Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત

    September 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ
    • Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ
    • Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત
    • Rajkotમાં જમીન-મકાનમાં ધંધાર્થીને મિત્રએ માર માર્યો
    • Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો
    • Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી
    • Rajkot: ગોંડલના યુવાનની માતા-બહેનને ઉઠાવી જવાની ધમકી આપી ચાર લાખની ખંડણી પડાવી
    • Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. ઓટીપી સ્કેમમાં શિકાર બન્યા રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad સહિત ૪ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આજેે રજા
    અમદાવાદ

    Ahmedabad સહિત ૪ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આજેે રજા

    Vikram RavalBy Vikram RavalJuly 30, 2026Updated:July 31, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૩૦

    Ahmedabadના લોકો થઈ જાઓ સાવધાન. અમદાવાદમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં ૮ ઇંચથી વધુ વરસાદની આગાહી કરાઈ છે. આવતીકાલે અમદાવાદ પર આભ ફાટવાની શક્યતા દર્શાવવામાં આવી છે. શહેરના રસ્તાઓ નદી બની જશે તેવી ભયંકર આગાહી કરાઈ છે. કાલે અમદાવાદ પર ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, શીયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક સાથે સક્રિય છે, જેની અસર વર્તાશે. તમને જણાવી દઈએ કે, અમદાવાદ, વડોદરા, નવસારી અને આણંદ જિલ્લાઓમાં આ નિર્ણયનો તાત્કાલિક અમલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

    અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાવચેતીના પગલારૂપે છસ્ઝ્ર સંચાલિત તમામ આંગણવાડીઓ સોમવાર, તા. ૦૩ ઓગસ્ટ ૨૦૨૬ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારે વરસાદ દરમિયાન બાળકોને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે તેમજ સંભવિત જોખમોને ટાળી શકાય તે માટે છસ્ઝ્ર સંચાલિત તમામ આંગણવાડીઓમાં કામગીરી તા. ૦૩ ઓગસ્ટ ૨૦૨૬ સુધી સ્થગિત રહેશે.

    ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈ ખેડા જિલ્લામાં આવતીકાલે ૩૧ તારીખ શુક્રવાર અને એક ઓગસ્ટના શનિવાર ના રોજ ખેડા જિલ્લાની તમામ સ્કૂલ કોલેજો રહેશે બંધ. વડોદરા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદની આ ગંભીર આગાહીને પગલે વિદ્યાર્થીઓ અને નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા વડોદરાના જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ ધામેલીયા દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા પ્રશાસન દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ આવતીકાલે, ૩૧ જુલાઈએ વડોદરા જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે.

    જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ અનુસાર, શહેરી વિસ્તાર સહિત સમગ્ર વડોદરા જિલ્લાના તમામ તાલુકાઓમાં આંગણવાડીઓ, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, આઈ.ટી.આઈ. તમામ સરકારી તથા બિન-સરકારી કોલેજોમાં આ હુકમ લાગુ પડશે. આ તમામ સંસ્થાઓમાં આવતીકાલે શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવાનો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે.

    વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ ધામેલીયા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૬૩ હેઠળ આ સત્તાવાર હુકમ બહાર પાડવામાં આવ્યો છે. જિલ્લા પ્રશાસને આદેશનો ચુસ્તપણે અમલ કરવા સૂચના આપી છે. આ હુકમનો અનાદર કે ભંગ કરનાર કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૩ મુજબ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

    નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે શિક્ષણ વિભાગ દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યું છે. જિલ્લાની શાળા, કોલેજો, આઇટીઆઇ આંગણવાડીઓમાં વિદ્યાર્થીઓને બપોરે ૨ વાગ્યા બાદ રજા આપવાની જાહેરાત કરી દેવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારીએ જિલ્લાની શાળા કોલેજોને પત્ર લખી રજા અપાવાની જાણ કરાઈ છે. અમદાવાદમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ અપાયું છે. અમદાવાદ શહેર ડીઇઓ દ્વારા શાળાઓને સૂચના આપી દેવાામાં આવી છે. શાળાઓએ પોતાની રીતે સાવચેત રહેતા જણાવ્યું છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmreliના ભોજલધામ ખાતે ઇતિહાસ રચાયો, પૂજ્ય ભોજલરામ બાપાને ધરાવાયો ૧૦ ફૂટ વ્યાસનો અનોખો બાજરાનો રોટલો
    Next Article ઉંદર ૧૦ લાખનો હીરો અને દાગીના લઈને ભાગી ગયો ઘટનાનો CCTV વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026
    અમદાવાદ

    Commonwealth Games 2030ની યજમાની માટે રાજ્ય સરકારની તૈયારીઓ તેજ, ૩૦૧ કરોડની માતબર ફાળવણી

    September 11, 2026
    અમદાવાદ

    Ahmedabad: કોઈએ મારું અપહરણ કર્યું નથી, હું મારી મરજીથી પતિ સાથે રહું છું, કિંજલ રબારી

    September 10, 2026
    અમદાવાદ

    Ahmedabad: અદાણી ગેસ બિલ અપડેટના નામે વેપારી સાથે ૧.૯૩ લાખની ઠગાઈ

    September 10, 2026
    અમદાવાદ

    Ahmedabad: નાની દીકરીને મારી નાખવાની ધમકી આપીને નરાધમે મહિલા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું

    September 9, 2026
    અમદાવાદ

    Ahmedabad: બીભત્સ વીડિયો વાયરલ થતાં પિતા-ભાઈએ કરી ૨૨ વર્ષીય દીકરીની કરપીણ હત્યા

    September 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,560
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,850
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,930
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-09-2026 23:32
    Categories
    Latest News

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત

    September 14, 2026

    Rajkotમાં જમીન-મકાનમાં ધંધાર્થીને મિત્રએ માર માર્યો

    September 14, 2026

    Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો

    September 14, 2026

    Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી

    September 14, 2026
    Search
    Main News

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026

    BRICS Summit અંગે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્‌વીટ, “મને વિશ્વાસ છે કે સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે”

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત

    September 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.