અહીં ચોમાસા માટે સૌથી ઉપયોગી તેલ અને તેનો ઉપયોગ કરવાની સાચી રીત દર્શાવવામાં આવી છે:
૧. નાળિયેર તેલ અને ટી ટ્રી ઓઇલ
કોકોનટ ઓઇલ ખૂબ જ હલકું હોય છે અને તે વાળના મૂળ સુધી પહોંચીને પોષણ આપે છે. ચોમાસા દરમિયાન સાદા નાળિયેર તેલમાં ૨ થી ૩ ટીપાં ‘ટી ટ્રી એસેન્શિયલ ઓઇલ’ ઉમેરીને લગાવવું જોઈએ. ટી ટ્રી ઓઇલમાં રહેલા એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ફંગલ ગુણો માથામાં થતા ઇન્ફેક્શન અને ખોડા સામે રક્ષણ આપે છે
૨. લીમડાનું તેલ
જો ચોમાસામાં માથામાં નાની-નાની ફોલ્લીઓ, ખંજવાળ કે હઠીલો ખોડો થતો હોય, તો લીમડાનું તેલ શ્રેષ્ઠ ઉપાય છે. લીમડાના ગુણધર્મો સ્કેલ્પને ક્લીન અને ઇન્ફેક્શન-ફ્રી રાખે છે. ધ્યાન રાખો કે લીમડાનું તેલ સીધું લગાવવાને બદલે તેને બદામ કે નાળિયેરના તેલ સાથે મિક્સ કરીને જ વાપરવુ
3 બદામનું તેલ
વિટામિન E થી ભરપૂર બદામનું તેલ હળવું હોય છે અને વાળમાં ચીકાશ જમા થવા દેતું નથી. તે નબળા અને નિર્જીવ વાળને મજબૂતી આપે છે તેમજ વરસાદમાં વાળ તૂટવાની સમસ્યા ઘટાડે છે.
ચોમાસામાં તેલ લગાવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
- હળવું નવશેકું કરો: તેલને સામાન્ય ગરમ (હૂંફાળું) કરીને લગાવવાથી માથામાં બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે.
- આખી રાત તેલ ન રાખો: વરસાદની ઋતુમાં રાત્રે તેલ લગાવીને સુઈ જવાનું ટાળો. રાતોરાત તેલ રાખવાથી ભેજ અને ધૂળ જમા થઈ શકે છે, જેનાથી ખોડો વધે છે. હેર વોશ (શેમ્પૂ) કરવાના ૧ થી ૨ કલાક પહેલાં જ તેલ લગાવવું પૂરતું છે.
- હળવા હાથે માલિશ કરો: ચોમાસામાં વાળના મૂળ કમજોર હોય છે, તેથી જોરથી ઘસીને માલિશ કરવાને બદલે આંગળીઓના ટેરવાથી હળવા હાથે જ મસાજ કરવો.

