Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Kosovo ની સંસદમાં હોબાળો, વિપક્ષી સાંસદે કાર્યવાહક વડા પ્રધાન પર ઇંડા ફેંક્યા; કાર્યવાહી સ્થગિત

    August 10, 2026

    Amrapali Dubey એક અપરિણીત માતા બનવા માંગે છે, પુત્રીને દત્તક લેવા માંગે છે

    August 10, 2026

    વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય બજારમાં ભારે અસ્થિરતા સાથે સાવચેતી નું વલણ…!!!

    August 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Kosovo ની સંસદમાં હોબાળો, વિપક્ષી સાંસદે કાર્યવાહક વડા પ્રધાન પર ઇંડા ફેંક્યા; કાર્યવાહી સ્થગિત
    • Amrapali Dubey એક અપરિણીત માતા બનવા માંગે છે, પુત્રીને દત્તક લેવા માંગે છે
    • વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય બજારમાં ભારે અસ્થિરતા સાથે સાવચેતી નું વલણ…!!!
    • Rajkot-ગોંડલ હાઇવે પરથી ૧૨ હજાર જીલેટિન સ્ટિક અને ૪ હજાર ડીટોનેટર સાથે એકની ધરપકડ
    • Kutchમાં રાપર નજીક ભૂકંપનો આંચકોઃ ૨.૮ની તીવ્રતા સાથે ધરા ધ્રૂજી, કેન્દ્રબિંદુ રાપરથી ૧૮ કિમી દૂર
    • Vadodaraમાં વકીલ હિતેશ ગુપ્તા સામેની ફરિયાદનો વિરોધ, રેન્જ આઇ કચેરીએ વકીલોનું પ્રદર્શન
    • Ahmedabad: આનંદનગર પીજી દુષ્કર્મ કેસ, ભાગવાનો પ્રયાસ કરનાર આરોપી ધર્મસિંહ પર પોલીસનું ફાયરિંગ, સિવિલ ખસેડાયો
    • કોઈ પણ રાજકીય પક્ષે પ્રચાર માટે મારો સંપર્ક કર્યો નથી; પીએમ અને સીએમને ટેકો આપવો એ મારી ફરજ છે,Madhavan
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 10
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Surendranagarમાં ૧૮૧ અભયમની સંવેદનશીલ કામગીરી
    ગુજરાત

    Surendranagarમાં ૧૮૧ અભયમની સંવેદનશીલ કામગીરી

    Vikram RavalBy Vikram RavalAugust 10, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રેલવે પાટા પરથી માનસિક અસ્થિર મહિલાનું રેસ્ક્યુ કરી સુરક્ષિત આશ્રય અપાયો

    (મહેશ રાવલ દ્વારા)

    Surendranagar તા.૧૦

    મુશ્કેલીમાં મુકાયેલી મહિલાને તાત્કાલિક મદદ મળી રહે અને કોઈપણ અસહાય મહિલાનું જીવન જોખમમાં ન મુકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા કાર્યરત કરવામાં આવેલી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સતત સંવેદનશીલ અને ત્વરિત કામગીરી કરી રહી છે. આવી જ એક સાહસિક અને સંવેદનશીલ કામગીરીમાં, ગેટ સ્ટેશન નજીક રેલવેના પાટા પાસે જોખમી સ્થિતિમાં બેઠેલી માનસિક રીતે અસ્થિર મહિલાને ૧૮૧ અભયમ ટીમે સમયસર રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડી હતી. ત્યારબાદ જરૂરી કાઉન્સિલિંગ અને સંભાળની કામગીરી સાથે મહિલાને શિવાલય સેન્ટર હોમ ખાતે આશ્રય અપાવવામાં આવ્યો હતો.

    આ સમગ્ર ઘટનાની શરૂઆત એક જાગૃત નાગરિકની સમયસૂચકતાથી થઈ હતી. ગેટ સ્ટેશન નજીક રેલવેના પાટા પાસે એક મહિલા બેઠેલા હતા અને વારંવાર ટ્રેન પસાર થવા છતાં તેઓ ત્યાંથી ખસતા ન હતા. મહિલાની આ જોખમી સ્થિતિ જોઈને જાગૃત નાગરિકે તાત્કાલિક ૧૮૧ અભયમ હેલ્પલાઈન પર કોલ કરીને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા સમજીને ૧૮૧ અભયમ ટીમની સાથે ૧૧૨ ઈમરજન્સી સેવા અને સ્થાનિક  વાનનો સ્ટાફ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો.

