Bhopal,તા.30
મધ્યપ્રદેશમાં મગના ટેકાના ભાવની માંગ અને 100% ખરીદવા માટે સરકાર આગળ આવે તે મુદે પાટનગર ભોપાલમાં નર્મદાપુરમના શેઠાણી ઘાટથી આગળ ધસી રહેલા ખેડુતોની બસ આડે એસીપી મોનીકા શુકલાએ મુંબઈની આંદોલન મોસ્ટર ગર્લ રીયા આહીરની જેમ જ બસથી થોડે દુર ઉભા રહી તેને આગળ વધતી અટકાવી તે વિડીયો વાયરલ થયા છે.
આ ખેડૂત આંદોલનકારીઓ ભોપાલમાં ઘુસી મુખ્યમંત્રી આવાસ ભણી જવા માંગતા હતા. બસોને આગળ વધતી જોઈને એસીપી મોનિકા શુકલા બસ આગળ ઉભા રહી ગયા હતા તથા હાથેથી બસને રોકવા કહ્યું હતું.
તેથી પ્રદર્શનકારીઓ બસ છાંટી પગપાળા આગળ વધવા લાગ્યા હતા. મધ્યપ્રદેશના ખેડૂતો મગની 100% ખરીદી- ખાતરની ટોકન વ્યવસ્થા સુધારવાની માંગ સાથે ધરણા કરી રહ્યા છે.

