Diu, તા. ૨૧
સરદાર વલ્લભભાઈ પટેલ ગ્રામ પંચાયતના સરપંચ દમયંતિબેન નાનજી પોતાના પુત્રને બ્લડની કમી થતા બ્લડ ચડાવવા સબબ દીવ સરકારી હોસ્પિટલમાં ગયેલ. ત્યારે ફરજ પરના જવાબદાર ડોકટર તથા સિસ્ટરે (નર્સે) તેમની સાથે અસભ્યતાભર્યું વર્તન કરતા આ બાબતની સરપંચે હોસ્પિટલના બીજા (અન્ય) એક જવાબદાર ડોકટરને પણ જાણ (ફરિયાદ) કરતા તેમણે પણ ખરાબ વર્તન કરતા નાછૂટકે મહિલા સરપંચ દમયંતીબેને પ્રશાસક અને દીવ કલેકટરને આ બન્ને ડોકટરો અને નર્સ (સિસ્ટર) વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી અને કડક કાર્યવાહીની માંગ કરેલ છે.