New Delhi,તા.29
ભારતમાં સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા આપવા માટે અમેરીકન કંપની સ્ટારલીંકને લાઈસન્સ આપી દેવાયું છે અને ટુંક સમયમાં જ કંપની દેશભરમાં આ સેવા પૂરી પાડશે. જેમાં સરકારે સ્પષ્ટ કયુર્ં છે કે સ્ટારલીંકને ભારતમાં જે કઈ ટેલીકોમ નિયમો છે તેના હેઠળ કામ કરવાનું રહેશે અને તેને ફ્રીહેન્ડ અપાયો નથી.
કેન્દ્રીય સંદેશા વ્યવહાર રાજયમંત્રી પ્રેમ્માસાની ચંદ્રશેખરએ જણાવ્યું કે, સ્ટારલીંક ભારતમાં વધુમાં વધુ 20 લાખ કનેકશન આપી શકશે અને તેની મહતમ ઈન્ટરનેટ સ્પીડ 200 એમબીપીએ સુધીની રહેશે ખાસ કરીને દુર દુરના ક્ષેત્રમાં તે આ સેવા આપશે.
તેઓએ આ કંપનીના પ્લાન અંગે કહ્યું કે ગ્રાહકે તે માટે મહિને રૂા.3 હજાર જેટલો ચાર્જ આપવો પડશે પરંતુ સ્ટારલીંકની ખાસ કીટ રૂા.32થી 33 હજારમાં લેવાની રહેશે અને તે મદદથી ગ્રાહક સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા મેળવી શકશે. જેના કારણે આ સેવામાં સામાન્ય વ્યકિતને આકર્ષણ જાગશે નહીં. જોકે કંપનીઓ અને મોટા યુનીટો માટે આ સેવા મહત્વની છે.

