New Delhi તા.18
લાંબા સમય પછી ફરી એક વખત ભારત અને પાકિસ્તાનની સીમા પર સરહદી સુરક્ષા દળોએ શંકાસ્પદ ઘુસણખોરીને અટકાવવા માટે ગોળીબાર કર્યો હતો. જમ્મુ-કાશ્મીરના રાજોરીમાં અંકુશ રેખા નજીક કેટલાક લોકોની હિલચાલ જોવા મળી હતી.
તેઓ સરહદ પાર કરવાની તૈયારીમાં હોય તેવું જણાતું હતું. પહેલા તેઓને ચેતવણી આપવામાં આવી હતી અને શરણે થવા જણાવ્યું પરંતુ સંભવિત ઘુસણખોરોએ બોર્ડર ફોર્સનો હુકમ માનવાનો ઈન્કાર કરતા રાત્રે 10 વાગ્યે તારકુંડી ચોંકી પાસે તૈનાત જવાનોએ ગોળીબાર કર્યો હતો.
લગભગ દોઢ કલાક સુધી બંને તરફથી સામસામા ગોળીબાર ચાલુ રહ્યા હતા બાદમાં ઘુસણખોરો પરત પાકિસ્તાન કબ્જાના કાશ્મીરની સીમામાં ચાલ્યા ગયા હોય તેવું મનાય છે. બાદમાં સુરક્ષાદળોએ અહી વધુ જવાનોને તૈનાત કર્યા છે.
અહી ભારે સુરક્ષા વ્યવસ્થાના કારણે ઘુસણખોરો માટે સરહદ પાર કરવી લગભગ મુશ્કેલ બની ગઈ હતી પરંતુ કયારેક રાત્રીના અંધકારનો લાભ લઈને આ પ્રકારે ઘુસણખોરીનો પ્રયાસ થાય છે જેને મારી હટાવાયો હતો.

