Surendranagar,તા.29
થાનગઢ-ચોટીલા રોડ પર આવેલા અવેલિયા ઠાકર મંદિર નજીક આજે એક ક્નટેનર પલટી ગયું હતું. આ ઘટનામાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. પ્રાથમિક માહિતી મુજબ, પૂરઝડપે જઈ રહેલું ક્નટેનર ગોળાઈ પરથી પસાર થતી વખતે ચાલકના કાબૂ બહાર થઈ ગયું હતું.
જેના કારણે તે રોડ પર પલટી મારી ગયું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે ક્નટેનર રોડની સાઈડમાં પટકાયું હતું. જોકે, આ ગંભીર અકસ્માતમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો અને તેમને કોઈ મોટી ઈજા પહોંચી ન હતી. આસપાસના વિસ્તારમાં કોઈ રાહદારી કે અન્ય વાહન ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

