Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ 

    November 13, 2026

    આજનું રાશિફળ 

    November 13, 2026

    ભારતીય Stock Marketમાં પ્રત્યાઘાતી ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    November 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ 
    • આજનું રાશિફળ 
    • ભારતીય Stock Marketમાં પ્રત્યાઘાતી ઉછાળે વેચવાલી યથાવત્…!!!
    • Rajkot: સુપેડી ગામે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ
    • Rajkot મારે તારી સાથે સંબંધ રાખવો નથી કહેતા જ રીક્ષાચાલકને બેલડીએ માર માર્યો
    • Rajkot: બાઇકને ગાય આડી ઉતરતા ઘવાયેલ યુવકનું મોત
    • Rajkot: બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માતમા પિતરાઈ ભાઈના મોત
    • Rajkotમા સિવિલમાં યમરાજનો પડાવ: ચાર દિવસમાં ૪૦થી વધુ પીએમ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Botad નજીક ટ્રેનને ઉથલાવી લૂંટનો કારસો, બે આરોપીને જન્મટીપની સજા
    સૌરાષ્ટ્ર

    Botad નજીક ટ્રેનને ઉથલાવી લૂંટનો કારસો, બે આરોપીને જન્મટીપની સજા

    Vikram RavalBy Vikram RavalOctober 29, 2026Updated:October 30, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઓખા-ભાવનગર પેસેન્જર ટ્રેક પર લોખંડનો ટુકડો ગોઠવી, સ્લીપરમાં ખાડો કરી પાટા પરથી ઉતારવાનો પ્રયાસ, ડ્રાઈવરે તપાસ કરતા ષડયંત્ર ખુલ્યું

    ૫૫ દસ્તાવેજી પુરાવા અને ૧૫ સાક્ષીની જુબાનીને આધારે ચુકાદો, સરકારી વકીલ કે.એમ. મકવાણાની દલીલ માન્ય

    Botad તા.૨૯ઃ

    Botad જિલ્લાના રાણપુર તાલુકાના કુંડલી નજીક ઓખા-ભાવનગર પેસેન્જર ટ્રેનને પાટા પરથી ઉથલાવી મોટી દુર્ઘટના સર્જવાના અને ટ્રેનમાં મુસાફરોને લૂંટવાના ઇરાદાથી કરવામાં આવેલા ગંભીર ગુનામાં બોટાદની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. આ કેસમાં અદાલતે બંને આરોપીઓને કસૂરવાર ઠેરવી જન્મટીપની સખત કેદની સજા ફટકારી છે. મળતી વિગતો મુજબ, તા. ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ ભાવનગર ડિવિઝનની ઓખા ભાવનગર ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખાથી નીકળીને સુરેન્દ્રનગર, લીંબડી અને રાણપુર થઈ બોટાદ તરફ જઈ રહી હતી.

    દરમિયાન કુંડલી અને બોટાદ વચ્ચે ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેન સાથે કોઈ વસ્તુ અથડાતાં ટ્રેન અચાનક ઊભી રહી ગઈ હતી.ટ્રેનના ડ્રાઇવર અને ગાર્ડે નીચે ઉતરી તપાસ કરતાં રેલવે ટ્રેક પર શંકાસ્પદ ચેડાં થયાં હોવાનું સામે આવ્યું હતું. રેલવેના પાટા વચ્ચે લોખંડનો ટુકડો ગોઠવવામાં આવ્યો હોવા ઉપરાંત સ્લીપર અને બેલાસ્ટના ભાગમાં ખાડો કરીને પાટાને નુકસાન પહોંચાડે તેવી ગોઠવણ કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આ ઘટનાને કારણે ટ્રેનના સંચાલન અને મુસાફરોની સુરક્ષા સામે ગંભીર જોખમ ઊભું થયું હતું.