    સુરેન્દ્રનગર અભયમ ટીમના કાઉન્સિલર વૈશાલીબેન મકવાણાના જણાવ્યા અનુસાર, મહિલા બોલી શકતા હતા, પરંતુ માનસિક અસ્થિરતાના કારણે તેઓ શું બોલે છે તેનું તેમને ભાન ન હતું. તેઓ પોતાનું નામ, સરનામું કે પરિવારજનો અંગે કોઈ માહિતી આપી શકવાની સ્થિતિમાં ન હતા. અભયમ ટીમ તથા સ્થળ પર હાજર પોલીસ સ્ટાફે ધીરજ અને સંવેદનશીલતા સાથે મહિલાનું કાઉન્સિલિંગ કરીને તેમને રેલવેના પાટા પરથી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.

    મહિલાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમના સુરક્ષિત આશ્રય અને પુનર્વસન માટે શિવાલય સેન્ટર હોમના પ્રમુખ નીતાબેનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આશરે ૩૦ ટકા જેટલી માનસિક અસ્થિરતા ધરાવતા અને અસ્વચ્છ હાલતમાં રહેલાં આ મહિલાને શિવાલય સેન્ટર હોમ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમને સ્નાન કરાવીને સ્વચ્છ વસ્ત્રો પહેરાવવામાં આવ્યા હતા તેમજ ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું. પરિવારવિહોણી અને અસહાય મહિલાઓની નિઃસ્વાર્થ સેવા માટે કાર્યરત શિવાલય સેન્ટર હોમ ખાતે તેમને સુરક્ષિત આશ્રય અને જરૂરી સંભાળ આપવામાં આવી રહી છે.

    મહિલાઓની સુરક્ષા, સંરક્ષણ અને કલ્યાણ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ સ્તરે સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ૧૮૧ અભયમ જેવી હેલ્પલાઈન દ્વારા મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓને તાત્કાલિક સહાય, કાઉન્સિલિંગ, રેસ્ક્યુ, પોલીસ સહાય તથા જરૂરિયાત મુજબ સુરક્ષિત આશ્રય અને પુનર્વસન સાથે જોડવામાં આવે છે. વિવિધ સરકારી સેવાઓ અને સંબંધિત સંસ્થાઓ વચ્ચેના સંકલન દ્વારા મહિલાઓને સમયસર સુરક્ષા અને જરૂરી સહાય મળી રહે તે માટે તંત્ર સતત કાર્યરત છે.

    આ ઘટનામાં જાગૃત નાગરિકની સમયસૂચકતા, ૧૮૧ અભયમ ટીમની ત્વરિત કામગીરી, ૧૧૨ ઈમરજન્સી સેવા, પોલીસ તંત્ર તથા શિવાલય સેન્ટર હોમ વચ્ચેનું સંકલન એક અસહાય મહિલાનું જીવન બચાવવામાં નિર્ણાયક બન્યું છે. રાજ્ય સરકારની સંવેદનશીલ કામગીરી અને સમાજની જાગૃતિનો આ સમન્વય મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓને સુરક્ષા અને સન્માનપૂર્ણ જીવન આપવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.

    Surendranagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleપરિમલ નથવાણીએ ગીરના એશિયાટીક સિંહના સંરક્ષણ પરની ડોક્યુમેન્ટ્રી પ્રસાથે ’World Lion Day’ની ઉજવણી કરી
    Next Article દ્રવિડ પછી ભારતીય ટીમના કાયમી મુખ્ય કોચ પદ માટે VVS Laxmanનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે આ ભૂમિકા સ્વીકારી ન હતી
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Kutchમાં રાપર નજીક ભૂકંપનો આંચકોઃ ૨.૮ની તીવ્રતા સાથે ધરા ધ્રૂજી, કેન્દ્રબિંદુ રાપરથી ૧૮ કિમી દૂર

