Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot મનપાની ઘોર બેદરકારીઃ શહેરીજનોને ફરી બેક્ટેરિયાયુક્ત પાણી વિતરણ કરાયું

    August 5, 2026

    Mehsana: વિસનગરપંથકની સગીરાના અપહરણ અને દુષ્કર્મના આરોપીને ૨૦ વર્ષની કેદ

    August 5, 2026

    Palanpurના લડબી નાળા પાસેથી ૧૯.૮૦ લાખના મોર્ફિન ડ્રગ્સ સાથે ૪ પકડાયા

    August 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot મનપાની ઘોર બેદરકારીઃ શહેરીજનોને ફરી બેક્ટેરિયાયુક્ત પાણી વિતરણ કરાયું
    • Mehsana: વિસનગરપંથકની સગીરાના અપહરણ અને દુષ્કર્મના આરોપીને ૨૦ વર્ષની કેદ
    • Palanpurના લડબી નાળા પાસેથી ૧૯.૮૦ લાખના મોર્ફિન ડ્રગ્સ સાથે ૪ પકડાયા
    • Kodinar છારા દરિયા દુર્ઘટનામાં લાપતા બંને કિશોરોના મૃતદેહ મળી આવ્યા
    • Morbi: સરાયા ગામેથી ઘરફોડ ચોરી કરનાર ઇસમ ઝડપાયો, રોકડ-મોબાઈલ જપ્ત
    • Jamnagar નજીકના લહેર તળાવમાંથી નર્સિંગની વિદ્યાર્થીનીનો મૃતદેહ મળતા અરેરાટી
    • Jamnagarની એક પરિણીતાએ પતિ સહિત પાંચ સાસરીયાઓ સામે માનસિક-શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી
    • Jamnagar: લાલપુરના આરબલુસ ગામમાં એક વાડીમાંથી ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Supreme Court ને મળશે પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ
    રાષ્ટ્રીય

    Supreme Court ને મળશે પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ

    Vikram RavalBy Vikram RavalAugust 5, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કેસોના ઝડપી નિકાલ માટે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા ૩૪ થી વધારીને ૩૮ કરવામાં આવી છે

    New Delhi, તા.૫

    ભારતને ટૂંક સમયમાં પોતાના ઈતિહાસમાં પહેલીવાર એક મહિલા મુખ્ય ન્યાયાધીશ (ઝ્રત્નૈં) મળવા જઈ રહ્યા છે. રાજ્યસભામાં સુપ્રીમ કોર્ટ (ન્યાયાધીશોની સંખ્યા) સુધારા વિધેયક, ૨૦૨૬ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય કાનૂન મંત્રી અર્જુન રામ મેઘવાલે આ અંગે મહત્વની માહિતી આપી હતી. લોકસભામાં પહેલાથી જ પસાર થઈ ચૂકેલા આ વિધેયક પર ચર્ચા બાદ રાજ્યસભામાં તેને પરત મોકલવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. વિપક્ષ દ્વારા મહિલા ન્યાયાધીશોના પ્રતિનિધિત્વ પર ઉઠાવવામાં આવેલા સવાલોનો જવાબ આપતા કાનૂન મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે ભારત ટૂંક સમયમાં જ ન્યાયતંત્રના સર્વોચ્ચ પદ પર એક મહિલા ન્યાયાધીશને જોશે. તેમણે ઉમેર્યું હતું કે તાજેતરમાં જ ગુજરાત, આંધ્ર પ્રદેશ, મેઘાલય અને પટના હાઈકોર્ટમાં મહિલા મુખ્ય ન્યાયાધીશો સેવા આપી ચૂક્યા છે, જે દેશમાં નારી શક્તિને પ્રોત્સાહન આપવાના સરકારના વિઝનનો એક ભાગ છે.