    આ ગંભીર બનાવ અંગે ભાવનગર ડિવિઝનમાં સિનિયર સેક્શન ઇજનેર તરીકે ફરજ બજાવતા હરકેશ મથુરલાલ મીણાએ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. રેલવે ટ્રેકને નુકસાન પહોંચાડવાના આ બનાવને ગંભીરતાથી લઈને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.કેસની તપાસ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસ દ્વારા પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા અને આ ગુનામાં સંડોવાયેલા અણવ ગામના રમેશ ઉર્ફે રમુડીયો કાનજીભાઈ સલીયા અને જયેશભાઈ ઉર્ફે જયલો નાગરભાઈ બાવળીયાની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસે તપાસ પૂર્ણ કર્યા બાદ બંને આરોપીઓ સામે બોટાદની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. તપાસ દરમિયાન રેલવે ટ્રેક સાથે ચેડાં કરીને ટ્રેનને પાટા પરથી ઉથલાવવાના અને ત્યારબાદ મુસાફરોને લૂંટવાના ઇરાદા અંગેના ગંભીર આક્ષેપો સામે આવ્યા હતા.

    જો ટ્રેન પાટા પરથી ઉથલી પડી હોત તો મોટી જાનહાનિ થવાની અને રેલવેની સંપત્તિને વ્યાપક નુકસાન પહોંચવાની શક્યતા હતી. આ કેસ માત્ર રેલવેના પાટાને નુકસાન પહોંચાડવા પૂરતો મર્યાદિત ન રહેતાં મુસાફરોની સલામતી સાથે જોડાયેલો અત્યંત ગંભીર મામલો બન્યો હતો. સમગ્ર કેસમાં પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીઓ મહત્વપૂર્ણ બની હતી. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલેલી સુનાવણી દરમિયાન સરકાર પક્ષે કેસને સમર્થન આપવા માટે કુલ ૫૫ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. આ ઉપરાંત ૧૫ સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. સરકાર પક્ષે રજૂ કરાયેલા પુરાવા અને સાક્ષીઓની જુબાનીઓના આધારે અદાલતે કેસની સુનાવણી હાથ ધરી હતી.સરકાર પક્ષ તરફથી જિલ્લા સરકારી વકીલ કે.એમ. મકવાણાએ દલીલો રજૂ કરી હતી. તેમની દલીલો અને રજૂ કરવામાં આવેલા પુરાવાઓને ધ્યાનમાં લઈને ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ મનીષસહાય જે. પરાશરે બંને આરોપીઓને કસૂરવાર ઠેરવી જન્મટીપની સખત કેદની સજા ફટકારવાનો હુકમ કર્યો હતો.

    Botad NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleDiwali પહેલાંનું અજવાળું આશા, આનંદ અને આત્મીયતાનો ઉત્સવ
    Next Article Rajkot: ઇલેક્ટ્રીશનનું કામ કરતી વેળા પટકાયેલ આધેડનું મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: સુપેડી ગામે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ

    November 13, 2026
    રાજકોટ

    Rajkot મારે તારી સાથે સંબંધ રાખવો નથી કહેતા જ રીક્ષાચાલકને બેલડીએ માર માર્યો

    November 13, 2026
    રાજકોટ

    Rajkot: બાઇકને ગાય આડી ઉતરતા ઘવાયેલ યુવકનું મોત

    November 13, 2026
    રાજકોટ

    Rajkot: બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માતમા પિતરાઈ ભાઈના મોત

    November 13, 2026
    રાજકોટ

    Rajkotમા સિવિલમાં યમરાજનો પડાવ: ચાર દિવસમાં ૪૦થી વધુ પીએમ

    November 13, 2026
    રાજકોટ

    Rajkot: શાપર નજીક દિવાળીની રજામાં કારખાનામાંથી રૂ. ૧૫ લાખની ચોરી

    November 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,852
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,952
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹147,482
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-11-2026 16:55
    Categories
    Latest News

    આજનું પંચાંગ 

    November 13, 2026

    આજનું રાશિફળ 

    November 13, 2026

    ભારતીય Stock Marketમાં પ્રત્યાઘાતી ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    November 13, 2026

    Rajkot: સુપેડી ગામે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ

    November 13, 2026

    Rajkot મારે તારી સાથે સંબંધ રાખવો નથી કહેતા જ રીક્ષાચાલકને બેલડીએ માર માર્યો

    November 13, 2026

    Rajkot: બાઇકને ગાય આડી ઉતરતા ઘવાયેલ યુવકનું મોત

    November 13, 2026
    Search
    Main News

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ 

    November 13, 2026

    આજનું રાશિફળ 

    November 13, 2026

    ભારતીય Stock Marketમાં પ્રત્યાઘાતી ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    November 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.