂર પીડિતો માટે કુલ ૧૦૫૦ કરોડ રૂપિયાનું રાહત પેકેજની મંજૂરી આપી

    July 15, 2026

    Anand માં નશાની હાલતમાં પીઆઇ ઝડપાયા, બેફામ કાર હંકારી અનેક અકસ્માત સર્જ્‌યાનો આરોપ

    July 15, 2026

    Bhavnagar માં એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી,એલસીબીએ ૧૨૪૮ બોટલ ઝડપી

    July 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ઋતુ એક જ પણ છતાં એની પાછળનો નજરિયો અલગ અલગ એવું કેમ ?

    July 15, 2026

    કાયદાએ ડ્રગના વ્યસનીઓ પર તેની પકડ મજબૂત બનાવી-ભારત સરકાર

    July 15, 2026

    Indian stock market માં વોલેટાઇલ ટ્રેડિંગ વચ્ચે રોકાણકારો સાવચેત…!!

    July 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.