    સુપ્રીમ કોર્ટમાં કેસોનો ઝડપી નિકાલ લાવવા માટે ન્યાયાધીશોની સંખ્યા ૩૪ થી વધારીને ૩૮ કરવામાં આવી છે. કાનૂન મંત્રીએ જણાવ્યું કે ૨૮ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ જ્યારે સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ ત્યારે માત્ર ૮ ન્યાયાધીશો જ હતા. સમય જતાં કેસોનું ભારણ વધતા આ સંખ્યામાં વધારો કરાયો છે. આ માટે કેન્દ્રીય મંત્રીમંડળે ૫ મે ૨૦૨૬ ના રોજ મંજૂરી આપી હતી અને ત્યારબાદ અધ્યાદેશ લાવીને ૧ જૂન ૨૦૨૬ થી ૫ નવા ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી હતી.

    સંસદમાં ચર્ચા દરમિયાન કાનૂન મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે ન્યાયતંત્ર પર સતત વધી રહેલું કામનું ભારણ, ન્યાયિક બાબતોના બદલાતા સ્વરૂપ અને ઉભરતા બંધારણીય તથા કાનૂની મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધારવી એ સમયની માંગ અને સમયસરનો સુધારો છે.

    અદાલતોમાં કેસો પેન્ડિંગ રહેવાના કારણો અંગે વાત કરતા કાનૂન મંત્રીએ કહ્યું હતું કે તેના ઘણાં કારણો છે, પરંતુ મુખ્ય કારણ તથ્યોની જટિલતા છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે શબરીમાલા કેસ અને તેના જેવા અન્ય ઘણા કેસો આવી જ જટિલતા ધરાવે છે જે સુપ્રીમ કોર્ટ સમક્ષ આવે છે. નવા ન્યાયાધીશોની નિમણૂક બાદ સુપ્રીમ કોર્ટે ૪ વિશેષ બેંચોની રચના કરી છે. આ બેંચો માત્ર સૌથી જૂના સિવિલ અને ક્રિમિનલ કેસોની સુનાવણી કરશે અને તેમને દૈનિક રૂટિન કેસોની સુનાવણીમાંથી મુક્ત રાખવામાં આવ્યા છે. તેનો મુખ્ય હેતુ વર્ષોથી અટકેલા કેસોનો સમયસર નિકાલ કરીને સામાન્ય લોકોને ઝડપી ન્યાય આપવાનો છે.

    આ બિલ અંગે વાત કરતા અર્જુન રામ મેઘવાલે માહિતી આપી હતી કે સુપ્રીમ કોર્ટ (ન્યાયાધીશોની સંખ્યા) સુધારા વિધેયક, ૨૦૨૬ પરની ચર્ચામાં કુલ ૩૩ સાંસદોએ ભાગ લીધો હતો. તમામ સાંસદોએ પોતપોતાના કિંમતી સૂચનો અને વિચારો રજૂ કર્યા તે બદલ મંત્રીએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. અદાલતોના કામકાજને વધુ આધુનિક અને ડિજિટલ બનાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ન્યાયિક માળખાને મજબૂત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ રૂ. ૭૯૫.૫૩ કરોડના ખર્ચે સુપ્રીમ કોર્ટ ભવનના વિસ્તરણનું કામ બે તબક્કામાં ચાલી રહ્યું છે.

    કાનૂન મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે ન્યાયાધીશોની નિમણૂક બંધારણના આર્ટિકલ ૧૨૪, ૨૧૭ અને ૨૨૪ મુજબ થાય છે. આ પ્રક્રિયા વર્ષ ૧૯૯૩ અને ૧૯૯૮ ના સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાઓ આધારે તૈયાર કરાયેલા મેમોરેન્ડમ ઓફ પ્રોસિજર (ર્સ્ઁ) મુજબ ન્યાયતંત્ર અને કારોબારીના પરસ્પર સહયોગથી પૂર્ણ કરવામાં આવે છે.

    first female Chief Justice Supreme Court
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleVadodara ના જાંબુવા બ્રિજ પર આશરે ૯ ફૂટનો એક મગર બિન્દાસ્ત ટહેલતો જોવા મળ્યો
    Next Article Gandhinagar: એનાલોગ પનીરના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    PM Modi ના વીડિયો વિવાદ વચ્ચે Mark Zuckerberg ડીપફેક કોન્ટેન્ટ અને ઓપરેટિંગ પ્લેટફોર્મમાં ભૂલો માટે માફી માંગી

