Surendranagar, તા.29
ચોટીલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો અને અપહરણના ગંભીર ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપીને સુરેન્દ્રનગર જિલ્લા પેરોલ ફ્લો સ્કવોડે ઝડપી પાડ્યો છે.
પેરોલ ફ્લો સ્કવોડ ટીમને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.
ચોટીલા પોલીસ સ્ટેશનમાં અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ વોન્ટેડ આરોપી ફીરોજ સૈયદ ને તેના વતન નાના સમઢિયાળામાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તેને વધુ તપાસ માટે ચોટીલા પોલીસને સોંપવામાં આવ્યો છે

