Mumbai,તા.29
ગ્લાસગો ખાતે રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય વેઇટલિફ્ટર્સે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ભારતીય મહિલા વેઇટલિફ્ટર હરજિંદર કૌરે મહિલાઓની 69 કિલોગ્રામ શ્રેણીમાં અદભુત પ્રદર્શન કરીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. 29 વર્ષીય હરજિંદરે આ સ્પર્ધામાં કુલ 227 કિગ્રા વજન ઉપાડીને પોતાના કરિયરનો સર્વશ્રેષ્ઠ દેખાવ કરવાની સાથે કોમનવેલ્થ ગેમ્સમાં નવો ઇતિહાસ રચી દીધો છે. વર્તમાન ગેમ્સમાં વેઇટલિફ્ટિંગ ક્ષેત્રે ભારતનો આ 7મો મેડલ છે, જ્યારે દેશનો કુલ 11મો મેડલ છે.
હરજિંદર કૌરનો જન્મ 14 ઓક્ટોબર 1996ના રોજ પંજાબના નાભા પાસે આવેલા મેહાસ ગામમાં થયો હતો. એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલી હરજિંદર બાળપણથી જ ખૂબ મહેનતુ હતી. 5 ફૂટ 3 ઇંચની ઉંચાઈ ધરાવતી હરજિંદરે શરૂઆતના સમયમાં કબડ્ડી પ્લેયર તરીકે રમતગમતની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 2016માં પટિયાલાની પંજાબી યુનિવર્સિટીના કોચ પરમજીત શર્માએ તેની પ્રતિભા ઓળખી અને તેને વેઇટલિફ્ટિંગ તરફ વાળવા પ્રેરણા આપી, જે તેના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો.આ રોમાંચક ફાઇનલ મુકાબલામાં હરજિંદરે શરૂઆતથી જ દબાણ જાળવી રાખ્યું હતું. તેણે સ્નેચ રાઉન્ડમાં પહેલા 99 કિગ્રા અને ત્યારબાદ પોતાના અંતિમ પ્રયાસમાં 101 કિગ્રા વજન સફળતાપૂર્વક ઉપાડ્યું હતું. આ પછી, ક્લીન એન્ડ જર્ક રાઉન્ડમાં પણ પોતાનો રેકોર્ડતોડ સિલસિલો જાળવી રાખીને પહેલા 123 કિગ્રા અને પછી 126 કિગ્રા વજન ઉપાડીને કુલ 227 કિગ્રાનો સ્કોર નોંધાવ્યો હતો. જોકે, કેનેડાની ચાર્લોટ સિમોનોએ કુલ 240 કિગ્રા (108 કિગ્રા સ્નેચ અને 132 કિગ્રા ક્લીન એન્ડ જર્ક) વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઑસ્ટ્રેલિયાની ન્યા ફેબે હેમેને 218 કિગ્રા સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.હરજિંદર કૌરની સફળતાની વાર્તા અત્યંત પ્રેરણાદાયી છે. તેનો પરિવાર ભારે આર્થિક સંકટ વચ્ચે એક ઓરડાના ઘરમાં રહેતો હતો અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પર નભતો હતો. પરિવાર પાસે 6 ભેંસો હતી, જેમના માટે ચારો કાપવાનું ભારેખમ ‘ટોકા મશીન’ ચલાવવાની જવાબદારી હરજિંદરની હતી. આ શારીરિક શ્રમથી તેના હાથને કુદરતી તાકાત મળી હતી. હરજિંદરે એકવાર જણાવ્યું હતુંહરજિંદર કૌરે આંતરરાષ્ટ્રીય સ્તરે સળંગ બીજી વખત દેશનું નામ રોશન કર્યું છે. આ પૂર્વે વર્ષ 2022માં રમાયેલી બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં તેણે 71 કિગ્રા શ્રેણીમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ વખતે પોતાની વેઇટ કેટેગરી બદલીને 69 કિગ્રામાં ભાગ લેવા છતાં તેણે પોતાના પ્રદર્શનમાં અભૂતપૂર્વ સુધારો કર્યો અને બ્રોન્ઝમાંથી સિલ્વર મેડલ પર કબ્જો જમાવ્યો છે, જે તેની રમત પ્રત્યેની સાતત્યતા, સખત મહેનત અને દેશ માટે કંઈક કરી છૂટવાની તમન્ના દર્શાવે છે.