    August 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    Southern Philippines માં ૬.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

    August 5, 2026
    રાષ્ટ્રીય

    Jharkhand માં વીજળી પડવાથી ૧૩ લોકોના મોત, ઉત્તર પ્રદેશમાં ૩ લોકોના મોત,અનેક રાજ્યોમાં વિનાશ

    August 5, 2026
    રાષ્ટ્રીય

    Mehbooba Mufti એ ધરણા દરમિયાન રાષ્ટ્રધ્વજ ઊંધો રાખ્યો હોવાથી તેમની મુશ્કેલીઓ વધી શકે છે

    August 5, 2026
    રાષ્ટ્રીય

    VHP ભારતભરમાં ૩.૫ લાખ સંતો મોકલશે, પપ્પુ યાદવ અને વિપક્ષ વિરુદ્ધ ઝુંબેશની તૈયારી કરી રહ્યું છે

    August 5, 2026
    મુખ્ય સમાચાર

    Maharashtra માં રેસિડેન્ટ ડોક્ટરો ૫ ઓગસ્ટથી અનિશ્ચિત સમય માટે હડતાળ પર ઉતરશે

    August 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,540
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,080
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹219,120
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-08-2026 22:32
    Categories
    Latest News

    Rajkot મનપાની ઘોર બેદરકારીઃ શહેરીજનોને ફરી બેક્ટેરિયાયુક્ત પાણી વિતરણ કરાયું

    August 5, 2026

    Mehsana: વિસનગરપંથકની સગીરાના અપહરણ અને દુષ્કર્મના આરોપીને ૨૦ વર્ષની કેદ

    August 5, 2026

    Palanpurના લડબી નાળા પાસેથી ૧૯.૮૦ લાખના મોર્ફિન ડ્રગ્સ સાથે ૪ પકડાયા

    August 5, 2026

    Kodinar છારા દરિયા દુર્ઘટનામાં લાપતા બંને કિશોરોના મૃતદેહ મળી આવ્યા

    August 5, 2026

    Morbi: સરાયા ગામેથી ઘરફોડ ચોરી કરનાર ઇસમ ઝડપાયો, રોકડ-મોબાઈલ જપ્ત

    August 5, 2026

    Jamnagar નજીકના લહેર તળાવમાંથી નર્સિંગની વિદ્યાર્થીનીનો મૃતદેહ મળતા અરેરાટી

    August 5, 2026
    Search
    Main News

    Supreme Court ને મળશે પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ

    August 5, 2026

    PM Modi ના વીડિયો વિવાદ વચ્ચે Mark Zuckerberg ડીપફેક કોન્ટેન્ટ અને ઓપરેટિંગ પ્લેટફોર્મમાં ભૂલો માટે માફી માંગી

    August 5, 2026

    Southern Philippines માં ૬.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

    August 5, 2026

    Jharkhand માં વીજળી પડવાથી ૧૩ લોકોના મોત, ઉત્તર પ્રદેશમાં ૩ લોકોના મોત,અનેક રાજ્યોમાં વિનાશ

    August 5, 2026

    Mehbooba Mufti એ ધરણા દરમિયાન રાષ્ટ્રધ્વજ ઊંધો રાખ્યો હોવાથી તેમની મુશ્કેલીઓ વધી શકે છે

    August 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot મનપાની ઘોર બેદરકારીઃ શહેરીજનોને ફરી બેક્ટેરિયાયુક્ત પાણી વિતરણ કરાયું

    August 5, 2026

    Mehsana: વિસનગરપંથકની સગીરાના અપહરણ અને દુષ્કર્મના આરોપીને ૨૦ વર્ષની કેદ

    August 5, 2026

    Palanpurના લડબી નાળા પાસેથી ૧૯.૮૦ લાખના મોર્ફિન ડ્રગ્સ સાથે ૪ પકડાયા

    August 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.