નવી દિલ્હી, તા.૨૮
દિવાળી પહેલાં, સરકારે ૧ કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મોટી રાહત આપી છે. કેબિનેટે મોંઘવારી ભથ્થામાં ૩ %નો વધારો મંજૂર કર્યો છે, જેનાથી કુલ DA વધીને ૬૩ % થયો છે. વિગતો અનુસાર, આ વધારો ૧ જુલાઈથી અમલી ગણાશે. આ સમયગાળાની બાકી રકમ (એરિયર્સ) ઓક્ટોબરના પગારમાં ઉમેરીને નવેમ્બરમાં ચૂકવવામાં આવશે. ડ્ઢછમાં થયેલા આ વધારાને કારણે કેન્દ્ર સરકાર પર રૂપિયા ૧૦,૦૧૬ કરોડનો વધારાનો નાણાકીય બોજ પડશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો દશેરાથી જ આ વધારાની રાહ જોઈ રહ્યા હતા. અગાઉની બે સાપ્તાહિક કેબિનેટ બેઠકોમાં કોઈ જાહેરાત ન થતાં, આ વધારાની માંગ વધુ પ્રબળ બની હતી.
મોંઘવારી ભથ્થું મૂળ પગારના (બેઝિક પે) ટકાવારી તરીકે ગણવામાં આવે છે. તેથી, ડ્ઢછમાં વધારો થવાથી કર્મચારીના પગારમાં પણ વધારો થાય છે. પરિવહન ભથ્થું (્Transport Allowance – TPTA) જે પગારનો એક ભાગ છે અને ડ્ઢછ સાથે જોડાયેલું છે. તેમાં પણ વધારો થાય છે. ડ્ઢછ ૬૦ % થી વધીને ૬૩% થવાથી, ‘લેવલ ૫’ પરના કેન્દ્ર સરકારના કર્મચારી કે જેમનો મૂળ પગાર રૂપિયા ૨૯,૨૦૦ છે. તેમના પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. નિષ્ણાતોના અંદાજ મુજબ, ડ્ઢછના હિસ્સામાં માસિક રૂપિયા ૮૭૬ નો વધારો થશે. આ ઉપરાંત, પરિવહન ભથ્થામાં (TPTA) પણ આશરે રૂપિયા ૧૦૮નો વધારો થશે.
DAમાં આ વધારો ૭મા કેન્દ્રીય પગાર પંચની ભલામણોના આધારે નક્કી કરાયેલા સૂત્ર મુજબ લાગુ કરવામાં આવ્યો છે. છઠ્ઠા કેન્દ્રીય પગાર પંચ (CPC) હેઠળ આવતા કર્મચારીઓ માટે, મોંઘવારી ભથ્થું/મોંઘવારી રાહત (DA/DR) મૂળ પગારના ૨૬૨% થી વધીને ૨૬૯ % થશે. જેમાં ૭ % નો વધારો છે. આ ફેરફાર ૧ જુલાઈ, ૨૦૨૬ થી અમલી બનશે. જ્યારે, પાંચમા કેન્દ્રીય પગાર પંચ હેઠળ આવતા કર્મચારીઓ માટે, DA/DR મૂળ પગારના ૪૮૩ % થી વધીને ૪૯૭ % થશે. જેમાં ૧૪% નો વધારો છે. આ વધારો પણ ૧ જુલાઈ, ૨૦૨૬ થી અમલી થશે.
કેન્દ્રની મોદી સરકારે આપેલ અન્ય મહત્વપૂર્ણ મંજૂરીઓમાં રુપિયા ૧૦,૦૦૦ કરોડની ફાળવણી સાથે ‘કન્ટેનર મેન્યુફેક્ચરિંગ પ્રમોશન સ્કીમ’ (કન્ટેનર ઉત્પાદન પ્રોત્સાહન યોજના), રૂ.૧,૮૫૬ કરોડના ખર્ચ સાથે ‘ખેલો ઈન્ડિયા સ્પોર્ટ્સ ગુડ્સ મેન્યુફેક્ચરિંગ સ્કીમ’ (ખેલો ઈન્ડિયા રમતગમત સામગ્રી ઉત્પાદન યોજના), અને રૂ.૭,૩૯૫ કરોડની ફાળવણી સાથે ‘પ્રધાનમંત્રી વિકસિત ગ્રામ સ્વરાજ યોજના’નો સમાવેશ થાય છે. ‘ખેલો ઈન્ડિયા સ્પોર્ટ્સ ગુડ્સ મેન્યુફેક્ચરિંગ સ્કીમ’ આઠ વર્ષના સમયગાળા માટે (નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ થી નાણાકીય વર્ષ ૨૦૩૩-૩૪ સુધી) અમલમાં રહેશે. તેમાં બે મુખ્ય ઘટકો છે. ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહનો અને એક વ્યાપક ઇકોસિસ્ટમ (પરિસ્થિતિકી તંત્ર) વિકસાવવા માટેના પગલાં. આ યોજના હેઠળના પ્રોત્સાહનોમાં સમર્પિત ઉત્પાદન ઝોનની રચના, મુખ્ય રોકાણો (એન્કર ઇન્વેસ્ટમેન્ટ્સ) માટે સહાય, ટર્નઓવર આધારિત સહાય અને હાલના ક્લસ્ટરો (ઉદ્યોગ સમૂહો) માટે મદદનો સમાવેશ થાય છે. ઇકોસિસ્ટમ વિકસાવવાના પગલાંમાં પ્રમાણપત્ર અને પરીક્ષણ, સંશોધન અને કૌશલ્ય વિકાસ, સ્ટાર્ટઅપ્સ માટે સહાય, તેમજ બ્રાન્ડિંગ અને પહોંચ વધારવાની પહેલોનો સમાવેશ થાય છે.
મોંઘવારી ભથ્થું કેન્દ્ર સરકારના કર્મચારીઓને અપાતું વધારાનું ભથ્થું છે. તેનો ઉદ્દેશ્ય મોંઘવારીને કારણે કર્મચારીઓની ખરીદી ક્ષમતા પર પડનાર અસરને ઘટાડવાનો છે. તેની ગણતરી કર્મચારીના મૂળ પગારના ટકાના આધારે કરવામાં આવે છે. ડીએમાં વધારો થવા પર કર્મચારીઓની કુલ માસિક આવકમાં વધારો થાય છે. તો પેન્શનરોને મોંઘવારી રાહતનો લાભ મળે છે. નવો દર લાગૂ થવાની તારીખના આધાર પર કર્મચારીઓને એરિયરનો લાભ પણ મળશે.

