દારૂ-જુગારના કેસમાં પોલીસ સ્ટેશનમાં જ કબૂલાત અને દંડની કાર્યવાહી સામે વાંધો, ચૂંટણી દર બે વર્ષે યોજવા બંધારણ સુધારણા કમિટીના અહેવાલ પર પણ ચર્ચા થશે
Rajkot, તા.૨૮ઃ
Rajkot સહિત રાજ્ય ભરના તમામ બારી એસોસિએશનની ચૂંટણીઓ જાહેર થતા ની સાથે જ વકીલો દ્વારા પોત પોતાના મનગમતા ચહેરાઓને મેદાનમાં ઉતારવા માટે અંદરખાને પેનલો બનાવવામાં આવી રહી છે તે પૂર્વે વકીલોનું હિત અને પ્રશ્નોને વાચા આપવા માટે વર્તમાન બાર એસોસિએશન દ્વારા જનરલ બોર્ડ બોલાવી પડતર પ્રશ્નોનો નિરાકરણ લાવવા માટે પ્રયાસ કરવાનું વકીલ આલમમાં ચર્ચા રહ્યું છે.
રાજકોટમાં શરૂ થયેલ કાયમી લોક અદાલત મામલે વકીલોમાં વિરોધનો વંટોળ ઉઠ્યાની સામુહિક લેખિત રજૂઆતને પગલે તેમજ બાર એસો.ની બે વર્ષની મુદત અંગે કમિટીના અહેવાલની ચર્ચા કરવા રાજકોટ બાર એસોસિએશન દ્વારા આગામી તા. બીજી નવેમ્બરને સોમવારે બપોરે ૧૦૦ વાગે ખાસ જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવી છે.ગુજરાત કાનુની સેવા સતા મંડળ દ્વારા રાજકોટ સહીત ગુજરાતના ૪ મોટા શહેરો અમદાવાદ, સુરત, બરોડામાં કાયમી લોક અદાલત શરૂ કરવામાં આવેલ છે. જેમાં પબ્લિક યુટીલીટી સર્વિસ જેમા ઈન્સ્યોરન્સ, ફાઈનાન્સીયલ, ટ્રાન્સપોર્ટ, કોમ્યુનીકેશન, પાવર એન્ડ વોટર વિગરે સામેના વિવાદો તથા તકરારો આ લોક અદાલતમાં પક્ષકારો દ્વારા ડાયરેકટ ઈ-મેલથી મેટર ફાઈલ કરવાની સુવિધા અને લોક અદાલતના ચેરમેનના નિર્ણય ડીક્રી ગણવાની અપીલ હાઇકોર્ટમાં જ થઈ શકે તેવી જોગવાઈઓ સામે વકીલોમાં વિરોધનો વંટોળ ઉઠતા સામુહિક રીતે બાર એસોસિએશનમાં સામૂહિક રીતે પત્ર પાઠવી જનરલ બોર્ડ બોલાવવાની માગણી કરવામાં આવી હતી.
જેમાં બીજા મુદ્દા તરીકે દારૂ જુગારના કેસોમાં ડાયરેકટ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ દ્વારા કબુલાત અને દંડ લેવાની કાર્યવાહીનો વિરોધ કરતી રજૂઆત ઉપરાંત રાજકોટ બાર એસો.ની દર વર્ષે યોજાતી ચૂંટણી દર બે વર્ષે યોજવા અંગે વકીલોની માંગ ઉઠતાં બાર એસોસીએશનના બંધારણ સુધારણા માટે રચાયેલી કમિટીના અહેવાલ અને સૂચનોની ચર્ચા કરવા માટે ઉપરોક્ત ત્રણ મુદ્દાના એજન્ડા સાથે રાજકોટ બાર એસોસિએશન દ્વારા સોમવાર તારીખ બીજી નવેમ્બર ૨૦૨૬ ના રોજ બપોરે ૧૦૦ વાગ્યે નવા કોર્ટ બિલ્ડિંગ, બાર એસોસિએશનના મધ્યસ્થ ખંડમાં ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી છે.