    August 10, 2026
    વડોદરા

    Vadodaraમાં વકીલ હિતેશ ગુપ્તા સામેની ફરિયાદનો વિરોધ, રેન્જ આઇ કચેરીએ વકીલોનું પ્રદર્શન

    August 10, 2026
    અમદાવાદ

    Ahmedabad: આનંદનગર પીજી દુષ્કર્મ કેસ, ભાગવાનો પ્રયાસ કરનાર આરોપી ધર્મસિંહ પર પોલીસનું ફાયરિંગ, સિવિલ ખસેડાયો

    August 10, 2026
    અમદાવાદ

    Ahmedabad: પિતાની પુણ્યતિથિનું બહાનું બતાવી ડ્રાયફ્રૂટ વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ

    August 10, 2026
    ગુજરાત

    વિશ્વ સિંહ દિવસની ગરિમામય ઉજવણીઃ CM ભૂપેન્દ્ર પટેલ Porbandar ખાતેની ઉજવણીમાં વર્ચ્યુઅલ જોડાયા

    August 10, 2026
    ગુજરાત

    ગુજરાતના સરહદી વિસ્તારોમાં મધ્યમ-ભારે વરસાદ થશે: Saurashtra-Kutch માં `માહોલ’ સુધરશે

    August 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,240
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,470
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,030
    લાઈવ રેટ્સ • અપડેટ: 10-08-2026 21:02
    Categories
    Latest News

    Kosovo ની સંસદમાં હોબાળો, વિપક્ષી સાંસદે કાર્યવાહક વડા પ્રધાન પર ઇંડા ફેંક્યા; કાર્યવાહી સ્થગિત

    August 10, 2026

    Amrapali Dubey એક અપરિણીત માતા બનવા માંગે છે, પુત્રીને દત્તક લેવા માંગે છે

    August 10, 2026

    વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય બજારમાં ભારે અસ્થિરતા સાથે સાવચેતી નું વલણ…!!!

    August 10, 2026

    Rajkot-ગોંડલ હાઇવે પરથી ૧૨ હજાર જીલેટિન સ્ટિક અને ૪ હજાર ડીટોનેટર સાથે એકની ધરપકડ

    August 10, 2026

    Kutchમાં રાપર નજીક ભૂકંપનો આંચકોઃ ૨.૮ની તીવ્રતા સાથે ધરા ધ્રૂજી, કેન્દ્રબિંદુ રાપરથી ૧૮ કિમી દૂર

    August 10, 2026

    Vadodaraમાં વકીલ હિતેશ ગુપ્તા સામેની ફરિયાદનો વિરોધ, રેન્જ આઇ કચેરીએ વકીલોનું પ્રદર્શન

    August 10, 2026
    Search
    Main News

    Kosovo ની સંસદમાં હોબાળો, વિપક્ષી સાંસદે કાર્યવાહક વડા પ્રધાન પર ઇંડા ફેંક્યા; કાર્યવાહી સ્થગિત

    August 10, 2026

    Red-Seaમાં Indian Navyને ઉતારાયું: બે યુદ્ધ જહાજો એકશનમાં

    August 10, 2026

    ભારતીય રેલ્વેએ રૂા. 1.93 લાખ કરોડની લોન ચુકતે કરી: Ashwini Vaishnav

    August 10, 2026

    Jan Dhan Accountની સંખ્યા 58.84 કરોડને પાર: અડધાથી વધુ ખાતા મહિલાઓના નામે

    August 10, 2026

    જંતરમંતર આંદોલન મામલે Amit Shah સંસદમાં જવાબ આપશે

    August 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Kosovo ની સંસદમાં હોબાળો, વિપક્ષી સાંસદે કાર્યવાહક વડા પ્રધાન પર ઇંડા ફેંક્યા; કાર્યવાહી સ્થગિત

    August 10, 2026

    Amrapali Dubey એક અપરિણીત માતા બનવા માંગે છે, પુત્રીને દત્તક લેવા માંગે છે

    August 10, 2026

    વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય બજારમાં ભારે અસ્થિરતા સાથે સાવચેતી નું વલણ…!!!

    August 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.