Bengaluru, તા. 10
ભારતનાં પૂર્વ કેપ્ટન અજિંક્ય રહાણેએ યુરોપિયન ટી20 પ્રીમિયર લીગ (ETPL) માં એમ્સ્ટરડમ ફ્લેમ્સ સાથે માર્કી ખેલાડી તરીકે કરાર કર્યા છે. રહાણેએ જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યાંના દિવસે જ તેમને આ પ્રસ્તાવ મળ્યો હતો.
સહ-માલિક સ્ટીવ વૉના ફોન આવ્યાં બાદ તેમણે તેનો સ્વીકાર કર્યો હતો. તેમનું માનવું છે કે, આ લીગ યુરોપમાં ક્રિકેટને નવી ઓળખ આપશે અને યુવા ખેલાડીઓને સ્ટીવ સ્મિથ, મિચેલ માર્શ અને રાહુલ દ્રવિડ જેવા દિગ્ગજો પાસેથી શીખવાની તક મળશે. ETPL 26 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર સુધી આયર્લેન્ડ અને નેધરલેન્ડ્સમાં રમાશે.

